બોર્ડર પર સીમાની સુરક્ષા કરતી મહિલા BSF જવાનોની ટુકડી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

મહિલા શક્તિને સલામ

મહિલા શક્તિને સલામ

પશ્ચિમ બંગાળમાં ભારત બાંગ્લાદેશની બોર્ડર પર સીમાની સુરક્ષા કરતી આ મહિલા BSF જવાનોની ટુકડીને સલામ.

LGની જાણ બહાર, દિલ્હીમાં ACBમાં કરવામાં આવી ભર્તી

LGની જાણ બહાર, દિલ્હીમાં ACBમાં કરવામાં આવી ભર્તી

અધિકારીઓની નિયુક્તિને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ નજીબ જંગ ફરી એક નવા વિવાદમાં પડી રહ્યા છે આ વખતે કેજરીવાલે ભષ્ટ્રાચાર નિરોધક શાખા (ABC) માટે બિહારથી 5 પોલિસ અધિકારીની નિયુક્તિ કરી છે તે પણ ઉપરાજ્યપાલની જાણ બહાર.

મોદીએ કહ્યું અચ્છે દીન આ ગયે

મોદીએ કહ્યું અચ્છે દીન આ ગયે

એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારને 100માંથી 100 માર્કે પાસ કરી છે. વધુમાં તેમણે કહ્યું કે તે વાત પણ સ્પષ્ટ કરી છે કે તેમની સરકાર કોઇ પણ જાતિ સાથે ભેદભાવ અને તેના પર હિંસાને સહન નહીં કરે.

મહૂમાં રાહુલ ગાંધીની રેલીનો વિરોધ

મહૂમાં રાહુલ ગાંધીની રેલીનો વિરોધ

આજે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશની એક દિવસીય મુલાકાત પર જશે. જ્યાં તે ડૉ.ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ મહૂમાં એક રેલીને સંબોધિત કરશે. ત્યારે રાહુલની આ રેલીનો વિરોધ આંબેડકર જનભૂમિ સંસ્થાને કર્યો છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી આ જનભૂમિના દર્શન કરી શકે છે પણ અહીં રેલી કરવાની મંજૂરી અમે નથી આપી અને અમે આ રેલીનો વિરોધ કરીએ છીએ.

હજારીબાગ કોર્ટમાં ગેંગવાર, ત્રણની મોત

હજારીબાગ કોર્ટમાં ગેંગવાર, ત્રણની મોત

ઝારખંડના હજારીબાગ સિવિલ કોર્ટમાં નિશાનો એકે 47થી હુમલાવરો કરી ફાયરીંગ. ધાત લગાવી બેઠલા હુમલાવરોએ આરોપી સુશીલ શ્રીવાસ્તવ અને એક વકીલ અને રિયાઝને મારી રફૂ ચક્કર થઇ ગયા. પોલિસ કંઇ સમજે અને પ્રતિક્રિયા કરે તે પહેલા 3 લાશો કોર્ટના પરિસરમાં પડી ચૂકી હતી.

અરુણાનો ગુનેગારને નોકરીને ગામ બન્ને બહાર

અરુણાનો ગુનેગારને નોકરીને ગામ બન્ને બહાર

નર્સ અરુણા શાનબાગના દોષી સોહનલાલ વાલ્મિકીને સોમવારે એનટીપીસી કે જ્યાં તે નોકરી કરતો હતો ત્યાંથી નિકાળવામાં આવ્યો છે. વધુમાં તેના ગામની પંચાયતે પણ તેને ગામમાંથી નીકળવાનું ફરમાન સંભળાવ્યું છે.

RBIએ રેપો રેટ કાપ્યો, વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

RBIએ રેપો રેટ કાપ્યો, વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે

ભારતીય રિર્ઝવ બેંકે આજે રેપો રેટમાં 0.25 ટકા ઘટાડો કર્યો. હવે રેપો રેટ 7.25 ટકા થઇ ગયો છે. આ વાતની જાહેરાત રિઝર્વ બેંકના ગવર્નર રધુરામ રાજને કરી હતી.

રાહુલ ગાંધી મહૂ પહોંચ્યા

રાહુલ ગાંધી મહૂ પહોંચ્યા

ક્રોંગ્રેસ રાષ્ટ્રિય ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે મહૂ પહોંચ્યા. જ્યાં તેમણે ડૉ.ભીમરાવ આંબેડકરના જન્મસ્થળ પર પુષ્પાજંલિ અર્પી. અને ડૉ.ભીમરાવ આંબેડકરની 125મી જયંતવર્ષના સમારંભનો શુભઆરંભ કર્યો. આ ઉપરાંત રાહુલ આજે અન્ય ત્રણ આયોજનમાં ભાગ લઇ રાતે પરત દિલ્હી ફરશે.

