અંદમાન નિકોબારમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.3
અંદમાન નિકોબારમાં આજે સવારે લગભગ 2.36 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
અંદમાન નિકોબારમાં આજે સવારે લગભગ 2.36 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી તરફથી આ બાબતે માહિતી આપીને જણાવવામાં આવ્યુ કે ભૂકંપના ઝટકા સવારે 2.36 અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આની તીવ્રતા 4.3 નોંધવામાં આવી છે. આ ભૂકંપના ઝટકા અંદમાન નિકોબારનના ઉત્તરમાં લગભગ 153 કિલોમીટર દૂર દિગલીપુરમાં અનુભવાયા છે. જો કે હજુ સુધી ભૂકંપના આ ઝટકાથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર સામે આવ્યા નથી.

તમને જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે મિઝોરમના ચંફાઈમાં આજે એક વાર ફરીથી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજી અનુસાર ભૂકંપના ઝટકા ચંફાઈથી દક્ષિણ-પશ્ચિમમાં 23 કિલોમીટર દૂર આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.3 નોંધવામાં આવી હતી. ભૂકંપના ઝટકા બપોરે 2.28 કલાકે અનુભવાયા હતા. બુધવારે પણ અસમના તેજપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપના ઝટકા તેજપૂરથી લગભગ 49 કિલોમીટર દૂર દક્ષિણ પૂર્વમાં અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આવી તીવ્રતા 2.7 નોંધવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
