જમ્મુ અને કાશ્મીરઃ અવંતીપોરમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા
જમ્મુ અને કાશ્મીરઃ અવંતીપોરમાં સુરક્ષાબળોએ બે આતંકીઓને ઠાર માર્યા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે મંગળવારે સવારે અવંતીપોરા વિસ્તારમાં સુરક્ષાબળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ જેમાં બે આતંકીઓ ઠાર મરાયા, એક આતંકીની ઓળખ લશ્કરના આતંકી ઉફૈદ ફારુદ લોનના રૂપમાં થઈ છે, તેની પાસેથી વિશાળ માત્રામાં હથિયાર અને ગોળા-બારુદ જપ્ત થયું છે. બીજો આતંકી જૈશનો જણાવવામાં આવી રહ્યો છે. પોલીસને શક છે કે વિસ્તારમાં હજુ પણ વધુ આતંકીઓ છૂપાયા હોય શકે છે, માટે આર્મી સર્ચ અભિયાન ચલાવી રહી છે.

જણાવી દઈએ કે અગાઉ પાછલા મહિનાની 28મી તારીખે જ ગાંદરબલ વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે 36 કલાક સુધી અથડામણ ચાલી હતી, જેમાં છ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા, જેમાંથી ત્રણ પાકિસ્તાનના હતા. આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયો હતો, જ્યારે બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા.
10 ઓક્ટોબરથી કાશ્મીર ફરવા જઈ શકે છે પર્યટકો
અગાઉ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક કાશ્મીર ઘાટીમાં યાત્રીઓ માટે ગૃહ વિભાગના નિર્દેશો પર જાહેર કરવામાં આવેલ ટ્રાવેલ એડવાઈઝરી તત્કાળ પ્રભાવથી હટાવી દીધી છે. તેમણે આ ફેસલો સોમવારે બોલાવેલ સમીક્ષા બેઠકમાં લીધો. રાજ્યપાલે નિર્દેશ આપ્યો કે પર્યટકોને ઘાટી છોડવાની ગૃહ વિભાગની એડવાઈઝરીને રદ્દ કરવામાં આવી રહી છે. 10 ઓક્ટોબરથી આ આદેશ લાગૂ થશે. જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટતા પહેલાં આ ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
