ભારે વરસાદ અને વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 16 લોકોની મૌત

ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ઘણા દિવસોથી સતત ભારે વરસાદ થઇ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ઘણા દિવસોથી સતત ભારે વરસાદ થઇ રહ્યો છે, જેને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આપને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં યુપીમાં ભારે વરસાદ અને વીજળી પડવાને કારણે 16 લોકોની મૌત થઇ ચુકી છે. રસ્તાઓ પર ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોનું ઘરેથી બહાર નીકળવું મુશ્કિલ બની ગયું છે. ઘણી જગ્યાઓ પર નદીઓનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. જેને કારણે ઘણા જિલ્લાઓમાં પુરનો ખતરો પેદા થયો છે.

heavy rain

આપને જણાવી દઈએ કે હવામાન વિભાગે આવનારા બે દિવસો માટે હરિયાણા, દિલ્હી, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉડિશા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તેની સાથે સાથે હવામાન વિભાગે લોકોને એલર્ટ રહેવા માટે પણ જણાવ્યું છે.

હવામાન વિભાગ અનુસાર વરસાદ 3 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં એવરેજ વરસાદ ઓછો થયો હતો. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઑગષ્ટમાં થયેલા ઓછા વરસાદની ખોટ સપ્ટેમ્બરમાં પુરી થઇ શકે છે. હાલમાં હવામાન વિભાગના એલર્ટને જોતા પ્રશાશન ઘ્વારા પણ જણાવવામાં આવ્યું કે તેઓ કામ વિના આજે અને કાલે ઘરની બહાર ના નીકળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X