1993 મુંબઇ સીરિયલ બ્લાસ્ટનો આરોપી મુસ્તફા ડોસાની મોત

Posted By:
Subscribe to Oneindia News

1993 મુંબઇ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસનો દોષી મુસ્તફા ડોસાની મોત થઇ ગઇ છે. તેના હદયમાં દુખાવાની ફરિયાદ બાદ જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ તે ડાયાબિટીઝ અને હાઇપરટેન્શનનો દર્દી હતો. 16 જૂને મુંબઇની ટાડા કોર્ટે ડોસાને આરોપી જાહેર કર્યો હતો. અને ટાડા કોર્ટેને તેણે પોતાની હાર્ટ પ્રોબ્લેમ વિષે પણ જણાવ્યું હતું. બ્લાસ્ટ કેસમાં તેને ફાંસીની સજા મળવાની સંભાવના પણ હતી.મુસ્તફા ડોસા માટે મંગળવારે જ સીબીઆઇએ ફાંસીની સજાની માંગણી કરી હતી.

Mustafa Dossa

ડોસાની સાથે ફિરોજ ખાન માટે પણ ફાંસીની સજાની માંગ રાખવામાં આવી હતી. 1993 મુંબઇ સિરિયલ બ્લાસ્ટ મામલે ટાડા કોર્ટમાં જે 7 દોષી આરોપી દોષી જાહેર કર્યા હતા તેમાં મુસ્તફા ડોસાનું નામ પણ સામેલ હતું. મુસ્તફા ડોસાને મુંબઇ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. તેણે આરડીએક્સ જેવા ઘાતક વિસ્ફોટક પદાર્થ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉલ્લેખનીય છે કે 12 માર્ચે 1993 થયેલા મુંબઇ બ્લાસ્ટમાં 257 લોકોની મોત થઇ હતી. અને 713 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટ સ્ટોક એક્સચેન્જ, એર ઇન્ડિયા બિલ્ડિંગ સમેત સી રોક હોટલ જેવી 12 જગ્યાઓએ કરવામાં આવ્યો હતો.

English summary
1993 Mumbai Blasts convict Mustafa Dossa dies.
Please Wait while comments are loading...