છાત્રાની મૃત્યુ પર ગુસ્સે ભરાયેલી ભીડે ડાયરેક્ટરને માર્યો

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

નાલંદામાં છાત્રાની મૃત્યુ પર ગુસ્સે ભરાયેલી ભીડે ડાયરેક્ટરને માર્યો

નાલંદામાં છાત્રાની મૃત્યુ પર ગુસ્સે ભરાયેલી ભીડે ડાયરેક્ટરને માર્યો

બિહારના નાલંદામાં દેવેન્દ્ર પ્રસાદ સિંહા શાળાના બે બાળકો પાણીમાં ડૂબીને મરી ગયા. ત્યારે શાળા તરફથી દેખાડવામાં આવેલી લાપરવાહીના કારણે ગુસ્સે ભરાયેલી ભીડે ડાયરેક્ટરને મારી-મારીને મોતને ઘાટ ઉતાર્યો. એટલું જ નહીં સ્થાનિકોએ આરોપીને પકડવાની માંગ સાથે રેલ અને સડક માર્ગ પણ જામ કર્યો. અને આગચાંપીના બનાવો બનતા પોલિસે આ અંગે સધન તપાસ હાથ ઘરી છે.

મોદીએ કહ્યું આ રક્ષાબંધન ખાસ બનાવો

મોદીએ કહ્યું આ રક્ષાબંધન ખાસ બનાવો

રવિવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત નામના તેમના રેડિયો કાર્યક્રમમાં મહિલાઓની સુરક્ષા અને સ્ત્રીભ્રૃણ હત્યા મામલે લોકોને ખાસ અપીલ કરી. તેમણે કહ્યું કે આવનારા 29 જૂને રક્ષાબંધન પર અનેક માતાઓ અને બહેનોને જન સુરક્ષા યોજના હેઠળ જોડો. વધુમાં યોગ દિવસની સફળતા પર વાત કરતા તેમણે કહ્યું કે ઓનલાઇન યોગ સંબંધી ગતિવિધિઓને ખાનગી સંગઠનોએ પ્રાધાન્ય આપવું જોઇએ.

ક્રોંગ્રેસને ના ગમી મોદીની

ક્રોંગ્રેસને ના ગમી મોદીની "મન કી બાત"

જો કે લલિત મોદી પ્રકરણ અને પકંજા મૂડે, સ્મૃતિ ઇરાની મામલે વડાપ્રધાનની ચુપ્પી ક્રોંગ્રેસને બિલકુલ પણ પસંદ ના આવી. મનની વાતમાં આ પ્રકરણ પર વડાપ્રધાનના મૌનનો ક્રોંગ્રેસના મહાસચિવ દિગ્વિજ સિંહે ઉગ્ર વિરોધ નોંધાવતા કહ્યું કે આ તમામ વાતો નિરર્થક છે. તો બીજી તરફ રાજ્યસભા નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે મોદી રક્ષાબંધન પર વાત કરે છે પણ રમઝાનને ભૂલી જાય છે.
પીએમ દેશના મનની વાત કરશે

પીએમ દેશના મનની વાત કરશે ક્રોંગ્રેસના મનની વાત નહીં!

પીએમ દેશના મનની વાત કરશે ક્રોંગ્રેસના મનની વાત નહીં!

જો કે ક્રોંગ્રેસના આરોપોનો જવાબ આપતા બીજેપી પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે વડાપ્રધાન દેશના મનની વાત કરશે ક્રોંગ્રેસના મનની વાત નહીં. વધુમાં તેમણે કહ્યું કે ક્રોંગ્રેસના તમામ પ્રશ્નોના ઉત્તર અમે ચોમાસુ સત્રમાં આપશું. વધુમાં તેમણે કહ્યું કે વડાપ્રધાને રમઝાનની બધાઇ પણ લોકોને આપી હતી. ત્યારે ક્રોંગ્રેસે ધર્મના નામે રાજકારણ રમવાનું બંધ કરવું જોઇએ.

