મરિયમ સિદ્દિકી મળી નરેન્દ્ર મોદીને
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મરિયમ સિદ્દિકી મળી નરેન્દ્ર મોદીને
ઇસ્કોન દ્વારા આયોજીત ગીતાના જ્ઞાનની હરિફાઇમાં પ્રથમ આવનાર મરિયમ સિદ્દીકી આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પરિવાર સાથે મળી હતી.

સૈફ અલીખાન સેશન કોર્ટ પહોંચ્યા
વર્ષ 2012માં એનઆરઆઇ બિઝનેસમેન સાથે તાજ હોટલમાં થયેલી મારપીટ મામલે આજે સૈફ અલી ખાન કોર્ટમાં પહોંચ્યા. નોંધનીય છે કે મુંબઇની કિલા કોર્ટે આ મામલે સૈફને હાજર રહેવાનું કહ્યું હતું પણ અનેકવાર કહ્યા બાદ પણ હાજરના રહેતા કોર્ટેને ફરમાન જાહેર કર્યું હતું જે મુજબ તેમણે કોર્ટમાં હાજરી આપી હતી. જો કે જે બાદ બન્ને પક્ષે મધ્યસ્થીના રસ્તો અપનાવ્યો છે.

મુંબઇમાં ઠેર ઠેર પાણી ભરાયા
આજે મુંબઇમાં ભારે વર્ષાના કારણે જીનજીવન ખોરવાયું હતું. વધુમાં જ્યાં ત્યાં પાણી ભરાતા રેલ, ટ્રેન અને રસ્તાઓ પર વાહનવ્યવહારની મુશ્કેલીઓ મુંબઇગરાઓને થઇ હતી.

નરેન્દ્ર મોદીએ નીકાળ્યો "મોદી એપ"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના નામનો એક એપ જાહેર કર્યો છે. આ એપ દ્વારા યુઝર્સ મોદીથી સ્માર્ટફોનની મદદથી સીધા કનેક્ટ થઇ શકશે. વધુમાં યુઝર્સ મેસેઝ અને ઇમેલ પણ મોકલી શકશે. અને પોતાના સૂચન પણ. વધુમાં નરેન્દ્ર મોદીએ તેમના આ એપની જાહેરાત સોશ્યલ મીડિયા પર કરી હતી. આ એપનું નામ છે "નરેન્દ્ર મોદી મોબાઇલ એપ" જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

લલિત મોદીની કંપની આનંદ હેરિટેઝ સામે કેસ
આઇપીએલ મેચોમાં ધાંધલી અને મેચ ફિક્સિંગના આરોપી એવા લલિત મોદીની મુશ્કેલીઓ દિવસને દિવસે વધી રહી છે. ઇડીએ લલિત મોદીની કંપની આનંદ હેરિટેઝની સામે ફેમા હેઠળ કેસ દાખલ કર્યો છે.

દેશમાં આવી શકે છે બીજી ઇમજન્સી: અડવાણી
દેશમાં ઇન્દિરા ગાંધીના શાસનકાળ બાદ બીજી વાર આવી શકે છે ઇમજન્સી. 25 જૂને જ્યાં આ વાતને 40 વર્ષ પૂરા થવાના છે તે પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ આ આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ભારતની ફરી ક્યારેય ઇમર્જન્સી ના થાપોય તેવું કહી ના શકાય બની શકે કે બીજી વાર પણ આવું બને.

સુષ્મા બાદ વસુંધરાના રાજીનામાની ક્રોંગ્રેસે માંગ કરી
બુધવારે, ક્રોંગ્રેસે લલિત મોદી વિવાદ મામલે સુષ્મા સ્વરાજ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેના પણ રાજીનામાંની માંગ કરી. ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરે કહ્યું કે કેન્દ્ર સરકાર લલિત મોદીને પાછી લાવવા માટે કોઇ પ્રયાસ કેમ નથી કરી રહી? વધુમાં તેમણે વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત દ્વારા લલિત મોદીની કંપનીમાં રોકાણ કરવાના મામલે પણ પ્રશ્ન ઉઠાવ્યો. વધુમાં તેણે કેન્દ્ર સરકાર દ્વારા હાઇકોર્ટમાં લલિત મોદીને ક્લીનચિટ આપવા માટે અપીલ કેમ ના કરી તેવો વેધક પ્રશ્ન પણ કર્યો.

આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનને મળ્યા રાહુલ
બુધવારે, પંજાબના ફતેહગઢમાં આત્મહત્યા કરનાર ખેડૂત સુરજીતના પરિવારને ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી મળવા પહોંચ્યા. તેમણે ખેડૂતના પરિવારજનોને આશ્વાસન આપ્યું.

