4 આદિવાસી બાળકીઓ સાથે 20 લોકોએ ગુજાર્યો ગેંગરેપ

rape
રાંચી, 15 જુલાઇ: સરકાર દાવો કરે છે કે દેશના કોઇ પણ ખૂણામાં મહિલાઓ સુરક્ષિત છે, પોલીસ તંત્ર સરકારના સુરમાં સુર મેળવતાં કહે છે કે મહિલાઓ સુરક્ષિત છે. પર6તુ આ સુરક્ષા ક્યાં જોવા મળે છે? પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે. દેશની અડધી વસ્તી ના તો ઘરમાં સુરક્ષિત છે ના તો બહાર.

સરકારના પોકળ દાવાઓની હવા નીકળી જાય છે જ્યારે સમાચારપત્રો અને ટીવી ચેનલોમાં દરરોજ કોઇ બાળકી સાથે તો ક્યારે ઘરડી મહિલા સાથે બળાત્કારની ઘટનાના સમાચાર આવે છે.

તે સમયે જવાબ આપવા માટે ના તો સરકાર કોઇ માણસ સામે આવે છે ના તો પોલીસ તંત્ર તેની જવાબદારી લે છે. ઝારખંડના આદિવાસી વિસ્તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. ઘનબાદને અડીને આવેલા પાકુડના લિટ્ટીપાડા પોલીસ મથકની લબદા ઘાટી ગામ સ્થિત નિવાસી શાળાની ચાર વિદ્યાર્થિનીઓ સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. 20 લોકોના ટોળાએ 4 માસૂમોને હેવાનિયતનો શિકાર બનાવી.

મળતી માહિતી મુજબ રવિવારે રાત્રે 20 યુવકોની એક ટોળકીએ બળજબરી પૂર્વક સ્કૂલમાં પ્રવેશ્યા અને તેમને ત્યાંના શિક્ષકને એક રૂમમાં બંધ કરી દિધા. પોતાની તાકાતનો ઉપયોગ કરી હેવાનોની ટોળકીએ ચાર માસૂમ બાળકીઓ સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો.

મળતી માહિતી મુજબ અત્યાર સુધી આ છોકરીઓની મેડિકલ તપાસ થઇ નથી. પાકુડના પોલીસ કમિશ્નર વાઇએસ રમેશે આરોપી યુવકોની ધરપકડ માટે રેડ પાડવાનું શરૂ કરી દિધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકુડ નક્સલી પ્રભાવિત વિસ્તાર છે. તાજેતરમાં આ વિસ્તારમાં નક્સલીઓએ પોલીસ અધિક્ષક અમરજીત બલિહારને મોતના ઘાટ ઉતારી દિધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X