For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરૂદાસપૂરમાં શરૂ થશે વધુ 4 આમ આદમી ક્લિનિક, જનતાને થશે લાભ

ગુરૂદાસપૂર : પંજાબ હેલ્થ સિસ્ટમ કોર્પોરેશનના ચેરમેન રમણ બહેલ દ્વારા આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. બહેલના પ્રયત્નોથી ગુરૂદાસપૂર વિધાનસભા વિસ્તારમાં વધુ 4 આમ આદમી ક્લિનિક બનવા જઇ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુરૂદાસપૂર : પંજાબ હેલ્થ સિસ્ટમ કોર્પોરેશનના ચેરમેન રમણ બહેલ દ્વારા આરોગ્ય સેવામાં સુધારો કરવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. બહેલના પ્રયત્નોથી ગુરૂદાસપૂર વિધાનસભા વિસ્તારમાં વધુ 4 આમ આદમી ક્લિનિક બનવા જઇ રહ્યા છે.

Gurudaspur

આ પહેલા ભોપૂર સૈદાંમાં આમ આદમી ક્લિનિક સફળતાપૂર્વક કાર્યરત છે. જેનો લાભ જનતાને મળી રહ્યો છે. જોડા છિત્તરા, ભૂંબલી, બબ્બેહાલી અને માન કૌર સિંહ ગામમાં બનનારા આમ આદમી ક્લિનિકની તૈયારીની સમિક્ષા પંજાબ હેલ્થ સિસ્ટમ કોર્પોરેશનના ચેરમેન રમણ બહેલ દ્વારા બુધવારના રોજ કરવામાં આવી હતી.

આમ આદમી ક્લિનિક્સની નિર્માણાધીન ઈમારતોનું નિરીક્ષણ કર્યા બાદ, બહેલે જણાવ્યું હતું કે, ગુરદાસપુર વિધાનસભા મતવિસ્તારમાં 4 આમ આદમી ક્લિનિક્સ સહિત, ગુરદાસપૂર જિલ્લામાં કુલ 33 આમ આદમી ક્લિનિક્સ અને રાજ્યભરમાં 500 વધુ આમ આદમી ક્લિનિક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ દવાખાનાનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે.

પંજાબ હેલ્થ સિસ્ટમ કોર્પોરેશનના ચેરમેન રમણ બહેલે જણાવ્યું હતું કે, નવનિર્મિત આમ આદમી ક્લિનિકનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરી, 2023ના રોજ કરવામાં આવશે. આ સાથે દરેક આમ આદમી ક્લિનિકમાં મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, ક્લિનિકલ આસિસ્ટન્ટ અને હેલ્પર સહિત ચાર અધિકારીઓ/કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવશે. આ ક્લિનિક્સમાં 91 પ્રકારની દવાઓ અને 41 પ્રકારના મેડિકલ ટેસ્ટ બિલકુલ મફતમાં ઉપલબ્ધ થશે.

અધ્યક્ષ રમણ બહેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દ્વારા લોકોને આપવામાં આવેલા વચનો એક પછી એક પૂરા કરવામાં આવી રહ્યા છે. આમ આદમી ક્લિનિક્સ શરૂ થવાથી સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થઈ રહ્યો છે. ડૉકટર્સ અને દવાઓની અછતને પણ પૂરી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારા એ આમ આદમી પાર્ટીનો મુખ્ય એજન્ડા છે અને સરકાર તેના પર નિષ્ઠાપૂર્વક કામ કરી રહી છે.

English summary
4 more Aam Aadmi clinics will be started in Gurudaspur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X