કોરોનાના ઈલાજમાં ભારતને મોટી સફળતા મળી શકે, આ દવાનું ત્રીજું ટ્રાયલ શરૂ

કોરોનાના ઈલાજમાં ભારતને મોટી સફળતા મળી શકે, આ દવાનું ત્રીજું ટ્રાયલ શરૂ

નવી દિલ્હીઃ કોરોના વાયરસના ઈલાજ માટે સતત અલગ અલગ શોધ કરવામાં આવી રહી છે જેથી તેની દવા શોધી શકાય અને દર્દીના ઈલાજમાં મદદ મળે. આ કડીમાં ભારત ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતમાં કોરોનાની દવાના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. આ ત્રીજા તબક્કાના ટ્રાયલમાં બે એંટીવાયરલ દવા ફાવિપિરાવીર અને યૂમીફિરોવીરના મિશ્રણનો ઉપયોગ દર્દી પર કરવામાં આવશે. શોધમાં કહેવામાં આવ્યું કે જે દર્દીમાં કોરોનાના સામાન્ય લક્ષણ છે તેવા 158 હોસ્પિટલના દર્દી પર આ ટ્રાયલ કરવામાં આવશે.

પહેલી કંપની, જેને મંજૂરી મળી

પહેલી કંપની, જેને મંજૂરી મળી

ગ્લેનમાર્ક પહેલી ફાર્માસ્યુટિકલ કંપની છે જેને ડીજીસીઆઈ તરફથી દેશમાં દવાના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે. ગ્લેનમાર્ક તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. મુંબઈ સ્થિત કંપની બંને દવાઓના મિશ્રણનું ટ્રાયલ દર્દીઓ પર પોતાની રણનીતિ અંતર્ગત કરશે. આ એંટીવાયરલ દવાની કામ કરવાની અલગ અલગ રીત છે. કંપની તરફથી મંગળવારે કહેવામાં આવ્યું કે બંને દવા જેના ટ્રાયલને મંજૂરી મળી છે તેમાં દર્દીને શરૂઆતી તબક્કામાં દવા આપવામાં આવશે અને તેમના પર દવાના અસરને ટ્રેક કરવામાં આવશે.

સારા પરિણામની ઉમ્મીદ

સારા પરિણામની ઉમ્મીદ

કંપનીનું માનવું છે કે બંને એન્ટીવાયરલ દવાઓનું મિશ્રણ સારા ક્લીનિકલ પરિણામ આપી શકે છે, સાથે જ આ દવા દર્દીન અંદર આ વાયરસથી લડવાની ક્ષમતા વધારી શકે છે અથવા ત વાયરસના અસરને ધીમી કરી શકે છે. ગ્લેનમાર્ક કંપનીની વાઈસ પ્રેસિડેન્ટ ડૉક્ટર મોનિકા ટંડનનું કહેવું છે કે આ દવા ઘણી સુરક્ષિત છે અને આ દવા કોરોનાના દર્દીનો ઈલાજ કરવામાં ઘણી મહત્વની સાબિત થશે, આ ભારતમાં ઘણી અસરકારક અને સુરક્ષિત દવા સાબિત થઈ શકે છે.

સૌકોઈની નજર રહેશે

સૌકોઈની નજર રહેશે

હવે જોવાનું એ રહેશે કે શું આ દવાનું ટ્રાયલ દર્દીઓ પર સફળ થાય છે કે નહિ. જેવી રીતે દેશમાં કોરોનાના સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે, તે દેશ માટે ચિંતાની વાત છે. અત્યાર સુધી દેશણાં કોરોનાથી સંક્રમિત દર્દીની સંખ્યા દોઢ લાખ થઈ ચૂકી છે. તમામ કોશિશો બાદ પણ સંક્રમણ ઘટવાનું નામ ની લઈ રહી. એવામાં જો આ દવાનું ટ્રાયલ સફળ થાય છે તો દેશ માટે મોટી સફળતા હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X