Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે ટ્વિટર યુદ્ધ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે ટ્વિટર યુદ્ધ

રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે ટ્વિટર યુદ્ધ

જો કે મદ્રાસ આઇઆઇટી મામલે રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે વિદ્યાર્થી સંગઠન પર પ્રતિબંધ લગાવો તે બોલવાની સ્વતંત્રતા પર કાપ મૂકવા સમાન છે અને અમે તે માટે છેલ્લે સુધી લડત આપીશું.

"વન રેન્ક વન પેન્શન" પર મોદીએ ચુપ્પી તોડી

આજે ટ્વિટના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર વન રેન્ક વન પેન્શન માટે પ્રતિબદ્ધ છે અને તેમાં શંકાનું કોઇ સ્થાન નથી. વધુમાં એક અખબારના ઇન્ટરવ્યૂમાં મોદીએ ક્રોંગ્રેસને આડે હાથે લેતા કહ્યું કે આ મામલે ક્રોંગ્રેસને બોલવાનો કોઇ અધિકાર નથી તે જ્યારે સત્તા પર હતી ત્યારે તેણે આ અંગે કંઇ નથી કર્યું. તે લોકો ખાલી આ મામલે રાજકારણ રમી રહ્યા છે.

DYFI ના વિદ્યાર્થીઓએ કર્યું IIT મદ્રાસ સામે પ્રદર્શન

DYFI ના વિદ્યાર્થીઓએ કર્યું IIT મદ્રાસ સામે પ્રદર્શન

મદ્રાસ આઇઆઇટીનો વિવાદ હવે તૂત પકડી રહ્યો છે. આજે મદ્રાસ આઇઆઇટીની સામે ડેમોક્રેટિક યૂથ ફેડરેશન ઓફ ઇન્ડિયા (DYFI)ના વિદ્યાર્થીઓએ પ્રતિબંધિત સંગઠન આંબેડકર પેરિયાર સર્કલ (APC)ના સમર્થનમાં ઉતર્યો અને સંસ્થાની સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું.

રાહુલમાં હિંમત હોય તો પ્રત્યક્ષ આવે ભાડેના ગુંડા ના મોકલે

રાહુલમાં હિંમત હોય તો પ્રત્યક્ષ આવે ભાડેના ગુંડા ના મોકલે

કેન્દ્રીય માનવસંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીના ઘરની બહાર શુક્રવારે એનએસયુઆઇના વિદ્યાર્થીઓએ મદ્રાસ આઇઆઇટી મામલે જોરશોરની વિરોધ પ્રદર્શન કર્યું. જેના બાદ ટ્વિટ કરી સ્મૃતિ જણાવ્યું કે રાહુલ ગાંધી તેના ભાડેના ગુંડા મારા ઘરની સામે મોકલશે તો હું કંઇ ડરવાની નથી. રાહુલમાં હિંમત હોય તો સામે આવે.

રાહુલને ઝિરો કહ્યા પછી અહંકારી અને અજ્ઞાની કહ્યો વૈંકૈયાએ

રાહુલને ઝિરો કહ્યા પછી અહંકારી અને અજ્ઞાની કહ્યો વૈંકૈયાએ

શુક્રવારે હૈદરાબાદમાં ક્રોંગ્રેસને કરારો જવાબ આપતા કેન્દ્રિય પ્રધાન વૈંકૈયા નાયડુએ કહ્યું કે ક્રોંગ્રેસને અમે ગંભીરતાથી નથી લેતા. મનમોહન મોદીની મુલાકાત મામલે બોલતા વૈંકૈયા કહ્યું કે રાહુલ જે મનમાં આવે તે બોલે છે. અને આમ કરીને તે પોતાનું અજ્ઞાન, અહંકાર અને અપરિપક્વતા બતાવે છે.

CM મુફ્તીના ઘરમાં ફરકાવવામાં આવ્યો પાક.નો ઝંડો

CM મુફ્તીના ઘરમાં ફરકાવવામાં આવ્યો પાક.નો ઝંડો

જમ્મુ કાશ્મીરમાં પાક.નો ઝંડો ફરકાવવો હવે સામાન્ય વાત થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 6 વાર આવું બની ચુક્યું છે. બસ આ વખતે નવું એ છે કે આ વખતે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મહોમ્મદના વિધાનસભા ક્ષેત્ર અનંતનાગ જિલ્લામાં આમ થયું છે.અલગાવવાદી નેતા શબ્બીર અહમદ શાહના સમર્થકોએ શુક્રવારે નીકળેલી એક રેલીમાં પાક. ધ્વજ ફરકાવ્યો હતો.

