For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોવામાં સેક્સ રેકેટ: હિન્દીને તમિલ ફિલ્મોની હિરોઇન પકડાઇ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ગોવામાં સેક્સ રેકેટ પકડાયું, હિન્દીને તમિલ ફિલ્મોની હિરોઇન પકડાઇ

ગોવામાં સેક્સ રેકેટ પકડાયું, હિન્દીને તમિલ ફિલ્મોની હિરોઇન પકડાઇ

ગોવા પોલિસે એક સેક્સ રેકેટનો પરદાફાર્શ કર્યો છે. જેમાં તેલગુ અને હિન્દી ફિલ્મોમાં નાની ભૂમિકા કરનારી એક અભિનેત્રીને પણ બચાવવામાં આવી છે. વધુમાં આ મામલે એક મહિલાની પણ દલાલીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે આ કેસમાં પોલિસે છટકું ગોઠવી આ હાઇક્લાસ પ્રોસ્ટિટ્યૂસનનો ભંડાફોડ કર્યો છે.

84ના શીખ તોફાનો મામલે અમિતાભનું બયાન બહાર આવ્યું

84ના શીખ તોફાનો મામલે અમિતાભનું બયાન બહાર આવ્યું

1984માં ઇન્દિરા ગાંધીની મૃત્યુ બાદ દિલ્હીમાં થયેલા શીખ કોમી તોફાનો મામલે બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનું નિવેદન બહાર આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આ રમખાણોમાં સંડાવાયેલા ક્રોંગ્રેસ સાંસદ જગદીશ ટાઇટલર તે સમયે ક્યાં હતા તેની, તેમને કોઇ જાણકારી નથી. નોંધનીય છે કે ઇન્દિરાની હત્યા વખતે બચ્ચન દિલ્હીમાં જ હતા અને તે એમ્સમાં ઇન્દિરાને જોવા પણ ગયા હતા.

યુવરાજની વેલફીનો મોદીએ આપ્યો જવાબ

યુવરાજની વેલફીનો મોદીએ આપ્યો જવાબ

જાણીતા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક વર્ષના શાસનકાળ માટે તેમને અભિનંદન પાઠવતું એક વેલફી મૂક્યું. જે બાદ વડાપ્રધાને પણ યુવરાજના વખાણ કરતા તેનો આભાર માન્યો છે.

સાયના નેહવાલે સાથી ખેલાડીને મારી થપ્પડ

સાયના નેહવાલે સાથી ખેલાડીને મારી થપ્પડ

તમે કંઇ પણ ખોટું વિચારો તે પહેલા જણાવી દઉં કે સાનિયા નેહવાલ અને તેના સાથી ખેલાડી અક્ષય દેવાલકર ડબસ્મૈશ માટે એક વિડિયો શૂટ કર્યો છે. જેમાં હેરાફેરીના ડાયલોગ પર એક્ટિંગ કરતા સાનિયાએ અક્ષણને તમાચો મારી પરેશ રાવલનો ડાયલોગ બોલ્ય છે. યે બાબૂ રાવ કા સ્ટાઇલ હૈ.

સંપ્રદાયિકતાના આધારે વિભાજનની રાજનીતિ નહીં : મોદી

સંપ્રદાયિકતાના આધારે વિભાજનની રાજનીતિ નહીં : મોદી

મંગળવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુસ્લિમ નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા. જ્યાં તેમણે સામાજિક, આર્થિક અને શૈક્ષણિક મુદ્દાઓ પર વાતચીત કરી. મોદી કહ્યું કે ધર્મના નામે ભાગ પાડો અને રાજ કરોની નિતિએ દેશને ભારે નુક્શાન પહોંચાડ્યું છે. વધુમાં તેમણે લધુમતી કોમને આશ્વાસન આપ્યું કે તે તેમનાથી એક ફોનની દૂરી પર છે. જ્યારે પણ કામ પડે યાદ કરજો.

