• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્ર અને NSCN (IM) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કેન્દ્ર અને NSCN (IM) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

કેન્દ્ર અને NSCN (IM) વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

સોમવારે, દિલ્હીમાં નગા સંગઠન એનએસસીએન (આઇએમ) અને કેન્દ્ર સરકાર વચ્ચે મહત્વપૂર્ણ શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નગા અલગાવવાદની 6 દશક જૂની સમસ્યાનો આજે અંત આવ્યો છે. જેનાથી અન્ય અતિવાદી સંગઠન પણ હવે યોગ્ય દિશા મળશે. નોંધનીય છે કે આ કરારથી દેશની સૌથી જૂની અલગાવવાદી સમસ્યાનો અંત આવ્યો છે. અને હવે આનાથી સીમાવર્તી વિસ્તારોમાં ભારતની પકડ મજબૂત થશે.

.તો સુંદર સ્ત્રીઓ અડધી રાતે બહાર જઇ શકશે! : AAP

.તો સુંદર સ્ત્રીઓ અડધી રાતે બહાર જઇ શકશે! : AAP

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન સોમનાથ ભારતી એક પછી એક નવી મુશ્કેલીઓમાં પડી રહ્યા છે. સોમનાથ ભારતીએ પોતાના નિવેદનમાં કહ્યું કે જો આપ સરકારને દિલ્હીનો પોલિસ વિભાગ મળી જાય તો દેશની રાજધાની દિલ્હીની સડકો પર અડધી રાતે પણ સુંદર સ્ત્રીઓ બહાર નીકળી શકશે. ત્યારે તેમને આ નિવેદને ક્રોંગ્રેસ અને બીજેપીએ આપત્તિજનક ગણાવ્યું છે.

ક્રોંગ્રેસ: લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે સરકાર

ક્રોંગ્રેસ: લોકતંત્રની હત્યા કરવાનું કામ કરી રહી છે સરકાર

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા ક્રોંગ્રેસના 25 સાંસદોને પાંચ દિવસ માટે સદનની સસ્પેન્ડ કરવાના મામલે ક્રોંગ્રેસે આજે સદનની બહાર કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સમેત અનેક વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી. સોનિયા ગાંધી કહ્યું કે સદન ચલાવવું તે સરકારનું કામ છે. અને આજે તેમણે જે કર્યું છે તે લોકતંત્રની હત્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધી આ માટે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવાની વાત ઉચ્ચારી.

સંસદમાં ક્રોંગ્રેસના આચરણ સામે ભાજપે પસાર કર્યો પ્રસ્તાવ

સંસદમાં ક્રોંગ્રેસના આચરણ સામે ભાજપે પસાર કર્યો પ્રસ્તાવ

સંસદમાં ચાલી રહેલા ગતિરોધ સામે આજે પોતાની રણનિતી સાફ કરતા ભાજપે ક્રોંગ્રેસના આચરણ સામે એક સર્વ સંમત્તિથી એક પ્રસ્તાવ પસાર કર્યો છે. સાથે જ મહત્વપૂર્ણ કરારો અને એનએસસીએન કરાર પર પણ સંસદમાં આજે ચર્ચા કરવામાં આવી.

મહારાષ્ટ્રના થાણેમાં 3 માળની બિલ્ડીંગ પડી, 11ની મોત

મહારાષ્ટ્રના થાણેમાં 3 માળની બિલ્ડીંગ પડી, 11ની મોત

સોમવાર રાતે, મહારાષ્ટ્રના થાણેમાં એક ત્રણ માળની બિલ્ડીંગ પડતા 11 લોકોની મોત થઇ છે. અને હજી પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોય તેવી આશંકા સેવાઇ રહી છે. 50 વર્ષ જૂની આ ઇમારત પહેલાથી જ કથળતી હાલતમાં હતી. અને પ્રશાસન દ્વારા તેની ખાલી કરાવવાનું કહેવામાં આવ્યું હતું. પણ લોકોએ તે વાતને ના માનતા આ દુર્ધટના થઇ છે.

રાહુલ ગાંધી કહ્યું સરકાર પર દબાવ બનાવીને રાખશું

રાહુલ ગાંધી કહ્યું સરકાર પર દબાવ બનાવીને રાખશું

લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા ક્રોંગ્રેસના 25 સાંસદોને પાંચ દિવસ માટે સદનથી સસ્પેન્ડ કરવા બાદ આજે ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મામલો વિરોધ કરતા કહ્યું સરકાર આ રીતે અમારા પર પ્રેશર બનાવવા માંગે છે પણ અમારા પર આ પ્રેશર નહીં કામ કરે. ભલે ને તે અમને સાંસદમાંથી ઉઠાવીને ફેંકી જ કેમ ના દે. વધુમાં તેમણે કહ્યું કે ક્રોંગ્રેસ કે હું નહીં પણ દેશના લોકો આ અપરાધી મંત્રીઓના રાજીનામાની માંગ કરી રહ્યા છે.

