• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગણતંત્ર દિવસની પરેડનું થયું સમાપન, મોદીએ સૌનું અભિવાદન કર્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશભરમાં આજે ગણતંત્ર ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ગણતંત્ર દિવસના મોકા પર દિલ્હીના રાજપથ પર 90 મિનટની પરેડ થશે. ગણતંત્ર દિવસના કાર્યક્રમમાં આ વર્ષે મુખ્ય અતિથિ તરીકે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સામેલ થવા જઈ રહ્યા છે. 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત વિભાગોની કુલ 22 ઝલક જોવા મળશે. ઈન્ડિયા ગેટના અમર જવાન જ્યોતિ શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગણતંત્ર દિવસ સમારોહ શરૂ કરશે. આગળ વાંચો ગણતંત્ર દિવસ સમારોહની દરેક પળની લાઈવ અપડેટ...

republic day

Newest First Oldest First
12:12 PM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડનું થયું સમાપન, પીએમ મોદીએ હાથ હલાવીને પરેડ જોવા આવેલ લોકોનું અભિવાદન કર્યું.
12:11 PM, 26 Jan
ગણતંત્ દિવસની પરેડ દરમિયાન વાયુસેનાએ દેખાડ્યો બહાદુરીનો નજારો, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાની સાથે પીએમ મોદીએ વગાડી તાડીઓ
12:10 PM, 26 Jan
9 મોટરસાઈકલ પર 33 જવાનોએ બનાવ્યો માનવ પિરામિડ, સૂબેદાર મેજર રમેશે કર્યું ટીમનું નેતૃત્વ
12:09 PM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર મોટરસાઈકલ સવાર જવાનોએ કર્યું યોગા પ્રદર્શન, અદ્ભુત નજારો જોવા મળ્યો.
11:47 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં શાળાના બાળકોની ઝાંખી, બાપુ મહાન ગીત પર શાળાના બાળકોએ કર્યો ડાંસ. ચિલ્ડ્રન સ્કૂલ ચાણક્યપુરીના છાત્ર-છાત્રાઓ.
11:46 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં દિલ્લીની ઝાંખીમાં મહાત્મા ગાંધીજીના દિલ્લી અને બિરલા હાઉસ સાથેના જોડાણને દર્શાવવામાં આવ્યુ. દિલ્લીના સીએમ કેજરીવાલ પોતાની પત્ની સાથે રાજપથમાં હાજર.
11:10 AM, 26 Jan
ગણતંત્ર દિવસ પર કર્ણાટકની ઝાંખીમાં દર્શાવાયુ બેલાગવીમાં આયોજિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 39મું સત્ર. જેની અધ્યક્ષતા ગાંધીજીએ કરી હતી.
11:05 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર ઉતરી ઉત્તર પ્રદેશની ઝાંખી, ઝાંખીમાં દર્શાવાયા કાશીના ઘાટ અને ગાંધીજીની બીએચયુ યાત્રાનું ચિત્રણ.
11:04 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં ઉતરી પંજાબની ઝાંખી, ઝાંખીમાં દર્શાવવામાં આવ્યો 1919ના જલિયાવાલા બાગનો હત્યાકાંડનું દ્રશ્ય.
11:02 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં દર્શાવવામાં આવી અરુણાચલ પ્રદેશની ઝાંખી, ઝાંખીમાં દર્શાવાયુ સૂર્યોદયનું ચિત્રણ.
11:01 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર નીકળી ગોવાની ઝાંખી, ઝાંખીમાં દર્શાવવામાં આવ્યુ ઓલ્ડ ગોવાનું ચર્ચ અને મસ્જિદ
10:49 AM, 26 Jan
સિક્કીમ બાદ આસામ, મહારાષ્ટ્ર અને ત્રિપુરાની ઝાંકી નીકળી, ત્રિપારીની ઝલકમાં મહાત્મા ગાંધીના ગ્રામીણ અર્થવ્યવસ્થા દેખાડવામાં આવી.
10:44 AM, 26 Jan
ભારતીય સેનાના 156 સંગીતકારોનું બેન્ડ ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથથી નીકળ્યું.
