For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ, બંધકને રેસ્ક્યૂ કર્યો

જમ્મુ-કાશ્મીરઃ રામબનમાં ત્રણ આતંકી ઠાર, એક જવાન શહીદ, બંધકને રેસ્ક્યૂ કર્યો

|
Google Oneindia Gujarati News

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના રામબનમાં બટોટ-ડોડા રોડની બાજુમાં શનિવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં સુરક્ષાબળે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકીઓ દ્વારા ઘરમાં બંધક બનાવવામાં આવેલ એક સભ્યને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં એક સૈનિક શહીદ થયો છે. કેટલાક સુરક્ષાકર્મી ઘાયલ હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એન્કાઉન્ટર ખતમ થઈ ગયું છે. જો કે સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું છે.

encounter

ભારતીય સેનાના પ્રવક્તા કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યુ્ં કે આજે એટલે કે શનિવારે સવારે 7.30 વાગ્યે બે વ્યક્તિઓએ બટોટા-ડાડા રોડ પર એક નાગરિકના વાહનને રોકવાની કોશિશ કરી. વાહન ચાલકને બંનેના હાવભાવ અને શકલ પર શક ગયો અને તેણે બાજુની સેના પોસ્ટને આ મામલાની જાણકારી આપી. ભારતીય સેનાના જવાનોએ બંને સંદિગ્ધની તલાશ માટે તરત સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાબળો પર ફાયરિંગ શરૂ કરી દીધું.

દરમિયાન આતંકી એક ઘરમાં ઘૂસી ગયા. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે સિવિલ ડ્રેસ અને હાથમાં બંદૂક લઈ ત્રણ આતંકી પાડોસના ઘરમાં ઘૂસ્યા છે. આ દરમિયાન તે પરિવારના બધા સભ્યો બહાર આવી ગયા. જણાવ્યું કે આતંકીઓએ ઘરના માલિકને તેના જ ઘરમાં કેદ કરી લીધો છે. જો કે હવે તેને બચાવી લેવામાં આવ્યો છે. જમ્મુના પોલીસ મહાનિરીક્ષક મુકેશ સિંહે જણાવ્યું કે બંધકને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે. સેનાના એક જવાનનો જીવ ચાલ્યો ગયો છે અને બે પોલીસકર્મી ઘાયલ થયા છે. ઑપરેશન હવે ખતમ થઈ ગયું છે.

રામબન સિવાય આતંકીઓએ શ્રીનગરના ડાઉનટાઉન સ્થિત સફાકદળ મોહલ્લામાં સીઆરપીએફની એક પેટ્રોલિંગ ટીમ પર હુમલો કર્યો છે. સીઆરપીએફ જવાનો પર હુમલો એવા સમયે થયો છે જ્યારે તેઓ બધા અહીં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. સફાકદળના નવાકદળ ચૌક પાસે થયેલ આ હુમલામાં સીઆરપીએફની 49મી બટાલિયાનના જવાનોને નિશાન બનાવવામાં આવ્યા, જો કે જવાનોને આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.

 જમ્મુ અને કાશ્મીરના તમામ 22 જિલ્લામાંથી કર્ફ્યુ હટતાં નાગરિકોને રાહત જમ્મુ અને કાશ્મીરના તમામ 22 જિલ્લામાંથી કર્ફ્યુ હટતાં નાગરિકોને રાહત

English summary
3 terrorists have been killed in encounter in ramban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X