ચાર ભાજપ નેતાઓએ ઉડાડી બીજેપીની ઊંધ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ચાર ભાજપ નેતાઓએ ઉડાડી બીજેપીની ઊંધ

ચાર ભાજપ નેતાઓએ ઉડાડી બીજેપીની ઊંધ

ભષ્ટ્રાચાર મુક્ત અને સુશાસનનો દાવો કરનાર નરેન્દ્ર મોદીની સરકારને હાલ ભારે વિવાદોના સામનો કરવો પડી રહ્યો છે. લલિત મોદી વિવાદે જ્યાં કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની મુશ્કેલીઓ વધારી છે. ત્યાં જ નકલી ડિગ્રી મામલે કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીએ નવા વિવાદો ઊભા કર્યા છે. વધુમાં મહારાષ્ટ્રના રાજ્ય પ્રધાન પંકજા મુંડે પર પણ બાળકોના નાસ્તા અને પુસ્તકોની ખરીદી પર ટેન્ડર વગર 206 કરોડ રૂપિયાનો ઓર્ડર આપવાનો આરોપ લાગ્યો છે.

મોદીએ કરી સ્માર્ટી સીટી સમેત ત્રણ યોજનાની જાહેરાત

મોદીએ કરી સ્માર્ટી સીટી સમેત ત્રણ યોજનાની જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્રએ આજે દિલ્હી ખાતે સ્માર્ટ સીટી સહિત 4 લાખ કરોડ રૂપિયાની રાશિવાળી 3 મોટી યોજનાઓની જાહેરાત કરી. જે અર્બન ભારતની કાળાકલ્પ કરવામાં મદદરૂપ થશે. જેમાં 100 શહેરોને સ્માર્ટ સીટી બનાવાના, 500 શહેરોમાં શહેરી વિકાસ અને પુનઉદ્ધાર કરવા અટલ મિશન (અમૃત પ્રોજેક્ટ) અને 2022 સુધી બધાને આવાસ મળે તે યોજનાને સામેલ કરવામાં આવી છે.

મોદીએ ઇમરજન્સીને લોકશાહી પણ લાગેલ કાળો ધબ્બો કહ્યો

મોદીએ ઇમરજન્સીને લોકશાહી પણ લાગેલ કાળો ધબ્બો કહ્યો

આજે, 25 જૂન 2015ના રોજ દેશમાં ઇમરજન્સીને 40 વર્ષ પૂરા થયા. નોંધનીય છે કે 40 વર્ષ પહેલા ઇન્દિરા ગાંધીએ લોકશાહી પર ઇમરજન્સી થોપી હતી. ત્યારે ટ્વિટરના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપાતકાલને ભારતીય લોકતંત્ર પર લાગેલો કાળો ધબ્બો કહ્યો. વધુમાં તેમણે સમાજવાદી વિચારક જયપ્રકાશ નારાયણને યાદ કરીને લખ્યું કે તે અને તેમના જેવા અનેક ભારતીય નાગરિકોએ તેનો વિરોધ કર્યો જેના લીધે આપણું લોકતંત્ર બચી શક્યું છે.

ભારતમાં હવે ઇમરજન્સી શક્ય જ નથી : જેટલી

ભારતમાં હવે ઇમરજન્સી શક્ય જ નથી : જેટલી

કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ઇમરજન્સી વિવાદ મામલે ટિપ્પણી કરતા કહ્યું કે હવે ભારતમાં તાનાશાહી કે ઇમરજન્સી લાદવી શક્ય જ નથી. વધુમાં તેમણે કહ્યું કે આજે મીડિયા પર સેન્સરશીપ લગાવી શક્ય નથી.

કોઇ પણ મંત્રી રાજીનામું નહીં આપે: રાજનાથ

કોઇ પણ મંત્રી રાજીનામું નહીં આપે: રાજનાથ

ભાજપના ચાર ચાર નેતાઓ પર વિવિધ આરોપો લાગ્યા બાદ અને વિપક્ષ દ્વારા આ વાતોના ભારે વિરોધ કરવા છતાં પણ ભાજપ વિપક્ષને દરેક મોર્ચે જવાબ આપવાનું નક્કી કર્યું છે. વધુમાં કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહ પણ કહ્યું કે તપાસ પૂરી ના થાય ત્યાં સુધી કોઇ પણ મંત્રીનું રાજીનામું નહીં આપે.

દક્ષિણ કાશ્મીરમાં પૂર, એલર્ટ જાહેર

દક્ષિણ કાશ્મીરમાં પૂર, એલર્ટ જાહેર

સતત વરસતા ભારે વરસાદના કારણે ઝેલમ, લિદ્દર અને વેશ્યુ નદીમાં પૂર આવ્યું છે. દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં ત્રાલમાં એક પુલ તૂટતા અનેક ગામમાં પાણી ભરાઇ ગયા છે. જે બાદ પ્રશાસને રાહત અને બચાવ કાર્યક્રમ શરૂ કર્યો છે.

