રાહુલ ગાંધી : "અચ્છે દિન ખાલી મોદી માટે છે"

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી :

રાહુલ ગાંધી : "અચ્છે દિન ખાલી મોદી માટે છે"

શુક્રવારે રાહુલ ગાંધીએ તેંલગાનાના ખેડૂતોની રેલીને સંબોધી. જેમા તેમણે બીજેપી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે "અચ્છે દીન" ખાલી મોદી અને તેના નજીકના ઉદ્યોગપતિઓ માટે છે. વધુમાં તેને તેંલગાનાના મુખ્યમંત્રીને "મની મોદી" ગણાવીને કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ખેડૂતો માટે હજી સુધી કશુ નથી કર્યું.

રાજસ્થાનમાં 3 દલિતોની મૌત

રાજસ્થાનના નાગૌરમાં જાટ અને દલિત વચ્ચે થયેલી હિંસક અથામણમાં 3 દલિતોને કથિત રીતે ટ્રેક્ટર નીચે કચડીને મારી નાંખવામાં આવ્યા.

રાજસ્થાનના ગૃહપ્રધાનની વિવાદિત ટિપ્પણી

ત્રણ દલિતોની મોત બાદ રાજસ્થાનના ગૃહ પ્રધાને ગુલાબ સી કતારિઆની વિવાદિત ટિપ્પણીએ આ મામલાને વધુ ગરમાયો. પત્રકારો દ્વારા આ મામલે ધરપકડ ક્યારે થશે તેવું પૂછતા તેમણે કહ્યું કે "અમારી પાસે કોઇ જાદુ નથી કે અમે તરતને તરત તે માણસને શોધી લાવીએ. પોલિસને શોધવા દો. આ કામમાં બે દિવસ કે તે પણ વધુ સમય લાગી શકે છે."

15 દિવસમાં ફરી વધ્યા પેટ્રોલના ભાવ

15 દિવસમાં ફરી વધ્યા પેટ્રોલના ભાવ

પેટ્રોલના ભાવમાં 3.13 રૂપિયા અને ડિઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે 15 દિવસ પહેલા જ આ ભાવોમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે ફરી વધારો કરતા લોકોને મોંધવારીની માર સહન કરવાનો વખત આવ્યો છે.

કાનપુરમાં ક્રોંગ્રેસ કર્યો ભાવ વધારાનો વિરોધ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપા સરકારના આ પેટ્રોલ ભાવ વધારાનો વિરોધ કર્યો છે.

જમ્મમાં પણ ભાવ વધારાનો વિરોધ

તો બીજી તરફ જમ્મુના રહેવાસીઓ પણ પેટ્રોલ ડિઝલ ભાવ વધારાનો વિરોધ કર્યો છે.

જેઠમલાણીએ સીમા વિવાદ મામલે મોદીને આપી સલાહ

જેઠમલાણીએ સીમા વિવાદ મામલે મોદીને આપી સલાહ

જાણીતા વકીલે રામ જેઠમલાણીએ મોદી સરકારને ભારત-ચીન સીમા વિવાદને અંતરાષ્ટ્રિય ન્યાયાલયમાં મોકલવાની સલાહ આપી. તેમણે કહ્યું બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી આ વિવાદ ચાલે છે જેનું શાંતિપૂર્ણ સમાધાન કોર્ટમાં જ આવી શકે છે. વધુમાં તેમણે ભારત તરફથી આ કેસ લડવાની પણ તૈયારી બતાવી. તેમણે મોદીની ચીન યાત્રા પહેલા પત્ર લખી આ સલાહ આપી

ચીફ સેક્રેટરીની નિયુક્તી પર એલ.જી-કેજરી આમને સામને

ચીફ સેક્રેટરીની નિયુક્તી પર એલ.જી-કેજરી આમને સામને

દિલ્હી સરકાર અને એલ.જીની લડાઇ અને વિવાદમાં હાલ એક નવો વળાંક આવ્યો છે. ગર્વનર નજીબ જંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછ્યા વગર મુખ્ય સચિવ તરીકે શંકુતલા ગૈમલીનની નિયુક્ત કરી દીધી છે. કેજરીવાલે આ પદ માટે પરિમલ રાયને પસંદ કર્યા હતા. નોંધનીય છે કે આ પહેલા પણ આ બન્નેની વચ્ચેનો મતભેદ અનેક વાર બહાર આવી ચૂક્યો છે.

ફારૂકે કહ્યું

ફારૂકે કહ્યું "ખુદા અને ચીને ઇચ્છ્યું તો મોદીનો પ્રવાસ સફળ રહેશે"

લાંબી બિમારી બાદ સક્રિય રાજકારણમાં પાછા ફરી રહેલા નેશનલ કોન્ફર્ન્સના અધ્યક્ષ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડૉ. ફારૂક અબ્દુલાએ કહ્યું કે કાશ્મીરમાં પંડિતોને પૂછીને કાશ્મીરમાં પંડિતોને પાછા લાવવા જોઇએ. વધુમાં તેમણે અમરનાથા યાત્રાનો સમય વધારવાની પણ વાત કરી છે. ત્યારે મોદીના ચીન પ્રવાસ પર બોલતા તેમણે કહ્યું કે ખુદા અને ચીનની ઇચ્છા રહી તો મોદીનો આ પ્રવાસ સફળ રહેશે.

માટીની ટેકરી પડતા પાંચ બાળકોની મૃત્યુ

માટીની ટેકરી પડતા પાંચ બાળકોની મૃત્યુ

મુરાદાબાદના ચંદૌસી જિલ્લામાં આવેલ એક માટીની ટેકરી પડતા તેની નીચે પાંચ બાળકો દટાયા હોવાની શક્યતા છે. જે અંતર્ગત હાલ ત્યાં બચાવ કામગીરી ચાલી રહી છે.

ગુડગાંવમાં પોલિસ અને જનતા આમને સામને

ગુડગાંવમાં પોલિસ અને જનતા આમને સામને

શુક્રવારે,ગુડગાંવમાં પોલિસ અને રહેવાસીઓ વચ્ચે હિંસક અથડામણ થતા લોકોએ વાહનોને આગ લગાવી દીધી. તો બીજી તરફ પોલિસે પણ ટોળાને વિખરવા લાઢી ચાર્જ કર્યો.

ગુવાહાટીમાં પૂર

ગુવાહાટીમાં પૂર

ગુવાહાડીમાં શુક્રવારે આવેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જતા. સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે.

વિનોદ ખન્નાની 25મી લગ્ન વર્ષગાંઠ

વિનોદ ખન્નાની 25મી લગ્ન વર્ષગાંઠ

બોલીવૂડ અભિનેતા વિનોદ ખન્ના અને તેમની પત્ની કવિતાએ તેમના લગ્નની 25મી વર્ષગાંઠે બેંગ્લોરમાં વિશેષ પૂજા કરાવી.

રાહુલ દ્વવિડના

રાહુલ દ્વવિડના "લીટલ વોલ"

મુંબઇમાં રાજસ્થાન રોયલના કોચ રાહુલ દ્વવિડના પુત્ર અન્વય એક પ્રેક્ટિસ સેશન દરમિયાન કેચ પકડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X