18 વર્ષની ટિકટૉક સ્ટારે કરી આત્મહત્યા, છાત્રાના હતા લાખો ફોલોઅર્સ
દિલ્લીમાં 18 વર્ષની ટિકટૉક સ્ટાર એક છાત્રાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે.
દિલ્લીમાં 18 વર્ષની ટિકટૉક સ્ટાર એક છાત્રાએ કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. સોમવારે તેની લાશે કઝિનના રૂમમાંથી મળી. દિલ્લી યુનિવર્સિટીની આ છાત્રાના વીડિયો એપ પર લાખો ફોલોઅર હતા. આ એપને હાલમાં જ સરકારે બેન કરી દીધી છે. તેની આત્મહત્યા જેવા પગલાં ઉઠાવવા પાછળ ટિકટૉક બેન થવાનુ પણ એક કારણ માનવામાં આવી રહ્યુ છે.

છાત્રોની આત્મહત્યા કેસની તપાસ પોલિસે શરૂ કરી દીધી છે પરંતુ હજુ કોઈ સુસાઈડ નોટ નથી મળી. જણાવવામાં આવી રહ્યુ છે કે છાત્રા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતી અને હાલમાં જ ટિકટૉક બેન થયા બાદ વધુ હેરાન થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે છોકરી છેલ્લા 2-3 મહિનાથી ડિપ્રેશનમાં હતી અને સોમવારે પોતાનુ જીવન ખતમ કરી લીધુ. પરિવારે છાત્રાના મોત બાદ પોલિસને સૂચના આપી. પોલિસે છાત્રાનો ફોન પણ કબ્જામાં લીધો છે. તપાસ માટે પોલિસે આવુ કર્યુ છે.
હાલમાં જ ટિકટૉક પર બેન બાદ આત્મહત્યાના કમસે કમ પાંચ આવા કેસ સામે આવી ચૂક્યા છે જેમાંથી આ પગલુ લેવાનુ કારણ આનાથી જોડાયેલુ માનવામાં આવી રહ્યુ છે. 26 જૂને ટિકટૉક સ્ટાર સિયા કક્કડે પણ આત્મહત્યા કરી લીધી હતી. દિલ્લી પોલિસ સિયાના કેસની પણ તપાસ કરી રહી છે. આ અંગે પોલિસ સિયાના સંબંધીઓ, પરિચિતો અને સ્કૂલના દોસ્તો સાથે પૂછપરછ કરી રહી છે. આ બાબતે સિયા કક્કડના મેનેજરની પણ પોલિસ પૂછપરછ કરી ચૂકી છે. સિયા પણ ડિપ્રેશનનો શિકાર હતી. ઉત્તર પ્રદેશના મેરઠમાં પણ એક છાત્રાએ ટિકટૉક બેનથી પરેશાન થઈને આત્મહત્યા કરી લીધી હતી.












Click it and Unblock the Notifications