કાળા નાણાં મામલે બીજા કેટલાક નામોની જાહેરાત

કાળા નાણાં મામલે બીજા કેટલાક નામોની જાહેરાત

સ્વિટ્ઝરલેન્ડે કાળા નાણાં મામલે કેટલાક અન્ય લોકોના નામ પણ સાર્વજનિક કર્યા. જેમાં સૈયદ મોહમ્મદ મસૂર અને ચાંદ કૌસર મોહમ્મદનું નામ બહાર આવ્યું છે. વધુમાં મોકોપાને લિમિટેડ, સોરવૂડ ડેવલોપમેન્ટ, હોલ્ડિંગ્સ લિમિટેડ જેવી કંપનીઓના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે.

દિલ્હી ACB મામલે DSPએ નનૈયો ભર્યો

દિલ્હી ACB મામલે DSPએ નનૈયો ભર્યો

એસીબી વિવાદને લઇને જ્યાં એક બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલ આર-પારની લડાઇ લડી રહ્યા છે ત્યાં જ બીજી તરફ બિહારથી જે પોલિસ અધિકારીને ACB માટે દિલ્હી બોલાવામાં આવ્યો હતો. તેણે સ્વાસ્થના કારણો ધરી દિલ્હી આવવાની ના પાડી દીધી છે. નોંધનીય છે કે આ પહેલા પણ છૂપી રીતે અધિકારીઓ કેજરીવાલ સાથે કામ કરવાની ના પાડી ચૂક્યા છે.

રસ્તા પર ખાડો દેખાયો તો એન્જિનીયરને તેમાં નાખી દઇશ

રસ્તા પર ખાડો દેખાયો તો એન્જિનીયરને તેમાં નાખી દઇશ

આવું વિવાદાસ્પદ નિવેદન ઉત્તરપ્રદેશના કેબિનેટ પ્રધાન અને સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના ભાઇ શિવપાલ સિંહ યાદવે આપ્યું છે. અલ્હાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન જ્યારે મીડિયા દ્વારા યુપીના ખરાબ રસ્તા વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે આવું નિવેદન કર્યું હતું.

કેરળમાં

કેરળમાં "મેગી" પર પ્રતિબંધ, દિલ્હીમાં પણ મેગી ફેલ

મંગળવારે મેગી પર કેરળ સરકારે પ્રતિબંધ લગાવ્યો. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં પણ તેના 13માંથી 10 સેપલમાં સીસું મળ્યું. વધુમાં સરકારે દેશના વિવિધ ભાગોમાંથી તેના સેમ્પલ મગાવી તેની તપાસ કરવાનું કહ્યું છે. બિહારમાં પણ મુઝફ્ફરપુર કોર્ટે અમિતાભ, માધુરી અને પ્રિટી સામે તથા નેસ્લેના મેનેજર મોહન ગુપ્તા સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે ખોવાયેલા બાળકો માટે શરૂ કર્યું પોર્ટલ

કેન્દ્ર સરકારે ખોવાયેલા બાળકો માટે શરૂ કર્યું પોર્ટલ

મોદી સરકારે ખોવાયેલા બાળકો માટે એક પોર્ટલ શરૂ કર્યું છે. ખોયા-પાયા પોર્ટલ દ્વારા ટેકનોલોજીની મદદથી ખોવાયેલા બાળકોને તેમના માતા-પિતાને મેળવવામાં મદદ કરાશે. સરકારે આ પોર્ટલ પર ખોવાયેલા બાળકોની જાણકારી, ફોટા અપલોડ કર્યા છે. જો દ્વારા તમે પણ કોઇ બાળકને તેના માતા-પિતાને મેળવી શકો છો.

સ્કૂલોમાં અનિવાર્ય યોગ દિવસ મામલે મુસ્લિમ સંગઠનનો વિરોધ

સ્કૂલોમાં અનિવાર્ય યોગ દિવસ મામલે મુસ્લિમ સંગઠનનો વિરોધ

આંતરાષ્ટ્રિય યોગ દિવસે મુંબઇની સ્કૂલોમાં અનિવાર્ય યોગ દિવસની ઉજવણીની જાહેરાત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દ્વારા કરતા મુસ્લિમ સંગઠનોએ તેના વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે સૂર્ય નમસ્કાર વખતે જે રીતે વળવું પડે છે તે રીતે અમે અલ્લાહ સિવાય કોઇની સામે ઝૂકતા નથી. વધુમાં તેમણે આ યોગ દિવસ અનિવાર્ય ના કરવાની અપીલ કરી છે.

