For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વરસાદના કારણે બિલ્ડિંગ ઢળી પડતાં 3ના મોત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

pune-in-maharashtra
પૂણે, 17 જૂન: ચોમાસાના પ્રથમ વરસાદે તબાહી મચાવવાની શરૂઆત કરી દિધી છે. ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે થઇ રહેલા ભૂસ્ખલનના કારણે લોકોના મોત નિપજ્યાં છે તો ઘણી જગ્યાએ બિલ્ડિંગો ધરાશય થઇ ગઇ છે. પૂણેમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બિલ્ડિંગ ધરાશય થતાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ છે.

આ અકસ્મત સુવર્ણાનંદ સોસાયટીમાં સર્જાયો છે, જ્યાં સોસાયટીની એક 15 ફૂટ ઇંચી દિવાલ રસ્તા પર ઢળી પડી હતી. અચાનક સર્જાયેલ આ અકસ્માતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલી ત્રણ મહિલાઓ ચપેટમાં આવી ગઇ હતી. દિવાલ સડક પરથી પસાર થઇ રહેલી ત્રણ મહિલાઓ પડી હતી. આ અકસ્માતમાં મહિલાઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. તો બીજી તરફ દિવાલ ઢળી પડતાં કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.

અકસ્માતની જાણ થતાં પોલીસ અને વહિવટી તંત્રએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દિધું છે. કાટમાળ હટાવવાનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂણેમાં ગઇકાલે રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર ઝાડ પડી જતાં વાહન વ્યવહારમાં અડચણો ઉભી થઇ હતી અને કેટલીક જગ્યાએ લાઇટો ડૂલ થઇ ગઇ હતી. શહેરમાં ગઇકાલે 72 મિલીમીટર વરસાદ નોંધવામાં આવ્યો હતો. મોટાભાગના જળાશયો ભરાઇ ગયા છે. વહિવટી તંત્ર મુશ્કેલીઓનો સામનો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

English summary
3 women were killed in Pune, when the compound wall of a residential complex collapsed due to incessant rains that continued to lash the city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X