મુઝફ્ફરનગરમાં ફરી ભડકી હિંસા, મહિલા સહિત 4ના મોત
નવી દિલ્હી, 31 ઓક્ટોબર: હજી તો મુઝફ્ફરનગરમાં થયેલા રમખાણોની આગ બુઝાઇ નથી ને ફરી અહીં કોમી હિંસા ભડકી ઊઠી છે. સૂત્રો તારા મળતી મળતી માહિતી અનુસાર ગઇકાલે રાત્રે બે પડોશી ગામના લોકોની વચ્ચે થયેલી હિંસામાં એક મહિલા સહિત ત્રણ લોકોના મોત થઇ ગયા છે. પોલીસે આઠ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલમાં સ્થિતિ કાબૂમાં છે પરંતુ સમગ્ર વિસ્તારમાં તણાવભર્યા વાતાવરણમાં છે.
મુઝફ્ફરનગરના વરિષ્ઠ પોલીસ અધીક્ષક હરિનારાયણ સિંહે મીડિયા સાથેની વાતચીતમાં 4 લોકોના મરવાની ખરાઇ કરી છે. તેમણે ખાતરી આપી છે કે 'આ હત્યાઓ કોમી હિંસામાં થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે બુઢેના જિલ્લાના એક ગામમાં આ ઘટના ઘટી છે. કેટલાક ઘરોને આગ લગાવી દેવાના મામલા પણ સામે આવ્યા છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરી રહી છે. મેરઠ રેંજના આઇજી, સહારનપુરના ડીઆઇજી, મુઝફ્ફરનગરના ડીએમ અને એસએસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે.'
મોહમ્મદપુરેઇસિંહ ગામના જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજે જણાવ્યું કે બે કોમોની અથડામણમાં ત્રણ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં અફ્રોઝ(20), મેહરબાન(21), અને અઝમલ(22) જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને મુઝફ્ફરનગરમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેમાં 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. એ હિંસાના હજારો પીડિતો હજી પણ રાહત શિબિરોના આસરે રહી રહ્યા છે. તાજી હિંસાથી એ સ્પષ્ટ થાય છે કે અત્રે હજી સ્થિતિ સામાન્ય નથી થઇ.