દેશના આર્થિક વિકાસનો ફાયદો નબળા વર્ગને નથી મળી રહ્યો.

દેશના આર્થિક વિકાસનો ફાયદો નબળા વર્ગને નથી મળી રહ્યો.

મંગળવારે, ઇન્દોર પાસે આવેલા મહૂમાં જનસભાને સંબોધતા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દેશનો વિકાસ ત્યારે થયો કહેવાશે જ્યારે તમામ જાતિઓના લોકોનો વિકાસ થાય. તેમણે કહ્યું કે દેશનો વિકાસ તો થયો છે પણ તેનો લાભ નબળા વર્ગને નથી મળ્યો.

નબળા ચોમાસા અને દુકાળ પર મોદીએ આપ્યા તૈયારીના નિર્દેશ

નબળા ચોમાસા અને દુકાળ પર મોદીએ આપ્યા તૈયારીના નિર્દેશ

આ વખતે નબળું ચોમાસા અને 88 ટકા વરસાદની થશે, હવામાન ખાતાની આ વાતને પૃષ્ઠી ભૂમિ વિજ્ઞાન પ્રધાન ડૉ. હર્ષવર્ધન નવી દિલ્હી ખાતે એક પ્રેસકોન્ફર્ન્સમાં કરી. વધુમાં હર્ષવર્ધને જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે અત્યારથી જ બચાવના કામ શરૂ કરવાનો આદેશ આપી ચૂક્યા છે. જે પર હાલ કાર્યવાહી થઇ રહી છે.

IIT- મદ્રાસ કેમ્પસમાં વિદ્યાર્થીઓ કર્યું વિરોધ પ્રદર્શન

IIT- મદ્રાસ કેમ્પસમાં વિદ્યાર્થીઓ કર્યું વિરોધ પ્રદર્શન

મંગળવારે, વિદ્યાર્થી સંગઠન પર પ્રતિબંધ મામલે આઇઆઇટી ચેન્નઇના વિદ્યાર્થીઓએ આઇઆઇટી મદ્રાસના મેનેજમેન્ટ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાની વિરોધ હોર્ડિંગ અને નારે બાજી કરીને કર્યું વિરોધ પ્રદર્શન.

શ્રીનગરની છોકરીઓએ કર્યું

શ્રીનગરની છોકરીઓએ કર્યું "સ્વચ્છ ભારત"

શ્રીનગરની શાળાની વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રીનગરની ગલીઓ કરી સાફ. લોકોને કહ્યું મારા ભારતને રાખો સ્વચ્છ.

ગિલગિત- બાલતિસ્તાનમાં ચૂંટણીથી ભારત નારાજ

ગિલગિત- બાલતિસ્તાનમાં ચૂંટણીથી ભારત નારાજ

પાક. અધિકૃત કાશ્મીરના ગિલગિત અને બાલતિસ્તાનમાં થનાર વિધાનસભાની ચૂંટણી પર ભારતે લાલ આંખ કરતા કહ્યું છે કે ગિલગિત અને બાલતિસ્તાન જમ્મુ કાશ્મીરનું એક અભિન્ગ અંગ છે અને તે ભારતનો ભાગ છે પાક. તેની પર જબદસ્તીથી કબ્જો કર્યો છે.

અહીં વિકાસ ક્યારે પહોંચશે?

અહીં વિકાસ ક્યારે પહોંચશે?

મેધાલયના વેસ્ટ ખાસીના ગ્રામજનો પાસે આ તૂટેલા લાકડીના પુલ પર ચાલવા સિવાય કોઇ રસ્તો નથી. આ પૂલ તેમની અને બહારની દુનિયાની વચ્ચેની કડી છે. જે દિવસે તે પણ સંપૂર્ણ પણે તૂટી જશે, તે દિવસે આ લોકોનો પણ સંપૂર્ણ પણે બહારની દુનિયાથી સંબંધ તૂટી જશે.

