For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સંસદમાં ગૂંજ્યો ગુરદાસપુર આંતકી હુમલો

સંસદમાં ગૂંજ્યો ગુરદાસપુર આંતકી હુમલો

પંજાબના ગુરદાસપુર પોલિસ સ્ટેશનમાં થયેલા આંતકી હુમલાની ગૂંજ આજે દિલ્હીમાં વિધાનસભામાં પણ થઇ. એટલું જ નહીં આ પર રાજકારણ પણ રમાવાનું શરૂ થઇ ગયું. કોંગ્રેસી નેતા પીએલ પુનિયાએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો તાકતા કહ્યું કે ચૂંટણી દરમિયાન મોટી વાતો કરતા નરેન્દ્ર મોદી હવે ક્યાં ગયા?

આતંકી હુમલા પર મોદીએ બોલાવી બેઠક

આતંકી હુમલા પર મોદીએ બોલાવી બેઠક

પંજાબના ગુરદાસપુર પોલિસ સ્ટેશનમાં થયેલા હુમલાને 26/11ના મુંબઇ હુમલા બાદ દેશમાં થયેલા સૌથી મોટા હુમલા તરીકે જોવામાં આવી રહ્યો છે. ત્યારે આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળના વરિષ્ઠ સાથીઓ સાથે બેઠક બોલાવીને સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં રક્ષા પ્રધાન મનોહર પર્રિકર, વેંકૈયા નાયડૂ અને અરુણ જેટલી હાજર હતા.

પાંચ બોમ્બ મળી આવતા પંજાબના રેલ્વે સ્ટેશન થયું સાબદું

પાંચ બોમ્બ મળી આવતા પંજાબના રેલ્વે સ્ટેશન થયું સાબદું

પંજાબના પઠાણકોટ-અમૃતસર રેલ્વે ટ્રેક પાસે પરમાનંદ ગામ પાસે પાંચ બોમ્બ મળી આવ્યા સેના દ્વારા આ બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. વધુમાં રેલ્વે સ્ક્રિયોરિટીએ પણ સ્થિતિની ગંભીરતાને જોતા ડોગ સ્કોર્ડ દ્વારા સગન તપાસ હાથ ધરી છે. અને તમામ રેલ્વે સ્ટ્રેશન, ટ્રેન અને રેલ્વે ટ્રેકની તપાસ હાથ ધરી છે. વધુમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતી સમજોતા એક્સપ્રેસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

સુપ્રિમ કોર્ટ મંગળવારે યાકૂબ મેમણની ફાંસી પર લેશે નિર્ણય

સુપ્રિમ કોર્ટ મંગળવારે યાકૂબ મેમણની ફાંસી પર લેશે નિર્ણય

મુંબઇ બોમ્બ બ્લાસ્ટના આરોપી એવા યાકૂબ મેમણની મૃત્યુઅરજી પર આજે સુપ્રિમ કોર્ટ આજે પોતાનો નિર્ણય સંભળાવાની હતી. પણ હવે તેણે પોતાનો આ નિર્ણય મંગળવારે સંભળાવાનું નક્કી કર્યું છે. આ માટે ત્રણ જજોની બેન્ચ બનાવવામાં આવી છે. જે આ મામલે પોતાનો નિર્ણય જણાવશે.

જયલલિતાને મુદ્દે કર્ણાટક સરકાર સુપ્રિમ કોર્ટે ગઇ

જયલલિતાને મુદ્દે કર્ણાટક સરકાર સુપ્રિમ કોર્ટે ગઇ

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના આવક કરતા વધુ સંપત્તિ રાખવાના કેસમાં કર્ણાટક સરકારે હવે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રિમ કોર્ટે આ મામલે જયલલિતા સહિત ચાર લોકોને નોટિસ જાહેર કરી છે.

વ્યાપમ અને લલિતગેટ પર સંસદમાં હંગામા ચાલુ

વ્યાપમ અને લલિતગેટ પર સંસદમાં હંગામા ચાલુ

ચોમાસુ સત્રને આજે પાંચ દિવસ થવા આવ્યા. ત્યારે સંસદમાં વિપક્ષ દ્વારા વ્યાપંમ અને લલિતગેટ પર સરકારને કસવાનો ભરપૂર પ્રયાસ થઇ રહ્યો છે. આજે પાંચમાં દિવસે પણ હંગામા અને ભારે વિરોધ સાથે સત્રને શરૂ કરવામાં આવ્યું. જે બાદ સભાપતિએ સદનની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરી દીધી છે.

બિહાર બંધને લઇને રસ્તા પર ઉતર્યા સમર્થકો

બિહાર બંધને લઇને રસ્તા પર ઉતર્યા સમર્થકો

સોમવારે, જાતિ જનગણનાને જાહેર કરવાની માંગને લઇને બિહારમાં આરજેડી દ્વારા બિહાર બંધની જાહેરાત કરતા આજે રાજ્યના અનેક વિસ્તારમાં આ બંધ જોવા મળ્યો. પટનામાં અનેક જગ્યાએ જામ લગાવી ટાયરોને આગ લગાવવામાં આવી હતી. વધુમાં આરજેડીના જિલાઅધ્યક્ષ પર એક દુકાનદારે ચાકુથી હુમલો પણ કર્યો હતો.

અન્ના હજારેથી મળ્યા કેજરીવાલ

અન્ના હજારેથી મળ્યા કેજરીવાલ

વન રેન્ક વન પેન્શનની માંગને લઇને પૂર્વ સૈનિકોના સર્મથનમાં માટે ઉતરેલા અન્ના હજારે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. જ્યાં તેમની વચ્ચે લગભગ 3 કલાક બેઠક ચાલી હતી. જે બાદ ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે અન્ના હજારેને કેજરીવાલે હાલની પરિસ્થિતિઓની માહિતગાર કર્યા હતા.

