કારસેવકો પર ગોળી ચલાવવાનો અફસોસઃ મુલાયમ

એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં મુલાયમ સિંહે કહ્યું કે કારસેવકો પર ગોળી ચલાવવાનો નિર્ણય દુઃખદાયી હતો, પરંતુ તે સમયે તેમની પાસે કોઇ વિકલ્પ નહોતો. દેશની અખંડતા દાંવ પર લાગેલી હતી. મુલાયમે કહ્યું કે, અયોધ્યા વિવાદિત ઢાંચાની ચારેકોર અંદાજે 11 લાખ કારસેવકો જમા થયા હતા. દેશમાં શાંતિ જાળવી રાખવા માટે તે સમયે લેવામાં આવેલો આ એક યોગ્ય નિર્ણય હતો.
આ સાથે જ તેમણે 2014ની ચૂંટણી અંગે પોતાની બાજી ખોલી નથી. પીએમ પદ માટે એસપી કોને સમર્થન કરશે એ અંગેના પ્રશ્ન પર મુલાયમ સિંહે કોઇ સીધો જવાબ આપ્યો નથી, જો કે, તેમણે સંકેત આપ્યા કે એનસીપી ચીફ શરદ પવારને સમર્થન તેઓ કરી શકે છે. મુલાયમે જણાવ્યું કે, શરદ પવાર પીએમ બને છે તો તેમાં ખોટું શું છે? મુલાયમે કહ્યું કે સમાજવાદીપાર્ટી ચૂંટણી પછી જ સમર્થન અંગે નિર્ણય કરશે.












Click it and Unblock the Notifications
