ઉજ્જૈનમાં 2000 મુસ્લિમો ભાજપમાં જોડાયા

ઉજ્જૈનના મુસ્લિમ સામાજિક કાર્યકર સયીદ તારિક અલીએ જણાવ્યું હતું કે ભાજપની કાર્યશૈલી અને વિચારધારાથી પ્રેરાઇને અગાઉ કોંગ્રેસ સાથે સંકળાયેલા અંદાજે 2000 મુસ્લિમ કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા મુસ્લિમ કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર તોમર અને ઉપ પ્રમુખ રઘુનંદન શર્મા તથા ડિવિઝનલ ઓર્ગેનાઇઝિંગ સેક્રેરેટરી રાકેશ ડાગોરની હાજરીમાં સભ્ય ફોર્મ ભર્યા હતા.
આ પ્રક્રિયા પૂરી થયા બાદ નાગઝિરીથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે કોઠી રોડ ખાતે આવેલા અભિનંદન પરિસર ખાતે સમાપ્ત થઇ હતી. આ રેલી સમાપ્ત થયા બાદ કાર્યકરોએ 1 વાગે સભ્યપદની કામગીરી પૂર્ણ કરી હતી.












Click it and Unblock the Notifications
