ટીએમસીની ઓફીસ પર ધમાકામાં 3 કાર્યકર્તા ઘાયલ, બીજેપી કહ્યું- બોમ્બ બનાવી રહ્યાં હતા કાર્યકર્તા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ જેમ જેમ તીવ્ર બને છે તેમ હિંસા પણ તીવ્ર બની રહી છે. શુક્રવારે રાજ્યના બાંકુરા જિલ્લાના જોયપુર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ નજીક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ટીએમે વિસ્ફો
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ જેમ જેમ તીવ્ર બને છે તેમ હિંસા પણ તીવ્ર બની રહી છે. શુક્રવારે રાજ્યના બાંકુરા જિલ્લાના જોયપુર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસની ઓફિસ નજીક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા છે.

ટીએમસી વિસ્ફોટ માટે કોંગ્રેસ અને ડાબેરી જોડાણને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ માટે ટીએમસીને નિશાન બનાવ્યું છે. બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે વિસ્ફોટ ટીએમસી ઓફિસની અંદર થયો હતો જ્યારે તેના કાર્યકરો ઓફિસની અંદર બોમ્બ બનાવી રહ્યા હતા.
બ્લાસ્ટ થયા બાદ વિસ્તારમાં તણાવ પ્રવર્તે છે. આ ઘટના બાદ રાજકીય કાર્યકરો વચ્ચે હિંસા અને ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે. બ્લાસ્ટની ઘટના બાદ આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ રવાના કરાઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં લોકો ગંભીર રીતે ઘાયલ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ફરીદાબાદ: નિકિતા તોમર હત્યાકાંડના દોષિયોને ઉંમર કેદની સજા, પિતાએ કહ્યું- ફાંસી થવી જોઇતી હતી












Click it and Unblock the Notifications
