મુંબઈમાં ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે 2 કલાક મુલાકાત, જાણો શું વાત થઈ?
એક તરફ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટી ઉથલપાથલના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે હવે બીજી તરફ ગૌતમ અદાણી અને શરદ પવાર વચ્ચે બંધ બારણે 2 કલાકની બેઠક યોજાઈ છે. હવે આ બેઠકે ઘણી ચર્ચાઓને હવા આપી છે.
મુલાકાત માટે ગૌતમ અદાણી મુંબઈમાં શરદ પવારના ઘરે પહોંચ્યા હતા. સુત્રો અનુસાર, અહીં બન્ને વચ્ચે બંધ બારણે બે કલાક કલાક બેઠક થઈ હતી. આ બેઠકને સૂચક માનવામાં આવી રહી છે. હાલમાં શરદ પવારે કહ્યું હતું કે જેપીસી બનાવવાથી કોઈ ફાયદો નહીં થાય, કેમ કે તેમાં બહુમતિમાં સરકારના માણસો હશે.

આ બેઠકમાં બંને વચ્ચે કયા મુદ્દે વાતચીત થઈ તે બહાર આવ્યું નથી. બંનેની મુલાકાતને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. કેટલાક તેને રાજકીય મધ્યસ્થી કહી રહ્યા છે તો કેટલાક તેને અંગત વાતચીત ગણાવી રહ્યા છે. સત્તાવાર નિવેદન બહાર આવ્યા બાદ જ ખબર પડશે કે આ બેઠકનો હેતુ શું હતો?
અહીં તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિપોર્ટ બાદ શરદ પવારે ગૌતમ અદાણી વિરુદ્ધ જેપીસી તપાસ મુદ્દે કરેલી ટિપ્પણીએ મોટી ચર્ચા છેડી હતી. શરદ પવારે આ મામલે JPC તપાસની યોગ્યતા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આમાં મોટાભાગના લોકો સરકારના રહેશે, તેથી તપાસ કરાવવાનો કોઈ ફાયદો નથી
શરદ પવારે સુપ્રીમ કોર્ટની કમિટી દ્વારા તપાસ કરાવવાની માંગણી કરી હતી. જો કે, સોનિયા ગાંધીને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે જો વિપક્ષ મક્કમ છે તો તેમને કોઈ વાંધો નથી.
અદાણી મુદ્દે 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિસર્ચે રિપોર્ટ જારી કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ મહત્વની કંપનીઓ પર મોટુ દેવું છે. અદાણી જૂથ તેની સ્કીમોને પ્રોત્સાહન આપીને શેરબજારને નિયંત્રિત કરી રહ્યું હતું, જે છેતરપિંડી છે. આ રિપોર્ટમાં અદાણી ગ્રૂપની કંપનીઓનું મૂલ્ય 85 ટકાથી વધુ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આના ગ્રૂપ પર સંકટ છે.












Click it and Unblock the Notifications
