India Corona Update : છેલ્લા 24 કલાકમાં 26,964 નવા કેસ, 186 દિવસ બાદ સૌથી ઓછા એક્ટિવ કેસ

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 26,964 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 383 લોકોના મોત થયા છે. છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 34,167 દર્દીઓ સાજા થયા છે.

નવી દિલ્હી : કોરોના વાયરસના દૈનિક કેસ ઉલટાવી રહ્યા છે, પરંતુ સક્રિય દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના 26,964 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 383 લોકોના મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 14 નવા કેસ પોઝિટિવ કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 14 નવા કેસ પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન એક પણ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેમાં અમદાવાદમાં કોઇ કોરોના કેસ નોંધાયો નથી. સુરતમાં04, વડોદરા અને રાજકોટમાં 3-3 નવા કેસ નોંધાયા હતા.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 133

રાજ્યમાં કુલ 10,082 લોકોએ કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ 8,15,536 દર્દી કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા હતા. એક્ટિવ કેસની સંખ્યા 133 છે. આ વચ્ચે રાહતની વાત છે કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 34,167 દર્દીઓ સાજા થયા છે. જે બાદ દેશમાં એક્ટિવ કેસની સખ્યા ઘટીને 3,01,989 થઇ છે. છેલ્લા 186 દિવસ દરમિયાન કોરોના વાયરસના એક્ટિવ કેસમાં આ સૌથી મોટો ઘટાડો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 97.77 ટકા નોંધાયો છે.

India Corona Update

અત્યાર સુધીમાં રસીના 82,65,15,754 (પ્રથમ અને બીજા) ડોઝ આપવામાં આવ્યા

આ વચ્ચે રાહતની વાત છે કે, છેલ્લા એક દિવસમાં કોરોના વાયરસના 34,167 દર્દીઓ સાજા થયા છે. જે બાદ દેશમાં એક્ટિવ કેસની સખ્યા ઘટીને 3,01,989 થઇ છે. છેલ્લા 186 દિવસ દરમિયાન કોરોના વાયરસના એક્ટિવ કેસમાં આ સૌથી મોટો ઘટાડો છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 97.77 ટકા નોંધાયો છે. દેશમાં કુલ રસીકરણની સંખ્યા 82.57 કરોડને પાર થઇ છે. મંગળવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં કોરોના રસીના 68,26,132 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં કોવિડ રસીકરણ અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે, ડેટા મુજબ અત્યાર સુધીમાં રસીના 82,65,15,754 (પ્રથમ અને બીજા) ડોઝ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બરના રોજ ભારતમાં કોવિડ 19 રસીના 85.2 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ પહેલા 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતમાં એક દિવસમાં રસીના 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. કોવિન પોર્ટલ પર રાત્રે 11:59 કલાકે ઉપલબ્ધ ડેટા મુજબ શનિવારના રોજ દેશભરમાં 85.2 લાખથી વધુ COVID 19 રસી ડોઝ આપવામાં આવી છે. શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક જ દિવસમાં 2.5 કરોડથી વધુ રસીકરણનો રેકોર્ડ નોંધાયા બાદ આ આકડામાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

કોવિડ 19 રસીઓની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના તાજેતરના નિર્ણયને WHO અને અન્ય રાષ્ટ્રોએ આવકાર્યો

વૈશ્વિક રસીકરણ અંગે વાત કરવામાં આવે તો કોવિડ 19 રસીઓની નિકાસ ફરી શરૂ કરવાના ભારતના તાજેતરના નિર્ણયને WHO અને અન્ય રાષ્ટ્રોએ આવકાર્યો છે. વૈશ્વિક શક્તિઓ એવી કલમો રજૂ કરી રહી છે કે, તેમને ફરીથી મજબુત કરી રહી છે, જે અન્ય દેશોના કોવિડ શોટને માન્યતા મળી નથી. વિશ્વની સૌથી મોટા રસી ઉત્પાદક ભારતની કોરોના રસી કોવિશિલ્ડને માન્યતા ન મળવાને કારણે ઘણા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

વોશિંગ્ટને હજૂ સુધી સ્પષ્ટતા કરી નથી કે, તે એસ્ટ્રાઝેનેકા શોટ્સને માન્યતા આપશે કે નહીં

MEA ના એક ઉચ્ચ અધિકારીએ ચેતવણી આપી છે કે, જો યુકે જેવા દેશો SII દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડને માન્યતા ન આપે તો 'પારસ્પરિક' પગલાં લેવામાં આવશે. આ દરમિયાન વોશિંગ્ટને હજૂ સુધી સ્પષ્ટતા કરી નથી કે, તે એસ્ટ્રાઝેનેકા શોટ્સને માન્યતા આપશે કે નહીં. આ પ્રકારની નીતિ માત્ર મૂંઝવણ પેદા કરે છે અને વધુ રસી ઇક્વિટી તરફ પ્રક્રિયાને પણ અવરોધે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X