દિલ્હીમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 4321 નવા કેસ આવ્યા
દિલ્હીમાં કોરોના બેકાબૂ, 24 કલાકમાં 4321 નવા કેસ આવ્યા
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના મામલા ફરી તેજીથી વધવા લાગ્યા છે. કોવિડ 19 મહામારીએ રફ્તાર પકડી લીધી છે. એક દિવસમાં 4 હજારથી વધુ મામલા સામે આવ્યા બાદ દિલ્હી સરકારની બેચેની ફરીથી વધવા લાગી છે. દિલ્હી સહિત દેશમાં વિવિધ રાજ્યોમાં કોરોના મામલા બેકાબૂ ગતિથી આગળ વધી રહ્યા છે.

રાજધાની દિલ્હીની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 4321 નવા મામલા સામે આવ્યા છે, જે એક દિવસમાં સામે આવતા મામલામાં સૌથી વધુ છે. જ્યારે શનિવારે કોરોનાથી 28 લોકોના મોત થઈ ગયાં છે. આ આંકડાઓએ દિલ્હી સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. જ્યાં કોરોનાના નવા મામલા વધી રહ્યા છે ત્યાં જ દિલ્હીના હોસ્પિટલોમાં બેડની કમી પણ સામે આવી રહી છે. દિલ્હીની સાથોસાથ દેશના કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસે ગતિ પકડી લીધી છે.
24 કલાકમાં દિલ્હીમાં સામે આવેલા 4321 નવા મામલાની સાથે જ રાજધાનીમાં કુલ મામલા 2,14,069 થઈ ગયા છે. દિલ્હીમાં અત્યાર સુધી 4715 લોકોના કોરોનાના કારણે જીવ ગયા છે. દિલ્હીમાં સંક્રમણ દર 10 ટકાને પાર કરી ચૂક્યો છે. સરકારી આંકડાઓ મુજબ 24 કલાકમાં રેકોર્ડ 60076 ટેસ્ટ કરાવવામાં આવ્યા. દિલ્હીમાં કોરોના રિકવરી રેટ 84.68 ટકા છે, જ્યારે ડેથ રેટ 2.20 ટકા છે.












Click it and Unblock the Notifications