પૂરના ત્રસ્ત થઇને જંગલનો હાથી આવી ગયો શહેરમાં

પૂરના ત્રસ્ત થઇને જંગલનો હાથી આવી ગયો શહેરમાં

પશ્ચિમ બંગાળમાં કોમેન ચક્રવાતના કહેરથી જંગલના જંગલી પ્રાણીઓની પણ હાલત ખરાબ થઇ ગઇ છે. માટે જ દુર્ગાપુર વિસ્તારમાં એક જંગલી હાથી જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં આવી ચઢતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વળી આ હાથીએ ભારે ઉત્પાત મચાવતા વનવિભાગના કર્મચારીઓ તેને પકડીને પાછા જંગલમાં લઇ ગયા.

સુપ્રિમ કોર્ટે: તમે તમારી મરજીથી જેલમાં છો.

સુપ્રિમ કોર્ટે: તમે તમારી મરજીથી જેલમાં છો.

સુપ્રિમ કોર્ટે સહારા સમૂહના પ્રમુખ સુબ્રતો રોય વિષે ઉપરોક્ત ટિપ્પણી કરી છે. સુબ્રતો રોયે સોમવારે સુપ્રીમ કોર્ટમાં માનવીય આધાર પર છોડી મૂકવાની અપીલ કરી હતી. જે પર કોર્ટે તીખી પ્રતિક્રિયા કરતા કહ્યું કે તમે તમારી મરજીથી જેલમાં બંધ છે. તમારી પાસે 1 લાખ 85 હજાર કરોડની સંપત્તિ છે પણ તમે તમારી મુક્તિ માટે તમારી સંપત્તિનો પાંચમો ભાગ પણ નીકાળી નથી શકતા.

બાગપત-મેરઠ રોડ પર અકસ્માત, ચાર કાવડિયોની મોત

બાગપત-મેરઠ રોડ પર અકસ્માત, ચાર કાવડિયોની મોત

સોમવારે, શ્રાવણ મહિનામાં ક્ષિપ્રા નદીનું પાણી કળશમાં ભરીને મહાકાળના મંદિરમાં જળાઅભિષેક કરવા જઇ રહેલા કાવડિયાઓને બાગપત-મેરઠ રોડ પર અકસ્માત નડતા ચાર કાવડિયોની મોત થઇ છે અને 6 કાવડિયાઓ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ તમામ કાવડિયાઓ સોનીપતના રહેવાસી હતા.

દિલ્હીમાં FTIIના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

દિલ્હીમાં FTIIના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

સોમવારે, દિલ્હીના જંતર મંતર ખાતે પુનાના FTIIના ચેરમેન ગજેન્દ્ર ચૌહાણને દૂર કરવાની માંગ સાથે FTIIના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. જેમાં ક્રોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને અભિનેતા રાજ બબ્બર પણ જોડાયા.

પટનામાં શિક્ષકોને પડી સોટીઓ

પટનામાં શિક્ષકોને પડી સોટીઓ

સોમવારે, પટનામાં વિધાન સભા સદન પર પોતાની નોકરીઓને નિયમિત કરવાની માંગ સાથે શિક્ષકોએ રેલી નીકાળી જે બાદ પોલિસ દ્વારા તેમની પર લાઠીચાર્જ કરવામાં આવ્યો.

જમ્મુમાં એમ્સ મામલે પથરાવ

જમ્મુમાં એમ્સ મામલે પથરાવ

સોમવારે, જમ્મુમાં એમ્સ હોસ્પિટલની માંગ સાથે સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા પથરાવ બાદ પોલિસે લાઠીચાર્જ કર્યો હતો.

અલ્હાબાદમાં યોજાઇ ઘોડાગાડી રેસ

અલ્હાબાદમાં યોજાઇ ઘોડાગાડી રેસ

સોમવારે, અલ્હાબાદમાં ઘોડાગાડીની રેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેને જોવા મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહ્યા.

રાંચીથી ફરવા નીકળી ધોનીની રાજકુમારી જીવા

રાંચીથી ફરવા નીકળી ધોનીની રાજકુમારી જીવા

સોમવારે, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની તેની પત્ની સાક્ષી અને તેમની દિકરી જીવા સાથે આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર પહોંચ્યા.

મુંબઇમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીકનો ફેશન શો

મુંબઇમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીકનો ફેશન શો

સોમવારે, ઇન્ડિયા ઇન્ટરનેશનલ જ્વેલરી વીક દ્વારા આયોજીત ફેશન શોમાં મેડેલ્સે કંઇક આ રીતે કર્યું રેમ્પ વોક.

કેજરીવાલે જોઇ ફિલ્મ

કેજરીવાલે જોઇ ફિલ્મ "દ્રશ્યમ" કહ્યું જોવા જેવી ફિલ્મ

સોમવારે, દિલ્હીમાં આમ આદમી પાર્ટી પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના કેટલાક વરિષ્ઠ નેતાઓએ ભેગા મળીને દ્રશ્યમ ફિલ્મ જોઇ. જે બાદ તેમણે લોકોને પણ આ ફિલ્મ એક વાર જોવા માટે અપીલ કરી.

English summary
4 August: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X