અદાણી મુદ્દે સરકારને ઘેરવા એક સાથે આવશે 18 વિપક્ષી પાર્ટીઓ, જાણો શુું છે આગળની રણનીતિ?
અદાણી કેસને લઈને 18 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક યોજાવા જઈ રહી છે. અહીં આગળની રણનીતિ પર ચર્ચા થશે અને તમામ સાંસદો દ્વારા સહી કરાયેલા પત્ર પ્રસ્તાવ પર પણ ચર્ચા કરશે.
નવી દિલ્હી : આગામી દિવસોમાં અદાણી મુદ્દે સરકારની મુશ્કેલીઓ વધવાના એંધાણ મળી રહ્યા છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર, વિપક્ષી પાર્ટીઓ એક થઈને સંસદમાં અદાણી મુદ્દે સરકારને ઘેરવાની યોજના બનાવી રહી છે.

બજેટ સત્રના બીજા ચરણમાં 13 માર્ચે સંસદમાં ભારે હંગામો થયો હતો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે સંસદને બીજા દિવસ 11 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે. અહીં વિપક્ષ અદાણી કેસમાં જેપીસીની માંગ કરી રહ્યું છે ત્યારે બીજેપી રાહુલ ગાંધીની માફીની માંગ સાથે વિરોધ કરી રહી છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે અદાણી કેસને લઈને 18 વિપક્ષી પાર્ટીઓના નેતાઓની બેઠક યોજાવા જઈ રહી છે. અહીં આગળની રણનીતિ પર ચર્ચા થશે અને તમામ સાંસદો દ્વારા સહી કરાયેલા પત્ર પ્રસ્તાવ પર પણ ચર્ચા કરશે. આ સિવાય ED ઓફિસ સુધી વિરોધ કૂચ પણ યોજવામાં આવી શકે છે. અદાણી કેસને લઈને વિપક્ષો સતત સરકારને ઘેરી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર હજુ સુધી જેપીસીની માંગણી સ્વીકારી નથી રહી.
અદાણી કેસમાં કોંગ્રેસે મુખ્ય મોરચો ખોલ્યો છે અને કેન્દ્ર સરકારને નિશાન બનાવી રહી છે. કોંગ્રેસે બીજેપી પર અદાણીની નીતિ લાગુ કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે હમ અદાણી કે હૈ કૌન શ્રેણીમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એક સમયે અમીરોની યાદીમાં ટોપ-5માં સામેલ અદાણી હવે ટોપ-30માંથી પણ બહાર છે.












Click it and Unblock the Notifications
