For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણી પહેલા બીજા એક સાથીએ છોડ્યો ભાજપનો સાથ

2019 ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપને બીજો એક ઝટકો લાગ્યો છે. પક્ષના જ બીજા એક સહયોગી પક્ષે અલગ ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

2019 ના લોકસભા ચૂંટણી પહેલા ભાજપને બીજો એક ઝટકો લાગ્યો છે. પક્ષના જ બીજા એક સહયોગી પક્ષે અલગ ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે. પહેલા શિવસેના, બાદમા તેલુગુદેશમ પક્ષ અને હવે ત્રિપુરાની આઈપીએફટીએ 2019 લોકસભા ચૂંટણીમાં એકલા ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ એ જ પક્ષ છે જેણે હાલમાં ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે ચૂંટણી લડી હતી અને 25 વર્ષના ડાબેરીઓના શાસનને ઉખાડી ફેંકવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને ઝટકો

ત્રિપુરામાં મહત્વની રાજકીય પાર્ટી ઈન્ડીજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) એ આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપથી અલગ ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આઈપીએફટીએ જણાવ્યુ કે ભાજપે ત્રિપુરાની બે લોકસભા સીટો માટે નેતાઓના નામ તેમની સાથે ચર્ચા કર્યા વિના કરી લીધા. પક્ષના આ નિર્ણય બાદ તેમને મજબૂરીથી ભાજપથી અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લેવો પડ્યો.

2019 માં એકલા ચૂંટણી લડશે આઈપીએફટી

2019 માં એકલા ચૂંટણી લડશે આઈપીએફટી

બીજી તરફ ભાજપે દાવો કર્યો છે કે તેમનું આઈપીએફટી સાથે ગઠબંધન આ વર્ષે થયેલ વિધાનસભા ચૂંટણી માટે જ બસ એક વાર માટે જ હતુ. આઈપીએફટી અને ભાજપે ત્રિપુરામાં આ વર્ષે થયેલ વિધાનસભા ચૂંટણી પહેલા ગઠબંધન કર્યુ હતુ. જાન્યુઆરીમાં થયેલ ચૂંટણી પૂર્વ ગઠબંધન સાથે બંને દળો મેદાનમા ઉતર્યા અને આ ગઠબંધનમા રાજ્યમાં 25 વર્ષથી ચાલી રહેલ ડાબેરી શાસનને ઉખાડી ફેંક્યુ.

આ વર્ષે ત્રિપુરા ચૂંટણીમાં આવ્યા હતા સાથે

આ વર્ષે ત્રિપુરા ચૂંટણીમાં આવ્યા હતા સાથે

જો કે ચૂંટણીના પરિણામો બાદ જ બંને પક્ષો વચ્ચે અંતર વધવા લાગ્યુ હતુ. આ દરમિયાન ઘણા એવા મામલા આવ્યા જેમાં બંને પક્ષ એકબીજા સામે જોવા મળ્યા. ગયા વર્ષે એક પત્રકારના મોત મામલે સીબીઆઈએ ત્રણ આઈપીએફટી નેતાઓ સામે કેસ ફાઈલ કર્યો. આમાં એક ધારાસભ્ય પણ શામેલ છે. આ ઉપરાંત ભાજપે 2019 માં ત્રિપુરની બે લોકસભા સીટો માટે નેતાઓના નામ તેમની સાથે ચર્ચા કર્યા વિના લીધુ. આનાથી પણ નારાજ હતા. આના કારણે પક્ષે અલગ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો.

English summary
2019 Lok Sabha Elections: Big jolt for BJP, In Tripura IPFT announced to contest elections alone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X