કોલકત્તામાં અલકાયદા સાથે જોડાયેલ 3 સંદિગ્ધ આતંકી પકડાયા

Posted By:
Subscribe to Oneindia News

કુખ્યાત આતંકી સંગઠન અલકાયદાના ત્રણ સંદિગ્ધ આતંકીઓને પકડવામાં આવ્યા છે. આ ત્રણેયને કોલકત્તાના રેલ્વે સ્ટેશનથી પકડવામાં આવ્યા છે. પકડાયેલા આતંકીઓમાંથી બે બાંગ્લાદેશના છે. અને એક કોલકત્તાના બશીરહાટ જિલ્લાનો રહેવાસી છે. એસટીએફ દ્વારા આ ત્રણ આતંકીઓની પૃષ્ઠી કરવામાં આવી છે. તેમની પાસેથી લેપટોપ, અલકાયદાની બુક અને પેન ડ્રાઇવ મળ્યા છે. એસટીએફ મામલે પોલીસ તપાસ કરી રહી છે. એસટીએફ આ ત્રણ આતંકીઓની વિષે વધુ વિગતો ના જણાવતા ખાલી એટલું જ કહ્યું હતું કે આ ત્રણેય આંતકીઓ કોલકત્તાની રેકી કરી રહ્યા હતા. અને ત્રણેય કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં હતા.

terrorist

ડીસી એસટીએફ કોલકત્તા પોલીસ મુરલીઘર શર્માએ જણાવ્યું કે આમાંથી બે આતંકી ગત દોઢ વર્ષથી ગેરકાનૂની રીતે ભારતમાં રહી રહ્યા હતા. અને તેમની પાસે બોમ્બ બનાવાની ડિટેલ પણ મળી છે. શર્માએ કહ્યું કે અંસાર બાંગ્લા જે બાંગ્લાદેશનું ચરમપંથી સંગઠન છે તેનાથી આ આતંકીઓ સંબંધ ધરાવે છે. ત્યારે હાલ પોલીસ આ ત્રણેય આતંકીઓને પકડીને તેમનાથી વધુ જાણકારી મેળવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરતમાંથી પણ આઇએસઆઇએસ સાથે સંબંધ ધરાવતા આતંકીઓને પકડવામાં આવ્યા હતા. તે બાદ હવે કોલકત્તાથી અલકાયદા સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની અટક કરવામાં પોલીસ અને ગુપ્તચર સંસ્થાઓને સફળતા મળી છે.

English summary
3 suspected Al Qaeda terrorists are arrested in Kolkata. Read here more news on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.