JDU વિધાયક અનંત સિંહ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

JDU વિધાયક અનંત સિંહ 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

અપહરણ બાદ એક યુવકની હત્યાના મામલે ચર્ચામાં આવેલા બાહૂબલી જેડૂયુ નેતા અનંત સિંહની પોલિસે બુધવારે સાંજે ધરપકડ કરી હતી. વધુમાં પોલિસે તેમના ઘરની પણ તપાસ કરી હતી. જે બાદ તેમની પર આર્મ્સ એક્ટ હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.

અનંત સિંહ ધરપકડ બાદ તેના સમર્થકોએ દક્ષિણ બિહાર માથે લીધું

અનંત સિંહ ધરપકડ બાદ તેના સમર્થકોએ દક્ષિણ બિહાર માથે લીધું

JDUના બાહૂબલી નેતા અનંત સિંહની ધરપકડ બાદ તેના હજારો સર્મથકો ઠેર ઠેર રેલ અને રસ્તાઓને જામ કર્યા છે. વધુમાં પથરાવ અને આગજલીની ધટનાઓ અને પોલિસ સાથે હિંસક અથડામણે સામાન્ય જનજીવનને ખોરવ્યું છે.

સ્મૃતિ ઇરાનીના ઘરની સામે ક્રોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન

સ્મૃતિ ઇરાનીના ઘરની સામે ક્રોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન

ચૂંટણી પક્ષ સમક્ષ અલગ અલગ ડિગ્રી બતાવ્યાના આરોપ હેઠળ કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીના ઘર પર આજે ક્રોંગ્રેસની મહિલા બિગ્રેડ અને આપ કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

નરેન્દ્ર મોદી 28 જૂને કરશે

નરેન્દ્ર મોદી 28 જૂને કરશે "મનની વાત"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જૂને આકાશવાણી પર મનની વાત કાર્યક્રમ દ્વારા દેશની સંબોધિત કરશે.

મોદીએ ભાજપના અનુભવી નેતાઓની ઉપેક્ષા કરી છે.

મોદીએ ભાજપના અનુભવી નેતાઓની ઉપેક્ષા કરી છે.

ભાજપના વરિષ્ઠ નેતા યશંવત સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતા કહ્યું કે 26 મે 2014 કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદની શપથ લીધી હતી ત્યારથી 75 વર્ષથી વધારાની ઉંમરના તમામ નેતાઓને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં યશંવતે મેક ઇન ઇન્ડિયા પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે પહેલા ભારત તો બનવો પછી ભારતમાં વસ્તુઓ બનાવાની વાત કરજો.

હેલિકોપ્ટર અકસ્માતમાં નિતિન ગડકરીનો આબાદ બચાવ

હેલિકોપ્ટર અકસ્માતમાં નિતિન ગડકરીનો આબાદ બચાવ

બુધવારે, કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી હલ્દિયામાં હેલિકોપ્ટર દ્વારા ઉતરી રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરની રોટર બ્લેડમાં કપડું ફસાઇ જતા તેમના પ્રાણો પર મોટો સંકંટ આવ્યો હતો. જો કે પાયલોટની સમજબૂજે તેમનો આબાદ બચાવ કર્યો હતો.

નિતિન ગડકરીના આબાદ બચાવ બાદ પરિવારજનોને હાશકારો

નિતિન ગડકરીના આબાદ બચાવ બાદ પરિવારજનોને હાશકારો

બુધવારે, કેન્દ્રિય સડક અને પરિવહન તથા શિંપિંગ પ્રધાન નિતિન ગડકરીનો અકસ્માત નાગપુરમાં તેમની પત્નીએ ટીવી પર જોયો. જો કે તેમના આબાદ બચાવે બધાએ હાશકારો અનુભવ્યો.

વસુંધરા પાસે રાજીનામું આપવા સિવાય કોઇ રસ્તો નથી

વસુંધરા પાસે રાજીનામું આપવા સિવાય કોઇ રસ્તો નથી

બુધવારે, જયપુરમાં ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ લલિત મોદી વિવાદ પ્રકરણે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને કેન્દ્રિય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના રાજીનામાંની માંગ સાથે વિશાળ રેલી નીકાળી.

મુંબઇમાં વરસાદની મઝા માણતા મિત્રો

મુંબઇમાં વરસાદની મઝા માણતા મિત્રો

મુંબઇમાં પવાઇ લેક ભરાતા ધોધની મઝા માણી રહેલા કેટલાક મિત્રો.

જમ્મુમાં રાષ્ટ્રિય ધ્વજનો અનાદર

જમ્મુમાં રાષ્ટ્રિય ધ્વજનો અનાદર

જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં વરિષ્ઠ સૈન્ય અધિકારીઓની હાજરીએ રાષ્ટ્રધ્વજને આ રીતે ઊધો લટકાવામાં આવ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X