યોગ દિવસ પર નેવી કરશે વ્યાપક યોગઅભ્યાસ
21 જૂને, આંતરાષ્ટ્રિય યોગ દિવસ નિમિત્તે ભારતીય નૌકા સેના ભારે હર્ષ ઉલ્લાસથી યોગ દિવસની ઉજવણી કરશે. વધુમાં આ દિવસે નૌકા સેના પોતાના જહાજો પર અનોખી રીતે યોગ દિવસની ઉજવણી કરશે.

પ્રજ્ઞાચક્ષુ બાળકો કરી યોગની પ્રેક્ટિસ
અગરતાલામાં આંતરાષ્ટ્રિય યોગ દિવસના પહેલા પ્રજ્ઞાચક્ષુ બાળકોએ યોગની તાલીમ લીધી.

દિલ્હીમાં ક્રોંગ્રેસી કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શન
દિલ્હીમાં પાછલા 3 દિવસથી લલિત મોદી મામલે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ત્યારબાદ વસુંધરા રાજેના રાજીનામાની માંગ સાથે ક્રોંગ્રેસ કાર્યક્રર્તાઓ તીન મૂર્તિ આગળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગુમ થયેલા વિમાનની પાયલોટની પત્નીએ મોદીની મદદ માંગી
ગત 8 જૂને નૌકાદળનું એક યુદ્ધ વિમાન ગુમ થઇ ગયું હતું. ત્યારે બુધવારે, આ વિમાનનીના પાયલોટ એવા એમ.કે સોનીની પત્ની અમૃતા સોનીએ પ્રેસ કોન્ફર્રન્સ યોજી આ અંગે પ્રયાસો તેજ કરવા અને મદદ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સહાય માંગી.

કોલકત્તાની ખાનગી બસમાં અચાનક લાગી આગ
બુધવારે, કોલકત્તાની એક ખાનગી બસમાં અચાનક જ આગ લાગતા ફાયર બ્રિગ્રેડના અધિકારીઓએ ધટના સ્થળે પહોંચ્યા હતા. જો કે આ ધટનામાં કોઇ જાનહાની નહતી થઇ.

મુંબઇમાં ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીના પરિણામો થયા જાહેર
બુધવારે, મુંબઇ ક્રિકેટ એસોસિયેશન (MCA)ની ચૂંટણીમાં એમસીએના વર્તમાન પ્રમુખ અને એનસીપીના પ્રમુખ શરદ પવારે ગત 14 વર્ષોની જેમ આ વર્ષ પણ પોતાનું પદ જાણવી રાખવામાં સફળ થયા. જે બાદ તેમણે કંઇક આ રીતે પોતાની જીતની ખુશી વ્યક્ત કરી.

મમતા મળી ગોરખા જનમુક્તિ મોર્ચાના ચીફને
બુધવારે, દાર્જિંલિંગમાં ગોરખા જનમુક્તિ મોર્ચાના ચીફ બિમલ ગુરુંગ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને મળ્યા.

ચાર અઠવાડિયામાં AIPMTની પરીક્ષા નહીં થાય
સીબીએસઇએ ઓલ ઇન્ડિયા પ્રિ મેડિકલ ટેસ્ટ એટલે કે AIPMTની પરીક્ષા ચાર અઠવાડિયામાં ફરી યોજવાના સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે યાચિકા દાખલ કરીને વધુ સમયની માંગ કરી છે.

મુંબઇ બન્યું સૌથી મોંધુ શહેર
દેશની આર્થિક રાજધાની એવા મુંબઇને ભારતનું સૌથી મોંધુ શહેર બન્યું છે. એટલું જ નહીં તેને અમેરિકાના અને જર્મનીના મોટો મોટા શહેરાને પણ પાછા પાડી દીધા છે. નોંધનીય છે કે એક સર્વ મુજબ મુંબઇનું નામ વિશ્વના સૌથી મોંધા શહેરામાં 74માં નંબરે આવ્યું છે.

સીઆઇડી અધિકારીઓએ કર્યો યોગ રાંચીમાં બુધવારે સીઆઇડી
અધિકારીઓએ સાથે મળીને યોગની પ્રેક્ટિસ કરી.

મુંબઇમાં પણ છવાયો યોગનો જાદુ
મુંબઇમાં પણ આંતરાષ્ટ્રિય યોગ દિવસ અંતર્ગત યુવતીઓએ યોગની પ્રેક્ટિસ કરી.

લાવ એક સેલ્ફી તો ખેંચવા દે
મુંબઇમાં ચોમાસા અને દરિયામાં હાઇ ટાઇટની મઝા માણી રહેલા કેટલાક યુવકો અનોખી રીતે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
