કેરળમાં બોટ પલ્ટી જતા 25 મહિલાઓ ડુબવાની આશંકા, રેસ દરમિયાન બની ઘટના
અલપ્પુઝામાં 25 મહિલાઓ ડૂબી જવાની આશંકા છે. કેરળમાં બોટ રેસ દરમિયાન આ અકસ્માત થયો હતો. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટના વિશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોટમાં 25 મહિલાઓ સવાર હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ કેરળના સ્થાનિક બચાવકર્મીઓ દુર્ઘટના બાદ બચાવ કાર્ય કરી રહ્યા છે. દુર્ઘટના બાદ અલપ્પુઝા બોટ રેસ હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા કેરળમાં પણ બોટ દુર્ઘટના થઈ હતી. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા હતા. મેના પહેલા સપ્તાહમાં મલપ્પુરમમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગઈ હતી. રાત્રે થયેલા અકસ્માત બાદ ભારતીય નૌકાદળના ચેતક હેલિકોપ્ટરની પણ મદદ લેવી પડી હતી.
મલપ્પુરમ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો મલપ્પુરમ જિલ્લાના પરપ્પનગરી અને પેરીન્થલમન્નાના છે અને મૃતકોમાં પાંચ બાળકો પણ સામેલ છે. બોટ દુર્ઘટના બાદ સોમવારે સત્તાવાર શોક મનાવવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