યાકૂબના સમર્થનમાં ઉતર્યા ખાસ લોકો

યાકૂબના સમર્થનમાં ઉતર્યા ખાસ લોકો

સલમાન ખાન બાદ યાકુબ મેમણના બચાવમાં ઉતર્યા કેટલાક ખાસ લોકો. જેમાં માકપાના સીતારામ યેચુરી, ક્રોંગ્રેસના મણિશંકર અય્યર, ભાજપના શત્રુધ્ન સિંહા, વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણી જેવા વરિષ્ઠ લોકોનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ યાકૂબની ફાંસીને અયોગ્ય ગણાવી પોત પોતાની દલીલ રજૂ કરી.

વ્યાપંમ મામલે 38 લોકો પર સીબીઆઇએ નોંધાવી એફઆઇઆર

વ્યાપંમ મામલે 38 લોકો પર સીબીઆઇએ નોંધાવી એફઆઇઆર

રવિવારે, સીબીઆઇએ વ્યાપંમ કૌભાડ મામલે 38 લોકો પર FIR નોંધાવી. જેમાં તત્કાલિન તકનીકિ શિક્ષા મંત્રી લક્ષ્મીકાંત શર્માના ઓએસડી ઓપી શુક્લા, રાજભવનના ઓએસડી ધનરાજ યાદવ, નિતિન મહિન્દ્રા, વ્યાપંમના ભૂતપૂર્વ નિયંત્રક પંકજ ત્રિવેદી જેવા અનેક મોટા માથાઓ પર સીબીઆઇએ પોતાનો સંકજો કસ્યો.

મન કી વાત: પીએમ કહ્યું રોડ સેફ્ટી પર લાવશું નવો કાનૂન

મન કી વાત: પીએમ કહ્યું રોડ સેફ્ટી પર લાવશું નવો કાનૂન

રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકાશવાણીના માધ્યમથી 10મી વાર મન કી બાત નામના કાર્યક્રમ દ્વારા લોકસમુદાયને સંબોધ્યા. જેમાં તેમણે કારગિલ દિવસને યાદ કરી જવાનોને શ્રદ્ધાજંલિ અર્પી. વધુમાં માઇજીઓવી ડોટ વિષે જાણકારી આપી અને 15મી ઓગસ્ટે કયા મુદ્દોઓ પર દેશને સંબોધવો જોઇએ તે વાત માટે પણ લોકોના સૂચન માંગ્યા. સાથે જ રોડ અકસ્માત પર ચિંતા વ્યક્ત કરતા જલ્દી જ આ મામલે નવો કાનૂન લાવવાની વાત કરી.

ક્રિકેટર શ્રીકાંત કંઇક આ રીતે મનાવી પોતાની ખુશી

ક્રિકેટર શ્રીકાંત કંઇક આ રીતે મનાવી પોતાની ખુશી

રવિવારે કોચીમાં ક્રિકેટર શ્રીકાંતે તેના પરિવારજનો સાથે કંઇક આ રીતે મનાવી પોતાની જીતની ખુશી. નોંધનીય છે કે આઇપીએલ કૌભાંડમાં દિલ્હી કોર્ટ દ્વારા શ્રીકાંતને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ તેના પરિવારની ખુશીની કોઇ સીમા નહતી.

વડાપ્રધાન મળ્યા બાહુબલીને

વડાપ્રધાન મળ્યા બાહુબલીને

રવિવારે, દિલ્હીમાં જાણીતા સાઉથ સ્ટાર અને હાલમાં બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડનાર બાહુબલિના એક્ટર પ્રભાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હી ખાતે મળ્યા હતા. જે બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તે બાહુબલીને મળ્યા હતા.

બિરભૂમમાં નદીના પાણી ગામમાં ફરી વળ્યા

બિરભૂમમાં નદીના પાણી ગામમાં ફરી વળ્યા

રવિવારે, પશ્ચિમ બંગાળના બિરભૂમ જિલ્લામાં પૂર આવતા નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. જે બાદ ગ્રામવાસીઓ સુરક્ષિત સ્થળે જઇ રહ્યા છે.

કોજીકોડમાં વિદેશીઓએ હાથી પર મનાવી જીતની ખુશી

કોજીકોડમાં વિદેશીઓએ હાથી પર મનાવી જીતની ખુશી

રવિવારે, કેરળના કોજીકોડમાં વર્લ્ડ વાઇટ વોટર કાયાકિંમાં ન્યૂઝિલેન્ડના માઇક ડઝન અને બ્રિટનની પેટ્સ મોર્ગને આ હરિફાઇ જીતીને પોતાની જીતને કંઇક આ રીતે ઉજવી.

પુરીમાં ભક્તો કહ્યું

પુરીમાં ભક્તો કહ્યું "જય જગન્નાથ"

રવિવારે, પુરીમાં બહુદા યાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથના દર્શન કરીને હજારો ભક્તોએ ધન્યતા અનુભવી.

મુંબઇમાં અષાઢી એકાદશી પર ઉજવાયો પર્વ

મુંબઇમાં અષાઢી એકાદશી પર ઉજવાયો પર્વ

રવિવારે, મુંબઇમાં અષાઢી એકાદશી પર દીન્દી સરધસ નીકાળવામાં આવ્યું.

કોલકત્તામાં ઇસ્કોન દ્વારા કરાઇ રથ યાત્રાની ઉજવણી

કોલકત્તામાં ઇસ્કોન દ્વારા કરાઇ રથ યાત્રાની ઉજવણી

રવિવારે, કોલકત્તામાં ઇસ્કોન મંદિર દ્વારા રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક હરિભક્તોનો ભાગ લીધો.

English summary
27 July: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X