
અચ્છે દિન? 3 વર્ષોમાં સેના પર થયા 38 હુમલા, 156 સૈનિકો શહીદ
ગુરુવાર ઉત્તર કાશ્મીરના કુપવાડામાં આર્મી કેમ્પ પર હુમલો થયો. જે બાદ સરકારની પાકિસ્તાની નીતિ પર સવાલ ઊભો થયો કર્યો. ઉલ્લેખનીય છે કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદી જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કાશ્મીર મુદ્દે સખત પગલાં ઉઠાવવાની વાત કરી હતી. પણ પેલી કહેવત છે ને કે ગાજ્યાં મેધ વરસ્યા નહીં, લાગે છે કે મોદી સરકાર સાથે પણ કંઇક આવું જ થયું છે. કારણ કે ગત ત્રણ વર્ષમાં સેના પર 38 હુમલા થયા છે જેમાં 156 સૈનિકો શહીદ થયા છે. આ ઉપરાંત પથ્થરમારો અને અન્ય હુમલા અલગથી. હાલમાં જ જે હુમલો થયો તેમાં જેશ એ મોહમ્મદના આંતકીઓનો હાથ હોવાની શંકા છે. જો કે આ વાતે કોઇ પૃષ્ઠી નથી થઇ. પણ આ હુમલામાં 312 મીડિયમ રેજીમેન્ટના 25 વર્ષના કેપ્ટન આયુષ યાદવ, 155 મીડિયમ રેજીમેન્ટના સુબેદાર ભૂપ સિંહ અને 16 મદ્રાસ રેજીમેન્ટના નાયક બીવી રમન્ના શહીદ થયા છે અને પાંચ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
રક્ષા મંત્રાલય પાસે જે આંકડા છે તે મુજબ ફેબ્રુઆરી 2017 સુધી ઘૂસણખોરીના 127 પ્રયાસો થઇ ચૂક્યા છે. તેમાંથી 88 પ્રયાસો 2016માં થયા છે. આ આંકડાં પાછલા 15 મહિનાના છે. ગત ત્રણ વર્ષોમાં સેના પર 38 હુમલા થયા છે. જેમાં 156 સૈનિકો શહીદ થયા છે. તેમાંથી મોટા ભાગના હુમલા જમ્મી કાશ્મીરમાં થયા છે. વર્ષ 2016માં ઘૂસણખોરો સામે લડતા 9 જવાન શહીદ થયા છે અને 40 સૈનકો કાઉન્ટર ઇનસર્જેસી ઓપરેશનમાં શહીદ થયા છે.
ગરમીમાં મુશ્કેલી વધશે
વધુમાં જેમ જેમ ગરમી વધશે તેમ વધુ હુમલા થવાની સંભાવના રહેલી છે. ઠંડીમાં જ્યાં હુમલા ઓછા થાય છે ત્યાં જ ગરમી થતા હુમલાની સંખ્યામાં મોટો વધારો જોવા મળે છે. વળી ગુપ્તચર સંસ્થાઓ પણ કહે છે કે પાકિસ્તાન આ વખતે મોટી સંખ્યામાં કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન યુનાઇટેડ જેહાદ દ્વારા કાશ્મીરમાં મોટા ધમાકો કરવાની તૈયારીમાં છે. યુનાઇટેડ જેહાદ દ્વારા લશ્કર એ તૈયબા અને જૈશ-એ-મહોમ્મદ એક સાથે આવી રહ્યા છે.