ભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં...

Subscribe to Oneindia News

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

લોકસભામાં એક યુવકે કરી છલાંગ મારવાની કોશિશ

લોકસભામાં એક યુવકે કરી છલાંગ મારવાની કોશિશ

લોકસભામાં એક યુવકે છલાંગ મારીને સંસસમાં કૂદવાની કોશિશ કરી. લોકસભામાં હોબાળો ચાલતો હતો એ દરમિયાન વિઝિટર ગેલરીમાં હાજર એક વ્યક્તિએ નીધે કૂદવાની કોશિશ કરી. ટીવીના અહેવાલો પ્રમાણે યુવક વિઝિટર ગેલેરીમાં બેઠો હતો. લોકસભામાં હોબાળા વચ્ચે યુવકે ઉપરથી કૂદવાની કોશિશ કરી પરંતુ આ પહેલા જ તેને સુરક્ષા કર્મીઓએ પકડી લીધો. આ દરમિયાન સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. યુવકની ઓળખ રાકેશ સિંહ તરીકે થ ઇ છે. તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને સંસદની કાર્યવાહી જોવા માટે આવ્યો હતો. તેની કોઇ માંગ છે અથવા તે આવુ કેમ કરવા માંગતો હતો તે અંગે તપાસ ચાલુ છે.

લગ્નેત્તર સંબંધો પત્ની પ્રત્યે ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટ

લગ્નેત્તર સંબંધો પત્ની પ્રત્યે ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિને લગ્નેત્તર સંબંધ હોય તો તેના આધાર પર પત્ની પ્રત્યે ક્રૂરતાનો મામલો બનતો નથી. આના માટે અન્ય વાતો અને પરિસ્થિતિઓ જરુરી હોય છે. એક કેસની સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ચૂકાદો આપ્યો છે. કેસની વિગત એવી છે કે એક વ્યક્તિની પત્નીએ પોતાના પતિના કથિત લગ્નેત્તર સંબંધોને કારણે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં તેના પતિને છોડી મૂકવામાં આવ્યો હતો. જસ્ટીસ દીપક મિશ્રા અને અમિતાવ રોયની બેંચે આ ચૂકાદો આપતા જણાવ્યુ કે લગ્નેત્તર સંબંધો ગેરકાયદેસર જરુર હોઇ શકે પરંતુ તે પોતાને પત્ની પ્રત્યે ક્રૂરતા દર્શાવતા નથી. ક્રૂરતા માટે બીજી ઘણી પરિસ્થિતિઓ અને આધાર જરુરી છે. લગ્નેત્તર સંબંધ આઇપીસીની ધારા 498-એ પત્ની પ્રત્યેની ક્રૂરતા દર્શાવતા નથી. જો કોઇ પત્નીને પતિના લગ્નેત્તર સંબંધોનો શક હોય તો તે છૂતાછેડા લઇ શકે છે પરંતુ આને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો બનતો નથી. ઉલ્લેખનીય છે કે ટ્રાયલ કોર્ટ અને હાઇકોર્ટે પતિ દોષિત ઠેરવ્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે તેને છોડી મૂક્યો છે.

નોટબંધી પર બોલ્યા ચીફ જસ્ટીસ: મામલો ખૂબ ગંભીર, અત્યાર સુધી આવી 13 અરજીઓ

નોટબંધી પર બોલ્યા ચીફ જસ્ટીસ: મામલો ખૂબ ગંભીર, અત્યાર સુધી આવી 13 અરજીઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી નોટબંધીની ઘોષણા કર્યા બાદ અત્યાર સુધીમાં દેશાની અલગ અલગ અદાલતોમાં 13 અરજીઓ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે શુક્રવારે પોતાના આદેશમાં કહ્યુ કે બધી અરજીઓ પર સુનાવણી 2 ડિસેમ્બરે હાથ ધરાશે. આ અરજીઓમાં કેન્દ્ર સરકારની એ પાચિકા પણ શામેલ છે જેમાં બધા કેસને સુપ્રીમ કોર્ટમાં ટ્રાંસફર કરવાની અપીલ કરવામાં આવી છે.
ચીફ જસ્ટીસ ટી એસ ઠાકુરે મામલાની સુનાવણી કરતા કહ્યુ કે આ ખૂબ ગંભીર વિષય છે. જોઇએ અમે શું કરી શકીએ છીએ. એક અરજકર્તા તરફથી હાજર થયેલા કોંગ્રેસ નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને કહ્યુ કે આ નિર્ણયથી લોકો પર ગંભીર અસર પડી છે. લોકો બધુ છોડીને લાઇનમાં ઉભા છે અને પૈસાની ઉણપને કારણે ભૂખમરાના સ્તર પર પહોંચી ગયા છે.

નોટબંધી બાદ નાસાથી કેવો દેખાઇ રહ્યો છે ભારત દેશ, તમે પણ જુઓ

નોટબંધી બાદ નાસાથી કેવો દેખાઇ રહ્યો છે ભારત દેશ, તમે પણ જુઓ

નોટબંધી બાદ સોશિયલ મીડિયા પર આ અંગેના ઘણા જોક શેર કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ વખતે એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે કહેવામાં આવી રહ્યુ છે કે આને નાસાએ શેર કરી છે. જો કે આ તસવીર પાછળના દાવાઓ ખોટા છે. તસવીરમાં લોકો દક્ષિણથી પૂર્વી ભારત સુધી સ્ટેટ બેંક બહાર લાઇનમાં ઉભેલા દેખાય છે. સોશિયલ મીડિયામાં જે રીતે તમામ ઘટનાઓની મજાક બનાવવા માટે જે રીતે નાસાની તસવીર શેર કરવામાં આવે છે તેની નાસાને પણ જાણકારી હોતી નથી. આ પહેલા દિવાળી સમયે નાસાના નામે એક તસવીર શેર કરવામાં આવી હતી જેની નાસાને પણ જાણ નહોતી.

એકમાત્ર બેંક, જ્યાં તમે બદલી શકશો 500-1000ની જૂની નોટ

એકમાત્ર બેંક, જ્યાં તમે બદલી શકશો 500-1000ની જૂની નોટ

રિઝર્વ બેંક ઓફ ઇંડિયાએ શુક્રવારે એક નિવેદન જારી કર્યુ છે કે 500 અને 1000 ની જૂની નોટ તમે આરબીઆઇના કાઉંટર પરથી 30 ડિસેમ્બર સુધી બદલી શકશો. પહેલીથી નક્કી કરેલ મર્યાદા અનુસાર એક દિવસમાં 2000 રુપિયા સુધીની જૂની નોટ તમે આરબીઆઇમાંથી બદલી શકશો.

English summary
25 november today's top news in india
Please Wait while comments are loading...