For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારના નિર્દેશ પર બંધ કરવામાં આવ્યા 250 ટ્વિટર અકાઉન્ટ્સ, PM વિશે કર્યા હતા ટ્વિટ

સૂચના પ્રસારણ મંત્રાલયે ટ્વિટરને 250 ટ્વિટ અકાઉન્ટ સસ્પેન્ડ કરવાના નિર્દશ આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ Govt blocks 250 tweets and Twitter accounts, હાલમાં જ દિલ્લી ગણતંત્ર દિવસ(Republic Day)ના પ્રસંગે ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા (Tractor Rally) બાદ માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટરે (Twitter) કડક પગલાં લઈન પોતાના પ્લેટફૉર્મથી લગભગ 550 અકાઉન્ટ્સ બંધ કરી દીધા હતા. હવે સૂચના પ્રસારણ મંત્રાલયે ટ્વિટરને 250 ટ્વિટ અકાઉન્ટ સસ્પેન્ડ કરવાના નિર્દશ આપ્યા છે.

twit

સૂત્રો મુજબ ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલય(MeitY) દ્વારા 250 ટ્વિટ અને ટ્વિટર અકાઉન્ટ્સ પર હાલમાં રોક લગાવવાના નિર્દેશ આપ્યા છે. આ ટ્વિટર અકાઉન્ટ્સ પર 30 જાન્યુઆરીએ #ModiPlanningFarmerGenocide હેશટેગ સાથે ભ્રામક અને ખોટી સૂચનાઓ પોસ્ટ કરવામાં આવી હતી. હવે આ અકાઉન્ટસને બેન કરી દેવામાં આવ્યા છે. તેમને બેન કરવા માટે ગૃહ મંત્રાલય અને કાયદાકીય એજન્સીઓએ અનુરોધ કર્યો હતો. જે અકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં કારવાં મેગેઝીન અને અભિનેતા સુશાંત સિંહનુ ટ્વિટર અકાઉન્ટ પણ શામેલ છે.

ગૃહ મંત્રાલય અને કાનૂની એજન્સીઓએ દિલ્લીની સીમાઓ પર ચાલી રહેલ આંદોલનને જોતા કાયદો અને વ્યવસ્થા ન બગડે એટલા માટે મંત્રાલયને આ અકાઉન્ટ્સ પર બેનની માંગ કરી હતી. સૂત્રોએ જણાવ્યુ કે જનસંહાર માટે ઉશ્કેરવા સાર્વજનિક વ્યવસ્થા માટે ગંભીર ખતરો છે અને માટે ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે સૂચના પ્રોદ્યોગિકી અધિનિયમના કલમ 69એ હેઠળ આ ટ્વિટર અકાઉન્ટ અને ટ્વિટ્સને બેન કરવાના આદેશ આપ્યા. ટ્વિટરે આ ટ્વિટ અને ટ્વિટર અકાઉન્ટને બ્લૉક કરી દીધા છે.

હાલમાં જ ટ્વિટરે ઘણા લોકોના ટ્વિટર અકાઉન્ટ પર કાર્યવાહી કરીને તેમને થોડા સમય માટે સસ્પેન્ડ કરી દીધા છે જે લોકોના ટ્વિટર અકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે તેમાં મોહમ્મદ સલીન, સીપીઆઈ(એમ) ના પૂર્વ રાજ્યસભા સાંસદ, પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખર, અભિનેતા સુશાંત સિંહ, આમ આદમી પાર્ટી સાથે જોડાયેલ આરતી, રાજકીય કાર્યકર્તા હંસરાજ મીણા, સંજુક્તા બાસુ, મોહમ્મદ આસિફ ખાન શામેલ છે. આ ઉપરાંત ખેડૂત એકતા મોરચા અને ધ કારવાંના ટ્વિટર હેન્ડલ બંધ કર્યા છે. જો કે બંધ કરેલા બધા અકાઉન્ટ્સ આ હેશટેગનો ઉપયોગ નહોતા કરી રહ્યા.

બજેટ પર જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસે કર્યા પ્રહારબજેટ પર જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવ્યા સવાલ, કોંગ્રેસે કર્યા પ્રહાર

English summary
250 tweets and Twitter accounts blocks by government which were using Modi Planning Farmer Genocide hashtag.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X