અસમ: બોડો ઉગ્રવાદીઓનું કત્લેઆમ, 34ને માર્યા ઠાર
ગુવાહાટી, 23 ડિસેમ્બર: અસમના બે ગામમાં આજે સાંજે બોડો ઉગ્રવાદીઓએ કત્લેઆમ મચાવી દીધું. ઉગ્રવાદીઓએ અત્રે બિન-બોડો 34 લોકોને ગોળી મારી દીધી. પોલીસ મહાનિરીક્ષક એસએન સિંહે જણાવ્યું કે બોડોલેંડના નેશનલ ડેમોક્રેટિક ફ્રંટની શાંતિ વાર્તા વિરોધી એક જૂથના ઉગ્રવાદીઓ દ્વારા કોકરાઝાર જિલ્લાના સરલપારા ગામ અને સોનિતપુર જિલ્લાના શાંતિપુર ગાંમમાં હુમલો કરી દેવામાં આવ્યો.

અસમ પોલીસના કમાંડો અને સેનાના એક સંયુક્ત દળે રવિવારે પડોશી જિલ્લા ચિરાંગમાં ભૂટાન સીમાન પાસે બે બોડો ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. મુખ્યમંત્રી તરુણ ગોગોઇએ જણાવ્યું કે તેમની સરકાર કોઇપણ ઉગ્રવાદી ધમકીના આગળ ઝૂકશે નહીં.












Click it and Unblock the Notifications
