8 મે સુધીમાં રાહુલ ગાંધીને આવું પડશે લોકો સામે

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં પૂરની ઝપેટમાં. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સેનાની મદદ માંગી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉચ્ચ અધિકારીઓની એક ટીમ શ્રીનગર મોકલી છે. જો કે વિરોધી પક્ષે સહાય કરવામાં મુફ્તી સરકાર મોડી પડી હોય તેવો આરોપ લગાવ્યો છે.

8 મે સુધીમાં રાહુલ ગાંધીને આવું પડશે લોકો સામે.

8 મે સુધીમાં રાહુલ ગાંધીને આવું પડશે લોકો સામે.

રાહુલ ગાંધી સામે ભિવંડીમાં માનહાનિનો કેસ ચાલી રહ્યો છે. જેના પર કોર્ટે રાહુલ ગાંધીને 8 મેએ કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન, 2002ના હિટ એન્ડ રન કેસમાં આવ્યો છે નવો ટિેવસ્ટ. સલમાનના ડ્રાઇવર અશોક સિંહે કહ્યું તે કાર ચલાવી રહ્યો હતો. નોંધનીય છે કે સલમાને આ પહેલા પણ કોર્ટ સામે કબૂલાત કરી હતી કે તેનો ડ્રાઇવર આ દુર્ધટના વખતે કાર ચલાવી રહ્યો હતો.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના જલ સંશાધન પ્રધાન ગિરિશ મહાજન વિકલાંગ બાળકોના કાર્યક્રમમાં ખુલ્લી રિવોલ્વર કમરમાં લટકાવીને પહોંચ્યા. જેના પગલે વિરોધ પક્ષે વિધાનસભામાં હંગામો કર્યો. વિરોધ પક્ષનું કહેવું હતું કે મંત્રીજીએ બાળકો સામે હથિયારોનું પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે?

મદન મોહન માલવીય

મદન મોહન માલવીય

રાષ્ટ્રિપતિ પ્રણવ મુખર્જીએ આજે મહાન શિક્ષાવિદ અને કાશી હિંદૂ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મદન મોહન માલવીયને ભારત રત્નથી સન્માનિત કર્યા. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માલવીયના પૌત્ર અને તેમનો પૂરો પરિવાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીર

જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદે અને ભૂસ્ખલને પૂરની યાદ તાજી કરી. સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું. ઝેલમ સમતે પ્રમુખ નદીઓમાં પાણીનું સ્તર ખતરાની સ્થિતિ સુધી વધતા સરકારે હાઇ એલર્ટ જાહેર કર્યું છે. અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહીમાં તંત્ર લાગી ગયું છે.

વિશાખાપટ્ટનમ

વિશાખાપટ્ટનમ

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ નજીક એક ફટાકડા બનાવતા યુનિટમાં આગ લાગતા અહીં મોટો વિસ્ફોટ થયો હતો. આ દુર્ધટનામાં 6 લોકોની મૃત્યુ થઇ છે. નોંધનીય છે કે જ્યારે આ આગ લાગી ત્યારે અહીં 10-15 લોકો કામ કરી રહ્યા હતા.

અમૃતસર

અમૃતસર

અમૃતસરમાં આજે સવારે બીએસએફના જવાનોએ ભારત-પાક બોર્ડર પર બે પાક દાણચોરોને મોતને ધાટ ઉતાર્યા છે. આ દાણચોરો પાસેથી 12 કિલો હેરોઇન અને એક એકે-47 રાઇફલ મળી છે.

ભાજપ

ભાજપ

8.8 કરોડ સદસ્યો સાથે ભાજપ બની ગયું છે દુનિયાની સૌથી મોટી પાર્ટી. આ પહેલા આ સ્થાન ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પાસે હતું જે 8.6 કરોડ સદસ્ય ધરાવે છે. નોંધનીય છે કે પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે બીજેપી સદસ્યોની સંખ્યા વધારવાનું અભિયાન ચલાવ્યું હતું જેના પગલે બીજેપીની આ સફળતા મળી છે.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં મીસ ઇન્ડિયા 2015ની ધોષણા થઇ ચૂકી છે. અદિતિ આર્ય ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2015 બની છે. વધુમાં આફરીન રેચલ વાઝ ફસ્ટ રનર અપ અને વર્તિકા સિંહ સેકન્ડ રનર અપ બની છે.

અરુણ જેટલી

અરુણ જેટલી

કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી રાજસ્થાનના બુંદીની મુલાકાત લીધી હતી. અહીં કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકને ભારે નુક્શાન થયું હતું. જેના પગલે જેટલીએ ખેડૂતોને મળીને પાકના નુક્સાન અને સ્થિતિની જાણકારી મેળવી હતી.

માલદા

માલદા

માલદામાં રવિવારે એક ખેડૂતે આત્મહત્યા કર્યા બાદ તેના પરિવારજનો શોક મનાવી રહ્યા છે. નોંધનીય છે કે કમોસમી વરસાદના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ખેડૂતોના ઉભા પાક નિષ્ફળ જતા અનેક ખેડૂતો અત્યારસુધીમાં આત્મહત્યા કરી ચૂક્યા છે.

હરિયાણા

હરિયાણા

ગોવામાં ડોર્નિયર-228ની દુર્ધટનામાં માર્યા ગયેલ લેફ્ટિનન્ટ કિરણ શેખાવતનો રવિવારે તેમના ગામ હરિયાણાના મેવાતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં તેમના પરિવારજન, નેવીના જવાનો સાથે સમગ્ર ગામ હાજર રહ્યું.

ઉદયપુર

ઉદયપુર

ગોવામાં ડોર્નિયર-228ની દુર્ધટનામાં માર્યા ગયેલ લેફ્ટિનન્ટ અભિનવ નગોરીનો રવિવારે તેમના શહેર ઉદયપુરમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યો. જેમાં તેના પરિવારજનો અને ગામજનો તેમને સલામી આપી વિદાય કરી હતી.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં રવિવારે પૂર્વ INLDના એમએલએ ભરત સિંહ અને તેમના બે પર્સનલ સિક્ટોરીટી ગાર્ડની આંધાધૂધ ગોળી મારીને હત્યા કરવામાં આવી. જેના પગલે પોલિસે આ મામલાની તપાસ આદરી છે. પોલિસને આ ધટનામાં ગેંગવોર અને અંગત અદાવતની શંકા છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં રવિવારે "પામ સન્ડે" ઉત્સવની ઉજવણી નિમિત્તે ખ્રિસ્તી શ્રદ્ઘાળુઓ પામ લીવ હાથમાં પકડી ભગવાન ઇસુની પૂજા કરી હતી.

રાજસ્થાન

રાજસ્થાન

રાજસ્થાનના બ્યાવરમાં અખિલ ભારતીય હિજડા સંમેલનનું આયોજન થયું. આ સમયે એક વ્યંઢળ એક મહિલા પોલિસ અધિકારી સાથે નૃત્ય કરી રહ્યો છે.

ભોપાલ

ભોપાલ

ભોપાલમાં રવિવારે સ્વયંસેવકો "સ્વચ્છ ભારત અભિયાન" હેઠળ દિવાલો પર સ્વચ્છતાના મેસેજ લખી લોકોને જ્યાં ત્યાં થૂંકવા અને ગંદકી ન કરવા માટે અપીલ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X