પુલવામાના ત્રાલમાં સેનાએ માર્યા 2 આતંકીઓને, કુલ આંકડો 102 થયો

Posted By:
Subscribe to Oneindia News

શનિવારે સુરક્ષાદળોએ સાઉથ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં બે આંતકીઓને મોતના ઘાટ ઉતાર્યા. પુલવામાના ત્રાલમાં થયેલા આ એન્કાઉન્ટમાં પહેલા સુરક્ષાદળોએ આંતકીઓ અંગે માહિતી આપી હતી જે પછી અહીં એનકાઉન્ટર કરવામાં આવ્યું છે. સુરક્ષાદળોએ ત્રાલના સતોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોને અહીં પર આંતકી હોવાની જાણકારી મળતા હતી. જે પછી આંતકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. અને હાલ અહીં ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ 102 આતંકીઓને મારી નાંખ્યા છે.

army

સાથે જ જાન્યુઆરીથી જુલાઇની વચ્ચે માર્યા ગયેલા આંતકીઓની સંખ્યા પાછલા સાત વર્ષોમાં સૌથી વધારે છે.
એટલું જ નહીં એનકાઉન્ટર જે વિસ્તારમાં સૌથી વધુ થયા છે તે વિસ્તારો સાઉથ કાશ્મીરમાં જ આવેલા છે. જેમ કે પુલવામા, શોપિંયા અને અનંતનાગ જિલ્લામાં સૌથી વધુ એનકાઉન્ટર થયા છે. આ સિવાય નોર્થ કાશ્મીરમાં બાંદીપોર અને કુપવાડા તથા સેન્ટ્ર કાશ્મીરમાં બડગામ જિલ્લામાં એનકાઉન્ટર કરવામાં આવ્યા છે. આ જાણકારી એક પોલીસ અધિકારીએ આપી છે. આ પહેલા ગુરુવારે એનએસએ અજિત ડોવાલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યા છે ક તે કાશ્મીરમાં કોઇ પણ આતંકીને હવે જીવતો નહીં છોડે.

English summary
2 terrorists killed in Tral South Kashmir in an encounter.
Please Wait while comments are loading...