2018 C-Voter Survey : 335 સીટો સાથે NDA ફરી આવશે સત્તામાં?

સી વોટર્સ સર્વે પોલ 2018 મુજબ ભાજપ ફરી એક વાર આટલી સીટો સાથે આવી શકે છે સત્તામાં. જાણો આ અંગે વધુ અહીં.

જો આજની તારીખમાં પણ ચૂંટણી થાય તો ફરી એક વાર દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી જ સરકાર આવશે. સી-વોટર સર્વે મુજબ પીએમ મોદી, જીએસટી, નોટબંધી, હજબંધી જેવા અનેક વિવાદો અને વિરોધ પછી પણ ખૂબ જ સરળતાથી કોંગ્રેસ અને રાહુલ ગાંધીને હરાવી શકે છે. આ સર્વેક્ષણ, સી વોટર દ્વારા ગત 22 વર્ષોમાં ભારતમાં કરેલા સૌથી મોટા અને નિશ્ચિત સ્વતંત્ર નમૂનાના સર્વેક્ષણ ટ્રેકર શૃંખલા પર આધારિત છે. ડિસેમ્બર 2017ના ત્રીજા સપ્તાહથી જાન્યુઆરી 2018ના ત્રીજા સપ્તાહ સુધી આયોજીત કરેલા સર્વે છે. જેમાં 10,000 થી વધુ લોકો સમાલે છે. 66 ટકા ઉત્તરદાતાઓએ તેમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે.અને ખાલી 28 ટકા લોકોએ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે રજૂ કર્યા છે. સાથે જ 6 ટકા લોકોએ ઉપરોક્તમાંથી કોઇ પણ નહીંને પસંદ કર્યા છે.

modi and rahul

સર્વેક્ષણમાં જવાબ આપનાર લોકોએ પીએમ મોદીને રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, નીતિશ કુમાર, મમતા બેનર્જી અને મુલાયમ સિંહ કરતા વધુ સારા વડાપ્રધાન તરીકે ઉપયુક્ત ઉમેદવાર માન્યા છે. મોદીને 62.7 લોકોએ વડાપ્રધાન તરીકે પસંદ કર્યા છે. ત્યાં જ 12.6 ટકા લોકોએ રાહુલ ગાંધીને પસંદ કર્યા છે. તો 4.4 ટકાએ કહ્યું છે કે સોનિયા ગાંધીને તે વડાપ્રધાન તરીકે પસંદ કરી રહ્યા છે. તો 4.3 ટકા લોકો મનમોહન સિંહને વળી પાછા વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. વળી 1.6 ટકા લોકોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું પણ સમર્થન કર્યું છે. 1.5 ટકા લોકોએ નીતિન કુમાર તો 1.7 ટકા લોકોએ માયવતી તથા 5 ટકા લોકોએ મુલાયમ સિંહ યાદવ પર પસંદગી ઉતારી છે. સી વોટર્સના આ સર્વેમાં બહાર આવ્યું છે કે આવનારા લોકસભા ચૂંટણીમાં ભાજપની અને મોદી સરકારની ફરી એક વાર અદ્ધભૂત જીત થશે. સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે એનડીએને 335 સીટો મળી શકે છે. તો યુપીએને લોકસભામાં 89 સીટો જ મળવાની આશા સર્વેમાં બહાર આવી છે. જેમાંથી 29 સીટો વધારો જોવા મળ્યો છે. કારણ કે 2014ના લોકસભા ચૂંટણીમાં 44 સીટો મળવાની વાત કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X