For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યોગી સરકારના 4.5 વર્ષ પૂર્ણ, પ્રિયંકા ગાંધીએ ગણાવ્યો વિકાસનો યુટર્ન

યોગી આદિત્યનાથ સરકારે 19 સપ્ટેમ્બરના રોજ સાડા ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પત્રકાર પરિષદ યોજી અને તેમની સરકારની સિદ્ધિઓની ગણાવી હતી.

|
Google Oneindia Gujarati News

લખનઉ : યોગી આદિત્યનાથ સરકારે 19 સપ્ટેમ્બરના રોજ સાડા ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક પત્રકાર પરિષદ યોજી અને તેમની સરકારની સિદ્ધિઓની ગણાવી હતી. તો બીજી તરફ વિપક્ષી દળોના નેતાઓએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ કોંગ્રેસ મહાસચિવ અને યુપી પ્રભારી પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Priyanka Gandhi

યોગી સરકારે માત્ર જૂઠું બોલ્યું : પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધીએ રવિવારના રોજ (19 સપ્ટેમ્બર) ટ્વિટ કરીને કહ્યું કે, 'યુપી સરકારે 4.5 વર્ષ બાદ જનતાના પ્રશ્નોના જવાબઆપ્યા હોવા જોઈએ, પરંતુ નહીં. તેમને ફરી પાછૂ જૂઠું બોલ્યા, જૂઠું અને માત્ર જૂઠું જ બોલ્યા.

જૂઠું અને માત્ર જૂઠું જ બોલ્યા : પ્રિયંકા ગાંધી

- લાખો ખાલી જગ્યાઓને નોકરી આપવા અને બાકી ભરતીઓ કરવા પર

- ખેડૂતને શેરડી, ઘઉં, ડાંગર, બટાકાના ભાવ આપવામાં

- વીજળીનો ખર્ચ ઘટાડવામાં
- મોંઘવારીને કાબૂમાં રાખવામાં
- યુપી સરકારની નિષ્ફળતા બાબતે

ભાજપની સરકારે ઉત્તર પ્રદેશને શેમાં નંબર વન બનાવ્યું? એ પ્રિયંકા ગાંધીએ બીજા ટ્વિટમાં કહ્યું

- કુપોષણમાં નંબર 1

- મહિલાઓ સામે ગુનામાં નંબર 1

- અપહરણ કેસમાં નંબર 1

- હત્યાના કેસમાં નંબર 1

- દલિતો વિરુદ્ધ ગુનાના કેસમાં નંબર 1

સાડા ચાર વર્ષમાં ધારણા બદલવાનું કામ કર્યું : યોગી

સાડા ચાર વર્ષમાં ધારણા બદલવાનું કામ કર્યું : યોગી

ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે સાડા ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ યોજીને તેમની સરકારની સિદ્ધિઓની ગણતરીકરી હતી.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને નેતૃત્વમાં સરકાર પોતાનો સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે. રાજ્યમાં સુરક્ષા અનેસુશાસનનું મહત્ત્વ હતું. અમે આ સાડા ચાર વર્ષમાં ધારણા બદલવાનું કામ કર્યું છે. તે સંપૂર્ણ ટીમ વર્કનું પરિણામ છે કે, સરકાર આ બિંદુ સુધી પહોંચવામાં સફળ રહી છે.

English summary
Congress general secretary and UP in-charge Priyanka Gandhi has slammed the yogi government in a tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X