ભારતે પાકિસ્તાનને આપ્યો રાત્રે 12 વાગ્યા સુધીનો સમય
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પરણિત લોકો વધારે કરે છે આત્મહત્યા-એનસીઆરબી
એક રિપોર્ટમાં એવું તારણ સામે આવ્યું છે કે દેશમાં અપરણિત લોકો કરતા અપરણિત લોકોમાં આત્મહત્યા કરવાનું પ્રમાણ વધારે છે.

વેંકૈયા નાયડૂની પાક.ને સલાહ
શહેરી વિકાસ મંત્રી વેકૈયા નાયડૂએ પાકિસ્તાનના વલણ પર હુમલો કરતા જણાવ્યું કે તમામ પાડોશી દેશોની સાથે ભારત સારા સંબંધ ઇચ્છે છે, પરંતુ પાકિસ્તાન જો ઉશ્કેરવાની કાર્યવાહી કરે છે તો ભારત મોતોડ જવાબ આપશે.

પાક.ને રાત્રે 12 વાગ્યા સુધીનો સમય
એનએસએ સ્તરની વાતચીત માટે ભારતે પાકિસ્તાનને આજે રાત્રે 12 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાનની પાસે રાત્રે 12 વાગ્યા સુધીનો સમય છે એ વાતનો જવાબ આપવા માટે કે એનએસએની વાર્તા માટે આવવું છે કે નહીં.

એરટેલનો ઉબેર સાથે સમજૂતી
ભારતી એરટેલે ઓનલાઇન ટેક્સી સેવા કંપની ઉબેરની સાથે સમજૂતી કરી છે, જે હેઠળ ગ્રાહક એરટેલની મોબાઇલ વોલેટ સેવા એરટેલ મનીથી ઉબેરની સેવાઓ માટે ભુગતાન કરી શકે છે. કંપનીએ આ જાણકારી શુક્રવારે આપી છે.

મોદીમાં સામાન્ય શિષ્ટાચાર પણ નથી: નીતિશ
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે મોદીમાં સામાન્ય શાલીનતા અને શિષ્ટાચાર સુદ્ધા નથી.

શ્રીનગરમાં તિરંગાનું અપમાન
ઝુમેની નમાઝ બાદ શુક્રવારે શ્રીનગરમાં એક પ્રદર્શન દરમિયાન કેટલાંક યુવકોએ તિરંગો સળગાવ્યો અને આતંકવાદી સંગઠન આઇઆઇએસઆઇએસ અને પાકિસ્તાનનો ઝંડો લહેરાવ્યો. ત્યારબાદ પ્રદર્શનકારીઓ અને સુરક્ષાદળોમાં અથડામણ થઇ ગઇ.

એક પરફેક્ટ કપલ્સના શું છે કડવા સત્ય, આવો જાણીએ!













Click it and Unblock the Notifications
