દિલ્હીમાં કોચિંગ સેન્ટરમાં પાણી ભરાતા 3 લોકોનું દર્દનાક મોત, 2 લોકોની ધરપકડ
ભારે વરસાદ વચ્ચે દિલ્હીમાંથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે. અહીં એક કોચિંગ સેન્ટરમાં પાણી ભરાતા 3 લોકોના જીવ ગયા છે.
દિલ્હી પોલીસે રાજેન્દ્ર નગર સ્થિત કોચિંગ ક્લાસમાં એક દુ:ખદ અકસ્માતના સમાચાર આપ્ચા છે. અહીં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાવાને કારણે ત્રણ લોકોના મોત થયા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતમાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. સેન્ટ્રલના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એમ હર્ષવર્ધને કહ્યું કે, અમે ફોજદારી કેસ નોંધ્યો છે. અમારી ફોરેન્સિક ટીમો અહીં છે. ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
અમે આ મામલે સંપૂર્ણ અને નિષ્પક્ષ તપાસ માટે પ્રતિબદ્ધ છીએ. અમે આ મામલે મજબૂત કેસ દાખલ કરવા અને સત્ય શોધવા માટે પ્રતિબદ્ધ છીએ. અત્યાર સુધીમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ ઘટના બાદ વિદ્યાર્થીઓએ સ્થળ પર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સામે વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે. ડીસીપી સેન્ટ્રલ એમ હર્ષવર્ધને વિદ્યાર્થીઓને વિરોધ ન કરવા વિનંતી કરી છે, જેથી બચાવ કામગીરીમાં અવરોધ ન આવે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા છે. ભોંયરામાંથી પાણી કાઢવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીસીપી હર્ષવર્ધને કહ્યું કે સર્ચ ઓપરેશનનો એક છેલ્લો રાઉન્ડ બાકી છે.
ફસાયેલા કેટલાક વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે અને તેમાંથી ત્રણને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ત્રણ મૃતદેહો સિવાય અન્ય 13 થી 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તે તમામની હાલત સારી છે.












Click it and Unblock the Notifications