દિલ્હી- આગ્રા ટ્રેનનું છેલ્લું ટ્રાયલ

દિલ્હી- આગ્રા ટ્રેનનું છેલ્લું ટ્રાયલ

મંગળવારે, દિલ્હી આગરા વચ્ચે શરૂ થનારી હાઇ સ્પીડ ટ્રેનનું ટ્રાયલ રન હતું. નોંધનીય છે કે આ ગતિમાન એક્સપ્રેસનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનના બીજા સપ્તાહમાં કરશે.

કોલકત્તામાં ઉજવાઇ

કોલકત્તામાં ઉજવાઇ "સનન યાત્રા"

કોલકત્તાના ઇસ્કોન મંદિરમાં પૂજારીઓ સનન યાત્રા દરમિયાન અનુષ્ઠાન કરી રહ્યા છે.

ભોપાલમાં

ભોપાલમાં "શબ એ બારત"

મંગળવારે, ભોપાલમાં શબ એ બારત અવસર પર એક મુસ્લિમ બાળકી લાઇટની ઝગમગાતી મસ્જિદ પાસે ઊભી રહી દુઆ માંગી રહી છે.

ગુરગાંવમાં દિલ ધડકને દોનું પ્રમોશન

ગુરગાંવમાં દિલ ધડકને દોનું પ્રમોશન

મંગળવારે, ગુરગાંવની એક પ્રમોશન ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચી આવનારી ફિલ્મ દિલ ધડકને દોની આખી ફિલ્મ કાસ્ટ.

હવે ચાલશે સુવિધા ટ્રેન, જેમાં ખાલી કન્ફર્મ અને આરએસી ટિકિટ જ મળશે

હવે ચાલશે સુવિધા ટ્રેન, જેમાં ખાલી કન્ફર્મ અને આરએસી ટિકિટ જ મળશે

હવે પ્રિમિયમ ટ્રેનોના બદલે સુવિધા ટ્રેનો ચલાવામાં આવશે. જેમાં વેટિંગ ટિકિટ નહીં મળે. પણ યાત્રી 30 દિવસ થી લઇને 10 દિવસ પહેલા આરક્ષણ કરાવી શકશે. અને તેમાં કન્ફર્મ અને આરએસી ટિકિટ જ મળશે.

મેગી કેન્દ્રિય ભંડારો અને બિગ બજારની નીકળી

મેગી કેન્દ્રિય ભંડારો અને બિગ બજારની નીકળી

મેગી નૂડલ્સમાંથી ખતરનાક સીસું મળી આવ્યા બાદ હવે કેન્દ્રિય ભંડારો અને બીગ બજારના તમામ આઉલેટ પર મેગીને બેન કરવામાં આવી છે. અને જ્યાં સુધી યોગ્ય રિપોર્ટ બહાર નહીં આવે ત્યાં સુધી આનું વેચાણ આ દુકાનોમાં નહીં કરવામાં આવે.

દિલ્હીના હોર્ડિંગ્સમાં કેજરીવાલને કહ્યો જૂઠ્ઠો

દિલ્હીના હોર્ડિંગ્સમાં કેજરીવાલને કહ્યો જૂઠ્ઠો

દિલ્હીમાં આજકાલ અલગ અલગ જગ્યાએ અમુક નવી પ્રકારના હોર્ડિંગ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. જેમાં ભષ્ટ્રાચારી સામે કડક પગલા લેવાનો દાવો કરનારી દિલ્હી સરકાર વિરુદ્ધ લખવામાં આવ્યું છે. આ હોર્ડિંગમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જૂઠ્ઠા ગણાવીને જવાબ માંગ્યો છે કે કેટલા ભષ્ટ્રાચારી અધિકારીઓ હજી સુધી પકડાયા તેનો જવાબ આપ.

English summary
3 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X