રેલ્વે પ્રધાને ચર્ચગેટ સ્ટેશન મામલે આપ્યો તપાસ આદેશ

રેલ્વે પ્રધાને ચર્ચગેટ સ્ટેશન મામલે આપ્યો તપાસ આદેશ

રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ રવિવારે, ચર્ચગેટ સ્ટેશન પર લોકલ ટ્રેન દુર્ધટનાગ્રસ્ત થયા બાદ આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે રવિવારે, ભાયંદરથી આવતી લોકલ ટ્રેનનો છેલ્લો ડબ્બો ચર્ચ ગેટ પર પ્લેટફોર્મ લાઇન સાથે અથડાયો હતો.

સરકારી સંપત્તિને વસુંધરા રાજએ ખાનગી કરી :ક્રોંગ્રેસ

સરકારી સંપત્તિને વસુંધરા રાજએ ખાનગી કરી :ક્રોંગ્રેસ

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે પર આજે ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન જયરામ રમેશે એક પ્રેસકોન્ફર્ન્સ યોજીને કેટલાક દસ્તાવેજ બતાવ્યા છે. અને આ દ્વારા રાજે પર આરોપ લગાવ્યો છે કે તેમણે ઘૌલપુર મહેલના સરકારી સંપત્તિને ખાનગી કરી છે. વધુમાં તેમણે સ્વચ્છ સરકારની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આરોપ લગાવ્યો છે.

તિહાડ જેલથી બે કેદી ફરાર, LGએ માંગી ન્યાયિક તપાસ

તિહાડ જેલથી બે કેદી ફરાર, LGએ માંગી ન્યાયિક તપાસ

શનિવારે, તિહાડ જેલમાંથી સુરંગ બનાવીને બે કેદીઓ ફરાર થઇ જતા સરકારે આ મામલાને ગંભીરપણે લીધો છે. જે મામલે દિલ્હીના ઉપરાજ્યપાલ નવાઝ જંગે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે આવું બીજી વાર બન્યું છે પહેલા પણ એક કેદી 15 ફૂટ ઊંચી એક દિવાસ કૂદી ભાગવામાં સફળ રહ્યો હતો.

લલિત મોદીએ હવે AAP નેતા પર લગાવ્યો આરોપ

લલિત મોદીએ હવે AAP નેતા પર લગાવ્યો આરોપ

લલિત મોદીએ ટ્વિટર દ્વારા એક આમ આદમી પાર્ટીના નેતા રાહુલ મેહરા પર આરોપ લગાવતા કહ્યું છે કે રાહુલે આઇપીએલના બીજા સત્રમાં પત્ર લખીને આઠ સ્ટેડિયમમાં ફૂટ અને બેવરેઝના રાઇટની માંગણી કરી હતી. તેમણે આ પત્ર પણ ટ્વિટર પર અપલોડ કર્યો છે. વધુમાં તેમણે ક્રોંગ્રેસને પણ ઘેરતા કહ્યું કે ક્રોંગ્રેસ પાસે મોટી માત્રામાં કાળું નાણું છે. તેમણે કહ્યું કે તે જલ્દી લંડનમાં આ ક્રોંગ્રેસી નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરશે અને તેમના નામ ઉજાગર કરશે. તેમણે કહ્યું કે સમયની સાથે તમામ સચ્ચાઇ બહાર આવશે.

લલિત મોદી મામલે આપની સ્પષ્ટતા

લલિત મોદી મામલે આપની સ્પષ્ટતા

લલિત મોદીની ઉપરોક્ટ ટ્વિટનો જવાબ આપતા આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસે કહ્યું કે રાહુલ હાલ કોઇ પણ પદ પર નથી. વધુમાં તેમણે જે રાઇટ્સ માંગ્યા હતા તેમને તે રાઇટ્સ મળ્યા પણ નહતા. અને તેમણે આમ કરીને કંઇ પણ ખોટું નથી કર્યું.

