કોંગ્રેસી સાંસદ રશીદ મસૂદને 4 વર્ષની સજા, રદ થશે સંસદની સદસ્યતા!
નવી દિલ્હી, 1 ઓક્ટોબર: ચારા કૌભાંડમાં આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવને દોષી ગણાવ્યા બાદ આજે (મંગળવારે) એમબીબીએસ સીટ ફાળવણીના કૌભાંડના મુદ્દે કોંગ્રેસના સાંસદ રશીદ મસૂદને દિલ્હીની તીસ હજારી કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી છે. હવે રશીદ મસૂદની સંસદ સદસ્યતા રદ થઇ શકે છે.
મસૂદ રાજ્યસભાના સાંસદ છે. તે MBBSની સીટોની ફાળવણીમાં ગોટાળાના દોષી જોવા મળ્યા હતા. આ કેસ 1990-91નો છે જ્યારે વીપી સિંહની સરકારમાં આરોગ્યમંત્રી હતા.
19 સપ્ટેમ્બરના રોજ સીબીઆઇની વિશેષ કોર્ટે રશીદ મસૂદને ભ્રષ્ટાચાર અને અન્ય આરોપોના દોષી ગણાવ્યા હતા. કેન્દ્રિય પૂલથી ત્રિપુરા માટે ફાળવવામાં આવેલી સીટો પર રશીદ મસૂદે અયોગ્ય લોકોને ફાળવી હતી. રશીદ મસૂદને આ કેસમાં 23 વર્ષ બાદ દોષી ગણાવવામાં આવ્યા હતા. મસૂદને આઇપીસી કલમ 120 બી (ગુનાહિત કાવતરું), 420 (છેતરપિંડી) અને 486 (ઉચાપત) અને ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમની જોગવાઇ હેઠળ દોષી ગણાવવામાં આવ્યા હતા. તેમને જે જોગવાઇઓ હેઠળ દોષી ગણાવવામાં આવ્યા છે તેમાં સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે. એટલે કે રશીદ મસૂદની સંસદની સદસ્યતા રદ થઇ શકે છે.

જો કે કોઇ ગુનાહિત કેસમાં બે વર્ષ અથવા તેનાથી વધુની જેલની સજાની સાથે દોષી ગણાવતાં તત્કાલ સદસ્યતા સમાપ્ત થવાની ખતરાનો સામનો કરી રહેલા સાંસદો અને ધારાસભ્યોને રાહતનો શ્વાસ મળી શકે છે કારણ કે સરકારે સુપ્રીમ કોર્ટના બે મહિના જૂના એક ચૂકાદાને નિષ્પ્રભાવી કરતાં સોમવારે એક વટહુકમને મંજૂરી આપી દિધી છે.
સરકાર તાજેતરમાં જ સંપન્ન થયેલા ચોમાસુ સત્રમાં આ સંબંધમાં ખરડો પસાર કરાવી ન શકી એટલે તેને વટહુકમ લાવવાનો નિર્ણય કર્યો. વટહુકમ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ 10 જૂલાઇથી લાગૂ થઇ જશે.
સુપ્રીમ કોર્ટે 10 જુલાઇને વ્યવસ્થા આપી હતી કે જો કોઇ સાંસદ, ધારાસભ્ય કે વિધાન પરિષદ સભ્યને કોઇ કોર્ટ કોઇ ગુનામાં દોષી ગણાવે છે અથવા બે વર્ષ કે તેનાથી વધુની સજા સંભળાવે છે તો તેની સદસ્યતા રદ કરવામાં આવશે. સરકારે આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં પુનવિચાર માટે અરજી દાખલ કરી હતી જેને નકારી કાઢવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