મેરઠના એક પરિવાર પર ફેંકવામાં આવ્યો તેજાબ

મેરઠના એક પરિવાર પર ફેંકવામાં આવ્યો તેજાબ

મેઠરના સાત લોકોના પરિવાર પર સગ્ગા જમાઇએ પારિવારિક ઝગડાના કારણે તેજાબ ફેંક્યો. જેમાં માતા-પિતા સહિત 4 દિકરીઓ અને એક 6 માસના બાળક પર જમાઇ સાજિદે તેજબ ફેંક્યો છે. જ્યાં તેમની હાલત ગંભીર છે.

દિલ્હી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ રસાવ એક અફવા હતી.

દિલ્હી એરપોર્ટ પર રેડિયોએક્ટિવ રસાવ એક અફવા હતી.

શુક્રવારે, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રેડિયોએક્ટિવ પદાર્થનો રસાવ થયો છે તેવી માહિતી મળતા તંત્ર સાબદુ થયું હતું અને એનડીઆરએફની ટીમ પણ ત્યાં પહોંચી હતી. પણ ખરેખરમાં આ એક અફવા હતી. અધિકારીઓએ તપાસ બાદ જણાવ્યું કે રેડિયોએક્ટિવ નહીં પણ સોડિયમ આયોડાઇટના કન્ટેનરનો રસાવ હતો જે એક સામાન્ય રસાયણ છે. અને તેના કારણે કર્મચારીઓની આંખ બળી રહી હતી.

ગુડગાંવના મોલમાં બોમ્બની અફવા

ગુડગાંવના મોલમાં બોમ્બની અફવા

શુક્રવારે, ગુડગાંવના એક મોલમાં બોમ્બની અફવા મળતા પોલિસે ધટનાસ્થળે પહોંચીને મોલને ખાલી કરાવ્યો હતો અને ત્યારબાદ સધન તપાસ હાથ ધરી હતી. જો કે તેવો કોઇ સંદિગ્ધ ચીજ ના મળતા બધાને હાશકારો થયો હતો.

મુંબઇ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા કરશે સીસીટીવી

મુંબઇ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા કરશે સીસીટીવી

શુક્રવારે, મુંબઇની લોકલ ટ્રેનમાં મહિલાઓના ડબ્બામાં લગાવામાં આવ્યા સીસીટીવી કેમેરા. આ કેમેરા મહિલાઓની સુરક્ષા કરવામાં મદદરૂપ સાબિત થશે. ત્યારે આ તસવીરમાં બે રેલ્વે અધિકારીઓ આ કેમેરા અને ઉપકરણોની તપાસ કરી રહ્યા છે.

ઇન્દિરા ગાંધી પર નાટક

ઇન્દિરા ગાંધી પર નાટક "ઇન્દિરા"

મુંબઇમાં હાલમાં એક નાટક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઇન્દિરા નામના નાટકમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના જીવનને નાટ્યાત્મક રીતે દર્શાવવામાં આવ્યું છે.

સોનાક્ષી સિંહાએ લોન્ચ કરી BMW 6

સોનાક્ષી સિંહાએ લોન્ચ કરી BMW 6

શુક્રવારે, નવી દિલ્હીમાં જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ જાણીતી કાર BMW 6ને લોન્ચ કરી.

"દિલ ધડકને દો"નું મુંબઇમાં પ્રમોશન

શુક્રવારે, મુંબઇમાં ફિલ્મ દિલ ધડકને દોનું બોલીવૂડ એક્ટર રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરાએ પ્રમોશન કર્યું.

મુંબઇમાં વરસાદનો ગડગડાટ

મુંબઇમાં વરસાદનો ગડગડાટ

શુક્રવારે, સાંજે આથમતા સૂરજ સાથે મુંબઇના આકાશ પર કાળા વાદળો જોવા મળ્યા. જે અહીં વરસાદના એંધાણ લઇને આવ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X