જમ્મૂમાં બસ ખીણમાં ખાબકી, 17ના મોત

jammu-kashmir
જમ્મૂ, 20 મેઃ જમ્મૂ અને કાશ્મીરના જમ્મૂ ક્ષેત્રમાં મંગળવારે સવારે એક બસ ઉંડી ખીણમાં પડતાં 17 લોકોના મોત નીપજ્યાં છે, જ્યાંર 27 જેટલા યાત્રાળુઓને ઇજા પહોંચી છે. બસમાં સવાર મોટાભાગના યાત્રી યુવાન હતા, જે ઘાટીમાં કોઇ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે જઇ રહ્યાં હતા.

આ દુર્ઘટના અંગે એક અધિકારીએ જણાવ્યું કે, જમ્મૂથી 170 કિ.મી દૂર રામબન જિલ્લામાં જમ્મૂ-શ્રીનગર રાજમાર્ગ પરથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન બસના ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ ઉંડી ખીણમાં ખાબકી હતી. અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટનામાં અત્યારસુધીમાં 17 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે 27 લોકોને ઇજા પહોંચી છે. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

માહિતી અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના મુસાફરો યુવાન હતા, જેઓ પૂંછ અને રાજૌરી જિલ્લામાંથી કોઇ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કાશ્મીર ઘાટી જઇ રહ્યાં હતા. બસમાં સવાર કેટલાક યાત્રીઓમાં ગુજરાતના યાત્રાળુઓ પણ હતા. અધિકારીએ જણાવ્યું કે, ક્ષેત્રમાં તૈનાત સેનાના જવાન રાહત અને બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X