નથી અટકી રહી કોરોના વાયરસની ગતિ, એક દિવસમાં મળ્યા 24882 નવા દર્દી

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ એક વાર ફરીથી ડરાવવા લાગ્યા છે.

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ એક વાર ફરીથી ડરાવવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે કોરોના વાયરસ સાથે જોડાયેલ આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 24,882 નવા દર્દી મળ્યા છે. આ ઉપરાંત આ દરમિયાન 140 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસ વધીને 1,13,33,728 અને મૃતકોની સંખ્યા 1,58,446 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અમુક દિવસોમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં અચાનક વધારો થયો છે જેના કારણે ઘણા વિસ્તારોમાં લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે.

coronavirus

આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધી દેશભરમાં કોરોના વાયરસના 1.09,73,260 દર્દી રિકવર થયા છે જેમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન રિકવર થનાર દર્દીઓની સંખ્યા 19,957 છે. દૈનિક કેસોમાં વધારાના કારણે કોરોના વાયરસના સક્રિય કેસો પણ વધીને 2,02,022 થઈ ગયા છે. દેશમાં હાલમાં કોરોના વાયરસ રસીકરણ અભિયાનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં અત્યાર સુધી 2,82,18,457 લોકોને કોરોના વાયરસની વેક્સીન આપવામાં આવી ચૂકી છે.

દિલ્લીમાં પણ ડરાવી રહ્યા છે કોરોના વાયરસના આંકડા

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર બાદ દિલ્લીમાં પણ કોરોના વાયરસનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યુ છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના વાયરસના 431 નવા કેસ મળ્યા જે છેલ્લા 2 મહિના દરમિયાન સૌથી વધુ કેસ છે. આ પહેલા ગુરુવારે કોરોના વાયરસના 409 દર્દી, બુધવારે 370 દર્દી અને મંગળવારે 320 દર્દી મળ્યા હતા.

સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક ખૂબ જરૂરી

આરોગ્ય વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અચાનક વધેલા કોરોના વાયરસના આ કેસોનુ કારણ લોકોનુ નિયમો પ્રત્યે બેદરકાર થવાનુ છે. લોકોએ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરીને સાર્વજનિક જગ્યાએ માસ્ક પહેરવુ જોઈએ. આરોગ્ય વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે જો લોકોએ કોરોના વાયરસ માટે સાવચેતી ન રાખી તો દિલ્લીની હાલત પણ મુંબઈ અને મહારાષ્ટ્ર જેવી થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X