10:43 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથથી નિકળી એનસીસીની ટીમ, ટીમમાં 159 વિદ્યાર્થીઓ સામેલ.
10:43 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં જોવા મળ્યું બીએસએફની ઉંટ ટૂકડી, જેમાં 6 ફૂટથી વધુની ઉંચાઈવાળા બીએસએફ જવાન સામેલ, રાજસ્થઆન પર તહેનાત છે બીએસએફની ઉંટ ટૂકડી.
10:43 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં પહેલીવાર સામેલ થયો આસામ રાઈફલ્સનો મહિલા મોર્ચો, દેશભક્તિની ધૂનમાં આગળ વધ્યા જવાનો
10:31 AM, 26 Jan
રાજપથ પર આન-બાન-શાનની ઝલક, ભારતીય સેના દેખાડી રહી છે પોતાની તાકાત
10:30 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પર ઉતર્યું સ્વ-સંચાલિત હોવિત્ઝર કે-9 વજ્ર-ટી, કેપ્ટન દેવાંશ ભૂટાની કરી રહ્યા છે નેતૃત્વ
10:29 AM, 26 Jan
ગણતંત્ર દિવસની પરેડમાં દેખાડવામાં આવ્યાં ભારતીય સેનાના મુખ્ય યુદ્ધ ટેન્ક ટી-90 (ભીષ્મ), કેપ્ટન નવનીત એરિકે કમાન સંભાળી
10:28 AM, 26 Jan
લાંસ નાયક નાજિક અહમદ વાણીને આપવામાં આવ્યો અશોક ચક્ર, વાનીના મા અને પત્નીએ પ્રાપ્ત કર્યું સન્માન, કાશ્મીરમાં 6 આતંકિઓને મોતને ઘાટ ઉતારી શહીદ થયા હતા લાંસ નાયક નાયક નાજિર અહમદ વાની
10:11 AM, 26 Jan
રાજપથ પર પીએમ મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહને આપી ગણતંત્ર દિવસની શુભકામના
9:55 AM, 26 Jan
પીએમ મોદીએ ઈન્ડિયા ગેટ સ્થિત અમર જવાન જ્યોતિ પર શહીદોને આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં જ શરૂ થશે પ્રજાસત્તાક દિવસની પરેડ
9:16 AM, 26 Jan
દિલ્હીના રાજપથ પર સવારે 9.50 વાગ્યે શરૂ થશે પ્રજાસત્તાક દિવસની પરેડ, અમ જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પીએમ મોદી કરશે પરેડની શરૂઆત
9:15 AM, 26 Jan
દિલ્હીના રાજપથ પર સવારે 9.50 વાગ્યે શરૂ થશે પ્રજાસત્તાક દિવસની પરેડ, અમ જવાન જ્યોતિ પર શહીદોને પુષ્પચક્ર અર્પિત કરી પીએમ મોદી કરશે પરેડની શરૂઆત
8:48 AM, 26 Jan
દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નીમિત્તે એન્ટી-એરક્રાફ્ટ ગન્સ, SWAT વુમન કમાન્ડોઝ, સ્નાઈપર્સ ટ્રૂપ્સ સહિતના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.
8:41 AM, 26 Jan
દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય પર પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ધ્વજ ફરકાવ્યો, ભાજપના કેટલાય વરિષ્ઠ નેતા હાજર રહ્યા.
8:33 AM, 26 Jan
દિલ્હીના રાજપથ ખાતે પરેડ માટે એકઠા થવા લાગ્યા લોકો.
6:17 AM, 26 Jan
ગણતંત્ર દિવસ પરેડને લઈ દિલ્હી પોલીસે જાહેર કરી ટ્રાફિક એડવાઈઝરી, દિલ્હી પોલીસની સલાહ-વિજય ચોકથી લાલ કિલ્લા મેદાન વચ્ચે પરેડ માર્ગ તરફ જવાથી બચે.
6:16 AM, 26 Jan
ગણતંત્ર દિવસને લઈ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે, દિલ્હીના રફી માર્ગ, માનસિંહ રોડ અને દિલ્હી નોએડા બોર્ડર પર સુરક્ષાકર્મીઓ કરી રહ્યા છે વાહનોનું ચેકિંગ
6:14 AM, 26 Jan
ગણતંત્રના મોકા પર દિલ્હીના રાજપથ પર થશે 90 મિનિટની પરેડ, પહેલી વાર સામેલ થશે આઝાદ હિંદ ફોજના સૈનિકો.
READ MORE

English summary
26 January 2019 India Gate Republic Day Parade Live Update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X