યોગેન્દ્ર: કેજરીને તોમરની નકલી ડિગ્રી વિષે ખબર હતી

યોગેન્દ્ર: કેજરીને તોમરની નકલી ડિગ્રી વિષે ખબર હતી

આમ આદમી પાર્ટીમાંથી નીકાયેલા યોગેન્દ્ર યાદવે ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જિતેન્દ્ર તોમરની નકલી ડિગ્રી મામલે ટિપ્પણી કરતા કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલને તોમરની નકલી ડિગ્રી વિષે ખબર હતી. વધુમાં તેમણે આરોપ લગાવ્યો કે બધું જાણવા છતાં કેજરીએ કદી તેની પર તપાસ ના કરાવી. વધુમાં તેમણે કહ્યું કે તેમણે ફેબ્રુઆરીમાં તોમરની નકલી ડિગ્રી વિષે કેજરીવાલે કહ્યું પણ હતું.

વ્યાપમં કૌભાંડમાં અન્ય એક મોત

વ્યાપમં કૌભાંડમાં અન્ય એક મોત

24 કલાકની અંદર વ્યાપમંના પીએમટી કૌભાડના બે આરોપીઓની મૃત્યુ થઇ છે. શનિવારે આરોપી ડૉ. નરેન્દ્ર સિંહની મોત બાદ રવિવારે ગ્વાલિયરમાં ડૉ.રાજેન્દ્ર આર્યની પણ મોત થતા ખળબળાટ મચ્યો છે. આ પર ક્રોંગ્રેસે જ્યાં સીબીઆઇ તપાસની માંગણી કરી છે. ત્યાંજ સરકાર તેને સંજાગવશ અને પ્રાકૃતિક મોત કહી રહી છે.

અડવાણીએ ઉઠાવ્યો નૈતિકતાનો મુદ્દો

અડવાણીએ ઉઠાવ્યો નૈતિકતાનો મુદ્દો

અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે. અડવાણીને જ્યારે વસુંધરા અને સુષ્માના રાજીનામાં પર પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે કોઇનું પણ નામ લીધા વગર કહ્યું કે તેમની પર જ્યારે જૈન ડાયરીકાંડ મામલે આરોપ લગાવામાં આવ્યો હતો તેમણે તરત જ રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે આવું કરવું નેતાની એક નૈતિક જવાબદારી છે. જો કે તેમના આ નિવેદન બાદ ક્રોંગ્રેસને વધુ એક મોકો મળી ગયો છે. તો બીજી તરફ ભાજપની મુશ્કેલીઓ ફરી વધી ગઇ છે.

30 કલાક બાદ બોરવેલમાંથી જીવતી નીકળી છોકરી

30 કલાક બાદ બોરવેલમાંથી જીવતી નીકળી છોકરી

જયપુરમાં 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી એક સાત વર્ષની છોકરીને 30 કલાકની ભારે જહેમત બાદ જીવતી બહાર નીકાળવામાં લોકોને સફળતા મળી હતી. જે બાદ છોકરીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું સ્વાસ્થય સારું છે તેવું ડોક્ટરે જણાવ્યું હતું.

ગામમાં ધૂસેલા દિપડાને વનવિભાગે પકડ્યો

ગામમાં ધૂસેલા દિપડાને વનવિભાગે પકડ્યો

રવિવારે,ઉત્તરપ્રદેશના પીલીભીતી ગામમાં એક દિપડો ગામમાં ધૂસી આવતા કલાકોની મહેનત બાદ વન વિભાગ અને સ્થાનિકોએ તેને પકડવામાં સફળતા મેળવી હતી.

