કોરોનાઃ દેશના 30 રાજ્યોમાં લૉકડાઉન, સંક્રમિતોનો આંકડો 471 પહોંચ્યો

દેશમાં કોરોના વાયરસ મહામારીથી 9 લોકોના મોત બાદ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લાઓમાં સોમવારની સાંજે સંપૂર્ણપણે લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી.

દેશમાં કોરોના વાયરસ મહામારીથી 9 લોકોના મોત બાદ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 548 જિલ્લાઓમાં સોમવારની સાંજે સંપૂર્ણપણે લૉકડાઉનની ઘોષણા કરવામાં આવી. માત્ર સોમવારે જ 95 નવા કોરોના પૉઝિટીવ કેસોની પુષ્ટિ થઈ જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. સોમવારની રાત સુધી આ વાયરસના કુલ 471 લોકો પૉઝિટીવ જોવા મળ્યા. વળી દિલ્લી, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢ, પુડુચેરીમાં 31 માર્ચ સુધી કર્ફ્યુ લાગુ થઈ ગયો છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ

ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ

વાયરસના ફેલાવમાં ગતિને જોતા રાજ્ય સરકારોએ વધુ કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ ચંદીગઢ, દિલ્લી, ગોવા, રાજસ્થાન, ગોવા, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, લદ્દાખ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ત્રિપુરા, તેલંગાના, છત્તીસગઢા, પંજાબ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, હરિયાણા, દમણ દીવ અને દાદર નગર હવેલી, પુડુચેરી, અંદમાન નિકોબાર, ગુજરાત, કર્ણાટક અને અસમને મળીને દેશભરના 30 રાજ્યોના 577 જિલ્લા લૉકડાઉન થઈ ચૂક્યા છે.

નિયમ તોડનારાને સખત ચેતવણી

નિયમ તોડનારાને સખત ચેતવણી

આ ઉપરાંત ત્રણ રાજ્ય એવા છે જેના અમુક જિલ્લાઓમાં લૉકડાઉન છે. આ ત્રણ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઓડિશા શામેલ છે. વળી, સિક્કિમ અને મિઝોરમમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો આદેશ જારી કરવામાં આવ્યો નથી. વળી, સોમવાર(23 માર્ચ)ના રોજ બે લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જેમાં એક પશ્ચિમ બંગાળ અને એક હિમાચલ પ્રદેશથી છે. જેવો બધા મોટા રાજ્યોમાં ઈન્ફેક્શનનો રિપોર્ટ આવ્યો, કેન્દ્ર સરકારે પ્રતિબંધોને વધુ કડક કરીને ઘરેલુ ઉડાનો પર રોક લગાવી દીધી અને નિયમ તોડનારાને સખત ચેતવણી આપી.

31 માર્ચ સુધી લૉકડાઉન

31 માર્ચ સુધી લૉકડાઉન

દેશમાં સૌથી પહેલા પંજાબે સોમવારે આખા રાજ્યમાં કર્ફ્યુ લગાવી દીધો અને માત્ર જરૂરી સેવાઓને છૂટ આપવામાં આવી છે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે સોમવારની મધ્યરાત્રિથી આખા રાજ્યમાં કર્ફ્યુ લગાવવામાં આવશે કારણકે કોરોના વાયરસ સામે લડાઈ મહત્વના વળાંક પર પહોંચી ગઈ છે. વળી રાજસ્થાનમાં ક્રમણના વધતા કેસના કારણે શનિવારે 31 માર્ચ સુધી લૉકડાઉન કરી દેવામાં આવ્યુ. બીજા રાજ્યોથી આવતી બસોને રોકી દેવામાં આવી છે. રાજસ્થાનની અંદર પણ પબ્લિક ટ્રાન્પોર્ટ બંધ છે. જયપુરમાં મેટ્રોને બંધ કરી દેવામાં આવી.

કર્ફ્યુ પાસ આપવામાં આવશે

કર્ફ્યુ પાસ આપવામાં આવશે

કોરોના વાયરસના વધતા કેસોને જોતા સંક્રમણના પ્રકોપથી બચવા માટે રાજધાની દિલ્લીને 31 માર્ચ સુધી લૉકડાઉન છે. પ્રાઈવેટ બસો, ટેક્સી, રિક્ષા, ઈ-રિક્ષા સહિત બધા પબ્લિક ટ્રાન્પોર્ટ બંધ છે. પ્રશાસને દિલ્લીમાં લૉકડાઉન તોડનારા પર કાનૂની કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. દિલ્લી પોલિસનુ કહેવુ છે કે જરૂરી સેવાઓ સાથે જોડાયેલા લોકોને કર્ફ્યુ પાસ આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X