અજાણ્યા વાહનની ટક્કરથી 3 પત્રકારના મોત, મુખ્યમંત્રીએ પ્રગટ કર્યો શોક
મધ્ય પ્રદેશના વિદિશામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રેસ કલ્બના અધ્યક્ષ સહિત 3 પત્રકારોના મોત થયા હતા. આ અંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મધ્ય પ્રદેશના વિદિશામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પ્રેસ કલ્બના અધ્યક્ષ સહિત 3 પત્રકારોના મોત થયા હતા. આ અંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું.

અજાણ્યા વાહને ટક્કર મારી
આ ગમખ્વાર અકસ્માત સલામતપુર પોલીસ સ્ટેશન હેઠળના લાંબાખેડામાં થયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ, ત્રણેય પત્રકારોને લાંબાખેડા વળાંક પર અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

ત્રણ પત્રકારોના મોત
આ અકસ્માતમાં વિદિશા પ્રેસ ક્લબના પ્રમુખ રાજેશ શર્મા નિવાસી ખારી ફાટક રોડ વિદિશા, સુનિલ શર્મા નિવાસી સિંધી કોલોની, નરેન્દ્ર દીક્ષિત નિવાસી આરએમપી નગરનું મૃત્યુ થયું હતું.

મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્રકારોના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે અકસ્માતમાં વિદિશા પ્રેસ ક્લબના પ્રમુખ રાજેશ શર્મા અને સાથી પત્રકારો સુનીલ શર્મા અને નરેન્દ્ર દીક્ષિતના મૃત્યુના દુઃખદ સમાચાર મળ્યા છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ ઊંડું દુઃખ સહન કરવાની શક્તિ આપે.












Click it and Unblock the Notifications