કાદવ ચોપડીને ભક્તો થયા ધન્ય

કાદવ ચોપડીને ભક્તો થયા ધન્ય

બિરભુમમાં, ધર્મરાજા મંદિરમાં બંગાળના અસર મહિનામાં નદીનો કાદવ ભક્તજનો પોતાની ઉપર લગાવે છે. માનવામાં આવે છે કે આ કાદવથી અસ્થમા જેવા રોગ દૂર થાય છે. માટે જ મોટીસંખ્યામાં લોકો દરવર્ષે પવિત્ર સ્થાન કરવા આવે છે. ત્યારે એક માતા તેના પુત્રોને આ પવિત્ર માટી લગાવી રહી છે.

ભોપાલમાં યોજાઇ

ભોપાલમાં યોજાઇ "માટીની મહેક"

રવિવારે, ભોપાલમાં માટી કળા બોર્ડ દ્વારા આયોજીત એક રાષ્ટ્રિય પ્રદર્શનમાં માટી માંથી બનાવેલી કેટલીક મૂર્તીઓની આ તસવીર. નોંધનીય છે કે આ પ્રદર્શનીનું નામ "માટીની મહેક" રાખવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદીનો મંચ ડૂબ્યો પાણીમાં

નરેન્દ્ર મોદીનો મંચ ડૂબ્યો પાણીમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વારાણસીની મુલાકાત પર આવવાના હતા પણ ભારે વરસાદના કારણે તેમણે આ પ્રવાસ કેન્સલ કર્યો. જો કે વરસાદે વારાણસીમાં નરેન્દ્ર મોદીના સત્કાર માટે લાગેલા મંચને નાના ટાપુમાં ફેરવી દીધા હતો.

 આંગણવાડીના કાર્યકરો ઉતર્યા વિરોધ પ્રદર્શન પર

આંગણવાડીના કાર્યકરો ઉતર્યા વિરોધ પ્રદર્શન પર

રવિવારે, પટાણામાં મધ્યાન ભોજન માટે કામ કરતા લોકો તેમની કાયમી નોકરીની માંગ સાથે રસ્તા પર ઊતર્યા.

કપૂરથલામાં સેન્ટર જેલના ડીસીપી પર થયો હુમલો

કપૂરથલામાં સેન્ટર જેલના ડીસીપી પર થયો હુમલો

રવિવારે, પંજાબના કપૂરથલામાં સેન્ટ્રલ જેલના ડીએસપી વિક્રમજીત સિંહ અને તેમની પત્ની પર કેટલાક અજાણ્યા લોકો હુમલો કર્યો હતો. જે બાદ પોલિસ તેમના વહાનની તપાસ કરી રહી છે.

મહિલા ક્રિકેટ ટીમને બેંગ્લુરુ ફળ્યું

મહિલા ક્રિકેટ ટીમને બેંગ્લુરુ ફળ્યું

રવિવારે, બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાયેલી વન ડેમાં ન્યૂઝિલેન્ડને હરાવ્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓ તેમની જીતની ખુશીને મનાવી રહ્યા છે.

બદ્રિનાથ હાઇવે ખુલ્યો, 175 યાત્રીઓ હેમકુંડ રવાના થયા

બદ્રિનાથ હાઇવે ખુલ્યો, 175 યાત્રીઓ હેમકુંડ રવાના થયા

ઉત્તરાખંડમાં આવેલ ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કર્યું હતું. જો કે અનેક જગ્યા બંધ પડેલા બદ્રિનાથ હાઇવેને ફરી ખોલવામાં આવ્યો છે. કેદારનાથમાં પણ વરસાદના લીધે સવારે હેલિકોપ્ટર સેવા બંધ કરાઇ હતી. વધુમાં સોમવારે સવારે 175 યાત્રીઓને હેમકુંડ માટે પગપાળા રવાના કરવામાં આવ્યા હતા.

આમ આદમી પાર્ટીએ કર્યું વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટીએ કર્યું વિરોધ પ્રદર્શન

સોમવારે, નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપના ચાર મહિલા નેતાઓ સ્મૃતિ ઇરાની, વસુંધરા રાજે, પંકજા મુંડે અને સુષ્મા સ્વરાજના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X