For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1000 ભારતીય તીર્થયાત્રીઓને બચાવવા કોમર્શિયલ ફ્લાઈટ્સ પહોંચી નેપાળ

કર્ણાટકથી કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 1000 થી વધુ તીર્થયાત્રી નેપાળમાં ફસાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકથી કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા 1000 થી વધુ તીર્થયાત્રી નેપાળમાં ફસાઈ ગયા છે. સોમવારે ભારત સરકાર તરફથી આ વાતની જાણકારી આપવામાં આવી છે. સરકારે એ પણ કહ્યુ છે કે આ બધા તીર્થયાત્રી સુરક્ષિત છે અને તેમને ભારતીય વિદેશ મંત્રાલય તરફથી મદદ આપવામાં આવી રહી છે. બીજી તરફ ભારત સરકારે નેપાળને અનુરોધ કર્યો છે કે ફસાયેલા તીર્થયાત્રીઓને બચાવવા માટે હેલિકોપ્ટર આપવામાં આવે.

સિમિકોટમાં બચાવ કાર્ય શરૂ

સિમિકોટમાં બચાવ કાર્ય શરૂ

મંગળવારે નેપાળના સિમિકોટમાં બે કોમર્શિયલ ફ્લાઈટ્સ પહોંચી છે અને અહીંથી 525 તીર્થયાત્રીઓને બચાવવાનું કામ ચાલુ છે. જે તીર્થયાત્રીઓ ફસાયેલા છે તેમાંથી 290 તીર્થયાત્રીઓ કર્ણાટકના છે. કર્ણાટક રાજ્યના ઈમરજન્સી ઓપરેશન્સ સેન્ટર (ઈઓસી) અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ (ડિઝાસ્ટર મેનેજમેન્ટ) તરફથી તીર્થયાત્રીઓના ફોટા અને સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે તીર્થયાત્રીઓને થોડી મુશ્કેલીઓ પડી હતી જેમાં તેમને જમવાની મુશ્કેલી પડી હતી.

ભારતીય વિદેશ મંત્રાલય એક્ટિવ

ભારતીય વિદેશ મંત્રાલય એક્ટિવ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ તરફથી પણ આ અંગે એક ટ્વિટ કરવામાં આવ્યુ છે. તેમણે પોતાની આ ટ્વિટમાં જાણકારી આપી છે કે સિમિકોટમાં 525 તીર્થયાત્રી, 550 હિલ્સામાં અને 500 તીર્થયાત્રીઓ તિબ્બત તરફ ફસાયેલા છે. તેમણે વધુ એક ટ્વિટમાં કહ્યુ છે કે, "નેપાળમાં ભારતીય વિદેશ મંત્રાલયે નેપાળગંજ અને સિમિકોટમાં પોતાના રિપ્રેઝન્ટેટિવ્સને તૈનાત કરી દીધા છે. તે દરેક તીર્થયાત્રીના સંપર્કમાં છે અને ખાવાપીવાના સામાન ઉપરાંત દરેક જરૂરી સામાનની સુનિશ્ચિતતા નક્કી કરી રહ્યા છે."

સુષ્મા સ્વરાજ રાખી રહ્યા છે નજર

સુષ્મા સ્વરાજ રાખી રહ્યા છે નજર

સુષ્મા સ્વરાજે જણાવ્યુ કે સિમિકોટમાં વૃધ્ધ તીર્થયાત્રીઓના હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યા છે. તેમને દરેક પ્રકારની મેડીકલ મદદ પણ આપવામાં આવી રહી છે. વળી, હિલ્સામાં વિદેશ મંત્રાલયે પોલિસ ઓથોરિટીઝને બધી જરૂરી મદદ આપવાનો અનુરોધ કર્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ નવી દિલ્હીમા સ્થિત કર્ણાટક ભવનમાં રેજીડેન્ટ કમિશ્નરને નિર્દેશ આપ્યા છે કે બધા તીર્થયાત્રીઓની સુરક્ષાને સુનિશ્ચત કરવા માટે બધા જરૂરી પગલાં લેવામાં આવે. વળી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ પણ કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા રાજ્યના તીર્થયાત્રીઓ વિશે જાણકારી લીધી છે અને અધિકારીઓને તેમને જરૂરી મદદ આપવાના નિર્દેશ આપ્યા છે.

English summary
290 pilgrims from Karnataka stranded in Nepal because of heavy rains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X