Operation Kaveri:સુદાનથી 365 ભારતીયોની વતન વાપસી, અત્યાર સધીમાં 1700 થી વધારે લોકો પરત ફર્યા
સંકટગ્રસ્ત દેશ સુદાનની હાલત ગંભીર છે. સુદાનમાં સેના અને અર્ધસૈનિકો રેપિડ સપરોટ ફોર્સ વચ્ચે હિંસા ચાલી રહી છે. એવામાં ભારત સરકારે ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ઓપરેશન કાવેરી ચલાવયુ છે. જેમા આજે 365 ભારતીયોના વધારે એક બેચને શનિવારે સાેજ નવી દિલ્હી આવી પહોચ્યા હતા.

સુદાનમાં ફસાયેલા લોકોને વાયુસેનાના વિમાન અને નેવીના જહાજથી સાઉદી અરબના શહેર જેદ્દાહ પહોચાડવામાં આવે છે. જ્યાંથી તે લોકોને સકુશલ સ્વદેશ પરત લઇને આવામાં આવે છે. આ કડીમાં શનિવારે સંકટગ્રસ્ત સદુાનથી 365 લોકોની એક બચે આવી પહોચી હતી.
આ દરમિયાન દિલ્હી ઉતરેલા લોકોના ચહેરા પર વિશ્વાસની હસી જોઇ શકાય છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ઓપરેશન કાવેરી અનુસાર વધુમાં વધારે લોકોની ઘર વાપસીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે 365 યાત્રી નવી દિલ્હી આવી પહોચ્યા છે. વાયુસેનાના વિમાને શનિવારે જેદ્દાહથી નવી દિલ્હી માટે ઉડાન ભરી હતી.












Click it and Unblock the Notifications
