હવે સોનાનુ માસ્ક પણ આવી ગયુ, 25 ગ્રામ છે વજન, આ રાજ્યમાં મળશે, જાણો કિંમત
દિલ્હી-ગુરુગ્રામ જેવા ભારતના મોટા શહેરોમાં કોરોના રોગચાળો ફરી દેખાઈ રહ્યો છે. જેના કારણે દિલ્હી, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બિહારમાં પણ, જે સૌથી વધુ વસ્તીવાળા રાજ્યોમાંનું એક છે
દિલ્હી-ગુરુગ્રામ જેવા ભારતના મોટા શહેરોમાં કોરોના રોગચાળો ફરી દેખાઈ રહ્યો છે. જેના કારણે દિલ્હી, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. બિહારમાં પણ, જે સૌથી વધુ વસ્તીવાળા રાજ્યોમાંનું એક છે, મહાનગરોમાં લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગોલ્ડ માસ્ક પટનામાં મળશે
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને આ દિવસોમાં જ્વેલરીથી લઈને કપડા સુધી ઘણી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. સોનાના માસ્કની જેમ! શું તમે ક્યારેય ક્યાંય સોનાનુ માસ્ક જોયુ છે? કદાચ તે જોયું નહીં હોય, કારણ કે તે હમણાં જ આવ્યુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પેરાશૂટ થ્રેડથી બનેલુ ગોલ્ડ-માસ્ક 20 વર્ષ સુધી પહેરી શકાય છે.

"આ નવો ટ્રેન્ડ છે, બીજું ઘરેણુ આવ્યું"
આ ગોલ્ડ માસ્ક જ્ઞાન ભવન પટના ખાતે આયોજિત જ્વેલરી પ્રદર્શનમાં છે. એસએલ ગોલ્ડના જયંત સોનીએ આ વિશે જણાવ્યું કે, આ નવો ટ્રેન્ડ છે. સોનીએ કહ્યું- હવે લગ્નની સિઝનમાં 'ગોલ્ડન માસ્ક' બીજા ઘરેણાના રૂપમાં આવ્યુ છે. પટનામાં જ જ્વેલરી પ્રદર્શન દરમિયાન આવા માસ્ક માટે 3 ઓર્ડર મળ્યા છે.

દાવો- 20 વર્ષ સુધી પહેરી શકશે
એક્ઝિબિશનમાં ગોલ્ડ માસ્ક પ્રદર્શિત કરી રહેલા એસએલ ગોલ્ડના જયંત સોનીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના માસ્ક સોનાના મણકાને દોરાથી બાંધીને બનાવવામાં આવ્યુ છે. તેમણે કહ્યું કે, તમે જોઈ શકો છો કે 22 કેરેટ સોનાથી બનેલા આ માસ્કમાં પેરાશૂટ થ્રેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને એક કંપનીએ તેને લોન્ચ કર્યું છે.

કેટલી કિંમતે ખરીદી શકાય છે?
આ ગોલ્ડ માસ્કના ઘણા પ્રકાર છે. ઉદાહરણ તરીકે, 25 ગ્રામ સોનાના માસ્કની કિંમત 2.75 લાખ રૂપિયા છે. તેવી જ રીતે 15 ગ્રામ માસ્કની કિંમત 70 હજાર અને 20 ગ્રામ માસ્કની કિંમત 1.20 લાખ રૂપિયા છે.
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ઝોમેટોમાં ખાવાનું મંગાવનારાને ઝટકો, પ્લેટફોર્મમાં આટલો વધારો












Click it and Unblock the Notifications
