ખેડૂતની મોત માટે આખારે કોણ જવાબદાર?
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ખેડૂતની મોત માટે આખારે કોણ જવાબદાર?
નવી દિલ્હીમાં જંતર મંતર ખાતે આપની કિસાન રેલીમાં ગજેન્દ્ર સિંહ નામના ખેડૂતની મોત થઇ. આ ઘટના બાદ આપ, ભાજપ અને ક્રોંગ્રેસ જ્યાં એક બીજા પર દોષા રોપણ કરવામાંથી ઉંચા નથી આવી રહ્યા ત્યારે સવાલ તે ઉભો થાય છે કે એક જાહેર સભામાં એક વ્યક્તિ ઝાડ પર ચઢીને આત્મહત્યા કરીલે તે માટે જવાબદાર કોણ? ત્યારે હાલ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્સને સોંપવામાં આવી છે.

સંસદમાં ગજેન્દ્રની આત્મહત્યા પર મૌન
કાલે દિલ્હીમાં આપની કિસાન રેલી વખતે આત્મહત્યા કરનાર ખેડૂત ગજેન્દ્ર સિંહની મોત પર આજે સંસદની શરૂઆત થતા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

મોદીએ કહ્યું દરેક ખેડૂતનું જીવન આપણા માટે મહત્વનું છે
સંસદમાં ખેડૂત ગજેન્દ્ર સિંહની આત્મહત્યા મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું કે ખેડૂતોની મૃત્યુ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે દેશમાં ખેડૂતોના જીવનથી વધુ કશુંજ મૂલ્યવાન નથી. તો બીજી તરફ ગૃહપ્રધાન રાજનાથ સિંહે આ મામલે દિલ્હી પોલિસનો બચાવ કરતા કહ્યું કે ત્યાં આમ આદમીના કેટલાક લોકો ગજેન્દ્ર સિંહને આત્મહત્યા કરવા ઉક્સાવી રહ્યા હતા.
|
ગજેન્દ્ર સિંહ પરિવારે આપ પર મૂક્યો આરોપ
આપ કિસાન રેલીમાં માર્યા ગયેલ ખેડૂત ગજેન્દ્ર સિંહના પરિવારજનોએ કહ્યું કે ગજેન્દ્ર સિંહને તેવી કોઇ આર્થિક સમસ્યા નહતી જેના કારણે તેને આત્મહત્યા કરવી પડે. વધુમાં તેના પરિવારે કહ્યું કે અમને પ્રાપ્ત થતી માહિતી મુજબ તે છેલ્લે આપ ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના સંપર્કમાં હતો.

ભાજપે પણ દિલ્હીમાં કાઢી વિરોઘ રેલી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર સામે આજે ભાજપે પણ વિશાળ રેલી નિકાળી કાલે કિસાન રેલીમાં આત્મહત્યા કરેલ ખેડૂત ગજેન્દ્ર સિંહની મોતનો વિરોધ કર્યો હતો. બીજેપીના દિલ્હી ચીફ સતિશ ઉપાધ્યાયની આગેવાનીમાં આ રેલી નીકળી હતી.

ક્રોંગ્રેસ અને ભાજપનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ
તો બીજી તરફ ગજેન્દ્ર સિંહની મોત દિલ્હીમાં એક રાજનૈતિક રૂપ લઇ ચૂકી છે. આજે ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્હીના નિવાસ સ્થાન પર આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને તેમના પૂતળા બાળ્યા.

દિલ્હીમાં ઇમારત પડી ભાંગતા બેની મોત
બુધવારે એક ત્રણ માળની ઇમારત પડી જતા એક બાળક અને એક વ્યક્તિનું મોત થયું છે અને નવ જેટલા લોકો ગંભીર રીતે ધાયલ થયા છે. ત્યારે આ ફોટામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

બિહારના પૂર્ણિયામાં તોફાનનો તાંડવ
મંગળવાર રાત્રે બિહારના પૂર્ણિયામાં આવેલા ભયંકર તોફાનમાં અત્યાર સુધીમાં 50 લોકોની મોત થઇ છે અને 150 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં જાનમાલને પણ મોટું નુક્શાન થયું છે. ત્યારે આ ફોટામાં એક કદાવર ઝાડ જે રીતે જમીનદોસ્ત થયું છે તે આ ચક્રવાતની ભયાવહતા બતાવે છે.

માલગાડી પાટા પરથી ઉતરી
સતારાના અદકરી ગામમાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઇ. જો કે આમાં કોઇ પણ જાનહાની નથી થઇ.

હૈદરાબાદમાં કાર અકસ્માત
હૈદરાબાદમાં બુધવારે એક કાર ડિવાડર સાથે અથડાયા બાદ તેમાં અચાનક જ આગ લાગી ગઇ અને તે ભડભડ બળવા લાગી.

અસ્થાઇ શિક્ષકોએ જમ્મુમાં નેતાજીને રોક્યા
જમ્મુમાં બુધવારે અસ્થાઇ શિક્ષકોએ પોતાની માંગ સાથે બીજેપી સાંસદ અને વિભાન સભાના સ્પીકર કાવીન્દ્ર ગુપ્તાની ગાડીને રોકી વિરોધ પ્રદર્શન કર્યું.

શ્રીનગરમાં સરકારની નવી ભર્તી નિતિનો વિરોધ
શ્રીનગરમાં બુધવારે સ્વતંત્ર સાંસદ અબ્દુલ રશીદે અને તેમના સર્મથકોએ સરકારની નવી ભર્તી નિતીનો વિરોધ કરવા શ્રીનગરના રેજીડેન્સી રોડ પર એક વિરોધ પ્રદર્શન નીકાળ્યું.

મેચમાં વરસાદ પાડ્યો ભંગ
વિશાખાપટ્ટનમમાં સનરાઇઝ હૈદરાબાદ અને કોલકત્તા નાઇટ રાઇટર્સ વચ્ચે આઇપીએલ મેચની શરૂઆતમાં વરસાદ પાડ્યો ભંગ. જો કે ત્યારબાદ મેચ ચાલી રહી હતી અને સનરાઇઝ હૈદરાબાદે આ મેચમાં શાનદાર જીત મેળવી હતી.

બેંગ્લોરમાં દોડી સૂર્ય કાર
બેંગ્લોરમાં મનિપાલ ઇનસ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ બુધવારે "સર્વે" નામની સોલર ઇલેક્ટ્રિક રોડકાર લોકો સમક્ષ મૂકી.

હેપ્પી બર્થ ડે ડિયર અર્થ
મિર્ઝાપુરની શાળાના વિદ્યાર્થીઓએ "વર્લ્ડ અર્થ ડે" પર પૃથ્વીને કહ્યું હેપી બર્થ ડે. એટલું જ નહીં તેમણે કેક કાપીને આની ઉજવણી પણ કરી. વધુમાં આ દ્વારા આ નાનાભૂલકાઓને પૃથ્વીનું મહત્વ પણ શિક્ષકો દ્વારા સમજાવવામાં આવ્યું.

ગુરગાંવમાં વર્લ્ડ અર્થ ડેની ઉજવણી
તો બીજી તરફ ગુરગાંવમાં વર્લ્ડ અર્થ ડે નિમિત્તે શાળાની વિદ્યાર્થીઓએ પોતાના ચહેરા પર સેવ અર્થ રંગાવીને અનોખી રીતે આ દિવસની ઉજવણી કરી અને આ અંગે લોકોને જાગૃત કર્યા.'












Click it and Unblock the Notifications