બિહારમાં જેડીયુ અને ક્રોંગ્રેસનો સાથ લગભગ નક્કી

બિહારમાં જેડીયુ અને ક્રોંગ્રેસનો સાથ લગભગ નક્કી

ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બિહારના મુખ્યમંત્રીના વખાણ અને સોનિયા ગાંધી અને નિતિશ કુમાર બન્નેની લીલી ઝંડી બતાવ્યા બાદ બિહારમાં આ વખતે જેડીયૂ અને ક્રોંગ્રેસ એકી સાથે ચૂંટણીમાં ઉતરે તેવી શક્યતા વધી ગઇ છે.

શ્રીનગરમાં મોબાઇલ ટાવર પર ગ્રેનેડથી હુમલો

શ્રીનગરમાં મોબાઇલ ટાવર પર ગ્રેનેડથી હુમલો

સોમવારે, શ્રીનગરમાં હબ્બા કડાલ ખાતે બે મોબાઇલ ટાવર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો. આ ધટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. વધુમાં પોલિસે આ ધટનામાં બે શંકાસ્પદ ત્રાસવાદીઓની ધરપકડ કરી છે.

કોલકત્તામાં મોહન બાગાન ટીમનું ભવ્ય સ્વાગત

કોલકત્તામાં મોહન બાગાન ટીમનું ભવ્ય સ્વાગત

સોમવારે, ફૂટબોલની આઇ-લીગનું ટાઇટલ જીતી કોલકત્તા પરત ફરેલી મોહન બાગાન ટીમનું કોલકત્તામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

મુંબઇમાં ONGCના સ્પલાય જહાજમાં લાગી આગ

મુંબઇમાં ONGCના સ્પલાય જહાજમાં લાગી આગ

સોમવારે, મુંબઇમાં ONGCના સ્પલાય જહાજમાં આગ લાગી જતા કોસ્ટલ ગાર્ડે આ આગને પાણીના બંબા દ્વારા ઠારી રહી છે.

બિહારમાં તોફાનના કારણે પીપ બ્રીજ તૂટ્યો

બિહારમાં તોફાનના કારણે પીપ બ્રીજ તૂટ્યો

સોમવારે ભારે તોફાનના કારણે બિહારના દાનપુરમાં આવેલા પીપ બ્રીજ તૂટી ગયો હતો.

આઇઆઇટી મદ્રાસના વિરોધમાં ટ્રેન રોકાઇ

આઇઆઇટી મદ્રાસના વિરોધમાં ટ્રેન રોકાઇ

સોમવારે, કોઇમ્બતુરમાં આઇઆઇટી મદ્રાસ દ્વારા વિદ્યાર્થી સંગઠનને પ્રતિબંધિત કરવાના વિરોધમાં SFIના વિદ્યાર્થીઓએ ટ્રેનો રોકી વિરોધ પ્રદર્શન કર્યું.

દિલ્હીમાં તપતા સૂરજ બાદ વરસાદની ઠંડક

દિલ્હીમાં તપતા સૂરજ બાદ વરસાદની ઠંડક

સોમવારે રાતે દિલ્હીમાં અચાનક જ હવામાને પલટો લીધો. કાળા વાદળો, વંટોળ સાથે આકાશમાં વિજળી ચમકવા લાગી અને લોકોને વરસાદની ઠંડક આપતી ગઇ. જે આટલા દિવસથી ગરમીમાં તપતા નાગરિકો સામે અમૃત સમાન હતી.

આજે તેલંગાનાનો રાજ્ય દિવસ

આજે તેલંગાનાનો રાજ્ય દિવસ

તેલંગાનાના પ્રથમ ફોર્મેશન દિવસની ઉજવણી નિમિત્તે આજે સિંકદરાબાદમાં તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ પેરેડની સલામી લઇ રહ્યા છે.

15 જૂન બાદ બીએસએનએલ મોબાઇલ થશે રોમિંગ ફ્રી

15 જૂન બાદ બીએસએનએલ મોબાઇલ થશે રોમિંગ ફ્રી

દિલ્હીમાં આજે કેન્દ્રિય દૂરસંચાર પ્રધાન રવિશંકર પ્રસાદે તેમના એક વર્ષના કાર્યકાળના લેખાજોખા લોકો સમક્ષ રજૂ કર્યા. વધુમાં તેમણે 15મી જૂનથી દેશભરમાં BSNL ફોન રોમિંગ ફ્રી કરવાની જાહેરાત પણ કરી.

એલજીને મળ્યો ગૃહ મંત્રાલયનો સાથ

એલજીને મળ્યો ગૃહ મંત્રાલયનો સાથ

ACBમાં બિહારના પોલિસ અધિકારીની ભર્તી મામલે ઉપરાજ્યપાલ નવાઝ જંગનો સાથ આપ્યો કેન્દ્ર સરકારે. કેન્દ્ર સરકારે કહ્યું કે ACBના બોસ છે ઉપરાજ્યપાલ. વધુમાં મનીષ સિસોદિયા અને નજીબ વચ્ચે આજે એક મુલાકાત પણ થઇ. જેમાં નજીબ જંગ સ્પષ્ટ કર્યો કે ACB તેના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X